Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુભાષનગરમાં વૃદ્ધાના બંધ મકાનને નિશાન બનાવનાર તસ્કર ઝડપાયો:મકાનમાંથી રૂ.3.25 લાખના દાગીના સહિતની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, પોલીસે રૂ.2.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

    7 hours ago

    ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારની લક્ષ્મી સોસાયટીમાં રહેતા વૃધ્ધા રાજકોટ દીકરીના ઘરે ગયા હતા તે વેળાએ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મકાનમાં કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના સહિત રૂા. 3.25 લાખના સરસામાનની ચોરી કરી હતી. જે મામલે પોલીસે તસ્કરને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. જે દરમિયાન શખ્સની પૂછપરછ કરતા ચોરી કરેલો મુદામાલ જવાહર મેદાનના ઝપુડે સંતાળ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે 2.31 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. મકાનને તાળા મારી વૃદ્ધા રાજકોટ દીકરીના ઘરે ગયા હતા સુભાષનગર વિસ્તારની લક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રતિભાબેન ગીરીશ શાહે ઘોઘારોડ પોલીસ મથકમાં અજાણ્યા શખસો સામે કરીયાદ નોંધાવી હતી કે, તેઓ તેના રહેણાકી મકાનને તાળા મારી રાજકોટ રહેતી તેની દીકરીના ઘરે ગયા હતા તે વેળાએ ગત તા.25.09ના રોજ રાત્રીના તસ્કરોએ તેઓના મકાનની બારીના કાચ તોડી, ગ્રીલને વાળી દઈ મકાનમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ સામાન વેર વિખેર કરી કબાટમાં રાખેલ ચાંદીના સીક્કા, ચાંદીના અવોર્ડ બે, સોનાની બુટી, સોનાનુ પેડલ, સાચા હીરાની ચુન્ની, ઘડીયાળો, ઈમીટેશન જવેલરી, ચાંદીના આઠ ગ્લાસ, ચાંદીના દીવા, ચાંદીનો રથ, પરફ્યુમ મળી કુલ રૂા. 3.25 લાખના સર સામાનની ચોરી કરી નાસી છુટ્યા હતા. બનાવના પગલે પોલીસે અજાણ્યા શખસો સામેં ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તસ્કરને ઝડપી પાડ્યો આ ગુનાના અનુસંધાને ઘોઘારોડ પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી મળી કે, એક શંકાસ્પદ શખસ જવાહર મેદાનમાં રિક્ષા સાથે ઉભો છે. જેના આધારે તપાસ હાથ ધરી રાજુ સવજી સોલંકીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. શખ્સે રિમાન્ડ દરમિયાન પુછપરછ કરતા તેણે ચોરીનો મુદામાલ ગુરૂદ્રારા સામે આવેલ જવાહર મેદાનના ઝુપડે સંતાડ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને સાથે રાખી ચોરીનો મુદામાલ ચાંદીના દાગીના તેમજ ઇમિટેશન જવેલરીના સામાન મળી કુલ કિ.રૂ.2,31,000નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી ફરાર મહિલા આરોપી ઝડપાઈ:રોકાણકારોને 8 મહિનામાં નાણાં બમણા કરવાની લાલચ આપી, બેંક ટ્રાન્સફર અને ક્રિપ્ટોકરન્સીમાં લાખો રૂપિયા પડાવ્યા
    Next Article
    Ahmedabad Airport News | અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગના નવા ભાવ આજથી અમલમાં મુકાયા| Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment