Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં વહીવટી ખામીઓનો મોટો ખુલાસો:પોલીસ સત્તાના દુરુપયોગની 324 ઘટના, અમદાવાદમાં સૌથી વધુ; તલાટી-કમ મંત્રીની 4151 જગ્યા ખાલી

    18 hours ago

    2024-25ના સરકારી આંકડાઓમાં ગુજરાતના વહીવટી તંત્રની અનેક ખામીઓ સામે આવી છે. પોલીસ દ્વારા સત્તાનો દુરુપયોગ થયાની 324 ઘટનાઓ નોંધાઈ છે, જ્યારે તલાટી-કમ-મંત્રીના મહેકમમાં 4,151 જગ્યાઓ ખાલી છે અને મોટાભાગે વધારાના ચાર્જથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે “નલ સે જલ” યોજનામાં 20 જિલ્લામાં ગેરરીતિની 54 ફરિયાદો સામે આવી છે. બીજી તરફ સરકાર એક્સટેન્શન ઘટાડીને નવી ભરતી પર ભાર મૂકી રહી છે, છતાં તંત્રમાં ખામી અને ગેરવ્યવસ્થાના પ્રશ્નો યથાવત્ જોવા મળી રહ્યા છે. પોલીસે સત્તાનો દુરુપયોગ કર્યાની રાજ્યમાં 324 ઘટના, અમદાવાદમાં સૌથી વધુ વર્ષ 2024-25ના આંકડાઓ મુજબ, ગુજરાતમાં પોલીસ દ્વારા સત્તાનો દુરુપયોગ થયાની કુલ 324 ઘટનાઓ સામે આવી છે, જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ 66 કેસોમાં પોલીસ પર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ નોંધાયો છે. બીજા ક્રમે સુરતમાં 24 ઘટનાઓ સામે આવી છે. આ આંકડાઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંદર્ભે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને પોલીસની જવાબદારી તેમજ પારદર્શિતાને લઈને ચર્ચા તેજ બની છે. તલાટી-કમ-મંત્રીમાં ખાલી જગ્યાઓનો ઢગલો, 4151 જગ્યા ખાલી રાજ્યમાં તલાટી-કમ-મંત્રીના મહેકમ માટે મંજૂર કુલ 11,705 જગ્યાઓ સામે 7,554 જગ્યા ભરાયેલી છે, જ્યારે 4,151 જગ્યા ખાલી છે. તેમાંથી 4,104 જગ્યાઓ પર વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જે કુલ ખાલી જગ્યાઓના 98.86% થાય છે. એટલે કે માત્ર 47 જગ્યાઓ જ એવી છે, જ્યાં વધારાનો ચાર્જ નથી. જિલ્લાવાર આંકડાઓમાં વડોદરામાં સૌથી વધુ 249 જગ્યા ખાલી છે, જ્યારે અમરેલીમાં 237 ખાલી જગ્યાઓ સાથે બીજા ક્રમે છે. દર 100 મંજૂર જગ્યામાંથી સરેરાશ 35 જગ્યા ખાલી રહેતી હોવાની હકીકત વહીવટી તંત્ર માટે ચિંતાજનક છે. આ મુદ્દો દાંતા MLAના સવાલમાં સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. એક્સટેન્શન ઘટાડા તરફ સરકારનો ઝોક, નવી ભરતી પર ભાર રાજ્ય સરકારે નિવૃત્ત અધિકારીઓને એક્સટેન્શન આપવાના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને નવી ભરતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વર્ષ 2022-23માં કુલ 129 અધિકારીઓને એક્સટેન્શન આપવામાં આવ્યા હતા, જે 2023-24માં ઘટીને 73 થયા અને 2024-25માં માત્ર 35 રહ્યા છે. ગૃહ વિભાગમાં 2022-23માં 43 એક્સટેન્શન આપવામાં આવ્યા હતા, જ્યારે 2024-25માં તે ઘટીને માત્ર 9 રહ્યા છે. આ ઉપરાંત જળ સંપત્તિ, માર્ગ-મકાન અને અન્ય વિભાગોમાં પણ એક્સટેન્શનના આંકડામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકાર હવે નિવૃત્તિ કરતાં નવા મહેકમ ઉભા કરવાની દિશામાં આગળ વધી રહી છે. નલ સે જલ યોજનામાં ગેરરીતિ: 20 જિલ્લામાં 54 ફરિયાદ “નલ સે જલ” યોજનામાં વર્ષ 2024-25 દરમિયાન કુલ 20 જિલ્લાઓમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સંબંધિત 54 ફરિયાદો નોંધાઈ છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ 10 ફરિયાદો નોંધાઈ છે, જ્યાં 62.21 લાખની ગ્રાન્ટ સામે 220.54 લાખનો ખર્ચ નોંધાયો છે, જે ગ્રાન્ટ કરતાં લગભગ 3.5 ગણો વધુ છે. કુલ 10,590.60 લાખની ગ્રાન્ટમાંથી 55% ફાળવણી મહીસાગર જિલ્લામાં કરવામાં આવી છે. જ્યારે 4 જિલ્લાઓ જેમ કે, જામનગર, ડાંગ, આણંદ અને પોરબંદરમાં કોઈ ગ્રાન્ટ ફાળવાઈ નથી. પંચમહાલ જિલ્લામાં 140 લાખની ગ્રાન્ટ વપરાયા વગર રહી ગઈ છે. આ તમામ આંકડાઓ યોજનાની અમલવારી અને મોનિટરિંગ સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા કરે છે.
    Click here to Read More
    Previous Article
    વાંસદાના સરા ગામે જવાન સન્માનમાં હોબાળો:ધર્માંતરણના આક્ષેપ સાથે 5 હજાર લોકો ઉમટ્યા, પોલીસ તપાસ શરૂ
    Next Article
    'તંદુરસ્ત' સફાઈ કામદારો કાગળ પર 'અનફિટ'!:કામદારનો ડાન્સ કરતો વીડિયો સામે આવ્યો, બચાવમાં કહ્યું-હું ટીબીનો દર્દી, વર્ષોથી કલાકાર છું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment