Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાથરૂમમાં છુપાવેલો 3.22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:મહેસાણામાં LCBનો દારૂ અંગે દરોડો, ફરાર થયેલા બે બુટલેગર સામે ગુનો દાખલ

    2 days ago

    પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે મહેસાણા LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમો બનાવી સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન LCB ટીમને ખાનગી રાહે બાતમી મળી કે, મહેસાણા સાઇબાબા રોડ પર આવેલી વિનાયક રેસીડેન્સીમાં રહેતો રમેશ માળી નામના બુટલેગરે સોસાયટીના મકાન નંબર એ/17 માં રહેતા ભરતજી શંકરજી ઠાકોરના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે અને તે પોતાના માણસો મારફતે એક્ટિવા પર ગ્રાહકોને દારૂની હોમ ડિલિવરી પહોંચાડે છે. વિનાયક રેસીડેન્સી સ્થિત મકાનમાં રેડ બાતમીના આધારે LCB પી.એસ.આઈ. એસ.વી. પઢારીયા, એ.એસ.આઈ. શૈલેષકુમાર, નરેન્દ્રસિંહ, મહેન્દ્રકુમાર, નીલેશકુમાર અને હેડ કોન્સ્ટેબલ મોહનસિંહ સહિતના સ્ટાફે પંચો સાથે વિનાયક રેસીડેન્સી સ્થિત મકાનમાં રેડ કરી હતી. ઘરમાં અને ઉપરના માળે તપાસ કરતા ઉપરના બેડરૂમના બાથરૂમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની સીલબંધ પેટીઓ, છૂટી બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ 1223 નંગ બોટલ અને બીયર (કુલ 277.940 લીટર) જેની અંદાજિત કિંમત રૂ. 3,22,703નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ દરોડા સમયે બંને આરોપીઓ રમેશ સોમા માળી અને ઠાકોર ભરતજી શંકરજી હાજર મળી આવ્યા ન હતા, જેથી પોલીસે બંને ફરાર આરોપીઓ સામે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના મહારાણી વિજયરાજ કુંવરબાનું નિધન:97 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, રાજવી પરિવાર સહિત મોરબીમાં શોક, પાર્થિવદેહ મુંબઈથી રાજકોટ થઈ મોરબી લવાશે
    Next Article
    બોટાદમાં દબાણ હટાવ કામગીરીથી ગરીબ શ્રમિકો મુશ્કેલીમાં:96 લારી-દુકાનો જપ્ત કરાઈ, PM સ્વનિધિ લોનના હપ્તા ભરવા મુશ્કેલ બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment