Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    320 રન ચેઝ કરી રહેલી અફઘાનિસ્તાન-Aના 5 બેટર્સ પેવેલિયન ભેગા:બહીર શાહ ફિફ્ટી બનાવી આઉટ; ઈન્ડિયા-Aના 5 બોલર્સને એક-એક વિકેટ મળી

    4 days ago

    ઈન્ડિયા-Aએ ટ્રાઈ-નેશન સિરીઝની કરો યા મરો મેચમાં અફઘાનિસ્તાન-Aને 320 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બુધવારે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 319 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન-Aનો સ્કોર 31 ઓવરમાં 196/5 છે. ટીમ તરફથી મોહમ્મદ ઈશાક અને ફરમાનુલ્લા સફી ક્રિઝ પર છે. વૈભવ 38 રનમાં આઉટ, ત્રણ બેટર્સે ફિફ્ટી ફટકારી 15 વર્ષનો ઓપનર વૈભવ સૂર્યવંશી 28 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો. તે સતત ચોથી ઇનિંગમાં ફિફ્ટી બનાવી શક્યો નથી. જોકે, પ્રિયાંશ આર્યા (58 રન), કુમાર કુશાગ્ર (58 રન) અને તિલક વર્મા (59 રન)ની ઇનિંગ્સથી ટીમને 300 રનને પાર પહોંચાડી દીધી હતી. અફઘાનિસ્તાન-A તરફથી ફરીદૂન દાઉદઝઈ અને ફરમાનુલ્લાહ સફીએ 2-2 વિકેટ ઝડપી હતી. પ્રિયાંશ આર્યએ ફિફ્ટી ફટકારી 24 વર્ષના ભારતીય ઓપનર પ્રિયાંશ આર્યાએ લિસ્ટ-A કરિયરની ચોથી ફિફ્ટી ફટકારી. તે 42 બોલમાં 58 રન બનાવીને આઉટ થયો. તેણે વૈભવ સૂર્યવંશી સાથે 75 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. વૈભવ સિરીઝમાં ફેલ, એક પણ ફિફ્ટી ન ફટકારી શક્યો વૈભવ સૂર્યવંશી આ સિરીઝમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહીં. તે આ સિરીઝની 4 મેચમાં માત્ર 117 રન જ બનાવી શક્યો. આ સિરીઝમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 44 રન રહ્યું હતું. વૈભવની છેલ્લી 4 ઇનિંગ્સનું પ્રદર્શન જુઓ… ઈન્ડિયન ઓપનર્સમાં ફિફ્ટી પાર્ટનરશીપ થઈ બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), નિશાંત સિંધુ, સૂર્યાંશ શેડગે, વિપરાજ નિગમ, અનુકુલ રોય, અંશુલ કંબોજ અને યશ ઠાકુર. અફઘાનિસ્તાન-A: ઈમરાન મીર (કેપ્ટન), હસન ઈસાખિલ, ખાલિદ તનીવાલ, બહીર શાહ, ફરમાનુલ્લા સફી, શમ્સ ઉર રહમાન, મોહમ્મદ ઈશાક (વિકેટકિપર), ઝહીર ખાન, અબ્દુલ્લા અહમદઝઈ, ફૈસલ શાન અહમદઝઈ, ફરીદૂન દાઉદઝઈ.
    Click here to Read More
    Previous Article
    શુભમન ગિલે 16 મહિના પછી વન-ડેમાં સેન્ચુરી ફટકારી:154 રન બનાવી આઉટ થયો, ઈશાન કિશને 125 રન બનાવ્યા; ઈન્ડિયાનો સ્કોર 370ને પાર
    Next Article
    લંડનની ગલીઓમાં 'કિંગ કોહલી'ની પપ્પા ડ્યુટી!:દીકરા અકાયને ખભા પર ઉઠાવીને ફર્યો; અનુષ્કા પતિના ખભા પર માથુ રાખીને જમીન પર સૂતી દેખાઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment