Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા-જળસંપત્તિ વિભાગમાં મોટા પાયે બદલી:32 અધિકારીઓની બદલીના હુકમ, તાત્કાલિક હાજર થવા અને EMS પોર્ટલ અપડેટ કરવા સૂચના

    1 day ago

    ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રાજ્યમાં મોટા પાયે વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલા વિવિધ આદેશો મુજબ મદદનીશ ઇજનેર (સિવિલ), ક્લાસ-2 તેમજ અધિક મદદનીશ ઇજનેર સહિત કુલ ૩૨ વરિષ્ઠ અધિકારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. આ બદલીઓમાં વહીવટી જરૂરિયાત, જાહેર હિત તેમજ કેટલાક કિસ્સાઓમાં અધિકારીઓની સ્વ-વિનંતી (ઓન રિક્વેસ્ટ) ધ્યાને રાખીને નવી નિમણૂકો ફાળવવામાં આવી છે. મદદનીશ અને અધિક મદદનીશ એન્જિનિયરોને નવી જવાબદારી વિભાગના આદેશ અનુસાર, ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને મહેસાણા સહિતના વિવિધ જિલ્લાના સિંચાઈ વર્તુળોમાં ફરજ બજાવતા મદદનીશ કાર્યપાલક એન્જિનિયર (સિવિલ) ક્લાસ-૩ના અધિકારીઓને નવી જગ્યાઓ સોંપવામાં આવી છે. આ ઉપરાંત, નર્મદા યોજના, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) તથા વિવિધ પ્રાદેશિક સિંચાઈ યોજનાઓ હેઠળ કાર્યરત ક્લાસ-2 અને ક્લાસ-3ના અધિક મદદનીશ એન્જિનિયરોની પણ બદલીઓ કરીને નવી વહીવટી જવાબદારીઓ સોંપાઈ છે. તાત્કાલિક હાજર થવા અને EMS પોર્ટલ અપડેટ કરવા સૂચના બદલી પામેલા તમામ 32 અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની વર્તમાન જગ્યાનો ચાર્જ સોંપી નવી નિમણૂકના સ્થળે હાજર થવા માટે કડક આદેશ આપવામાં આવ્યો છે. વિભાગે સંબંધિત કચેરીઓને આદેશ આપ્યો છે કે બદલી પામેલા અધિકારીઓની સર્વિસ બુક (સેવા નોંધ) અને ਪਰફોર્મન્સ એપ્રિઝલ રિપોર્ટ (PAR) સહિતની તમામ જરૂરી વિગતો નવી કચેરી ખાતે મોકલી આપવી તેમજ વિભાગના EMS (એમ્પ્લોયી મેનેજમેન્ટ સિસ્ટમ) વેબ પોર્ટલ પર ડેટા તાત્કાલિક અપડેટ કરવો.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં 3 મકાનમાં ચોરી કરનાર બે ઝડપાયા:બંને શખ્સોએ ખેરાલુના સરદારજી સાથે મળી મકાનોના તાળા તોડયા હતા, ક્રાઇમ બ્રાન્ચે રોકડ, બાઈક, સાધનો કબ્જે કર્યા
    Next Article
    ગામડાંમાં હવે પુસ્તકાલયની ‘હોમ ડિલિવરી’:2.80 લાખ પુસ્તકોનો ખજાનો 63 લાયબ્રેરી સુધી પહોંચશે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ‘ગ્રામીણ જ્ઞાન સેતુ’નો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment