Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુભમન ગિલે 16 મહિના પછી વન-ડેમાં સેન્ચુરી ફટકારી:154 રન બનાવી આઉટ થયો, ઈશાન કિશને 125 રન બનાવ્યા; ઈન્ડિયાનો સ્કોર 370ને પાર

    4 days ago

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની બીજી મેચ આજે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશ્મતુલ્લાહ શાહિદીએ ટૉસ જીતીને બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 45 ઓવરમાં 373/6 છે. ટીમ તરફથી વોશિંગ્ટન સુંદર ક્રિઝ પર છે. કેપ્ટન શુભમન ગિલે 154 ફટકાર્યા, જ્યારે ઈશાન કિશને 125 રન બનાવ્યા હતા. બન્ને બેટર્સ વચ્ચે ત્રીજી વિકેટ માટે 224 રનની ભાગીદારી થઈ હતી. શુભમન ગિલે 16 મહિના પછી વન-ડેમાં સેન્ચુરી ફટકારી છે. આ પહેલા તેણે ફેબ્રુઆરી 2025માં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. આ પહેલા ભારતની શરૂઆત સારી રહી ન હતી. યશસ્વી જયસ્વાલ 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા અને શુભમન ગિલે બીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરીને ઇનિંગ્સ સંભાળી હતી. રોહિત 48 રન બનાવીને આઉટ થયો હતો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, ગુરનૂર બરાર, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. અફઘાનિસ્તાન (AFG): રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દરવીશ રસૂલી, રાશીદ ખાન, નાંગેલિયા ખરોતી, એએમ ગઝનફર, મોહમ્મદ સલીમ સફી અને બિલાલ સામી.
    Click here to Read More
    Previous Article
    Engineers in Odisha caught faking Deputy Speaker’s signature for transfers
    Next Article
    320 રન ચેઝ કરી રહેલી અફઘાનિસ્તાન-Aના 5 બેટર્સ પેવેલિયન ભેગા:બહીર શાહ ફિફ્ટી બનાવી આઉટ; ઈન્ડિયા-Aના 5 બોલર્સને એક-એક વિકેટ મળી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment