Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 32 વર્ષના યુવકે સુસાઈડ નોટ લખી ઝેર પીધું:પુત્રની હાલત જોઈ માતાએ પણ દવા ગટગટાવી; વેપારીએ 3 કરોડ ન ચૂકવતા તેની સામે જ પગલું ભર્યું

    6 days ago

    ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતમાં વ્યાપારિક ઉઘરાણીના મામલે વધુ એક વેપારી પરિવાર બરબાદીના આરે આવી ગયો છે. અશ્વિનીકુમાર રોડ પર હોટ ફિક્સ મશીનનું કામ કરતા 32 વર્ષીય યુવાને અન્ય વેપારી પાસે લેવાના નીકળતા 3 કરોડથી વધુની રકમ ન મળતા અને સામેથી પોલીસ કેસની ધમકી મળતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. કરુણતા તો એ છે કે, દીકરાને હોસ્પિટલમાં મરણ પથારીએ જોઈ માતાએ પણ ઝેર ગટગટાવી લેતા ચકચાર મચી ગઈ છે. શું છે સમગ્ર મામલો? શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા મોદી મહોલ્લામાં ગોડાઉન ધરાવતા 32 વર્ષીય યુવાન વેપારી હોટ ફિક્સ મશીનનું જોબવર્ક કરતા હતા. તેમણે એક કાપડ વેપારીને ત્યાં મોટું કામ કર્યું હતું, જેના પેટે કુલ 3 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી. લાંબા સમયની ઉઘરાણી બાદ સામા પક્ષે માત્ર 71 લાખ જ ચૂકવ્યા હતા. બાકીના અઢી કરોડથી વધુ રૂપિયા માટે યુવાન જ્યારે પણ ઉઘરાણી કરતો, ત્યારે તેને વાયદાઓ આપવામાં આવતા હતા. પોલીસ મથકે સમાધાનને બદલે ધમકી આપી ગઈકાલે કાપડ વેપારીએ ભોગ બનનાર યુવાનને પોલીસ મથકે બોલાવ્યો હતો. યુવાનને આશા હતી કે અહીં તેના નાણાંનો નિકાલ આવશે, પરંતુ તેના બદલે કાપડ વેપારીએ ઉદ્ધત વર્તન કરી 'તારા પર કેસ કરી દઈશ અને જેલમાં મોકલી દઈશ' તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ માનસિક ત્રાસ સહન ન થતા યુવાને ત્યાં જ ઝેરી દવા પી લીધી હતી. પુત્રને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા જોઈ માએ પણ ઝેર પીધું યુવાનની તબિયત લથડતા તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોતાના એકના એક જુવાનજોધ દીકરાને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો જોઈ માતા ભાંગી પડી હતી. તેમણે પણ ઝેરી દવા પી લેતા તબીબોમાં દોડધામ મચી ગઈ હતી. હાલ માતા અને પુત્ર બંનેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે પ્રાથમિક વિગતો નોંધીને જે કાપડ વેપારીએ નાણાં ઓળવી લીધા છે તેની વિગતો એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે. વેપારીના પરિવારજનોના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. વેપારીએ ચેક લઈ ખોટી એમાઉન્ટ ભરી જમા કરાવી દીધા દવા ગટગટાવી લેનાર વેપારીએ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, વેપારીએ મારી જોડે ફ્રોડ કર્યું. મારી પાસેથી ચેક લીધા હતા. ચેકમાં ખોટી એમાઉન્ટ નાખીને બધી ભરી દીધી. મારે એને 5 લાખ રૂપિયા દેવાના હતા. એની જગ્યાએ બધામાં અલગ અલગ રકમ લખીને એણે ચેક ડિપોઝિટ કર્યા. વેપારીએ દાબ-ધમકીથી બધા ભાવ ભરાવી લીધા અને મને જે ભાવ ભરવાનો હતો એ આપ્યો નહીં. બધા ચલણ ઓરિજનલ, ઝેરોક્સ બધું એની પાસે રાખ્યું અત્યારે મારે એની પાસેથી 3 કરોડ રૂપિયા લેવાના છે. એણે મને 71 લાખ રૂપિયા આપ્યા. પછી મને હિસાબ જ નથી કરાવ્યો, મારા ચલણ પણ નથી આપતા. બધા ચલણ ઓરિજનલ, ઝેરોક્સ બધું એની પાસે રાખ્યું છે. મને કંઈ વસ્તુ આપતા જ નથી. હું જાઉં છું તો કહે છે બધો હિસાબ પૂરો થઈ ગયો. વેપારી સિવાય બીજા કોઈનું પ્રેશર નહોતું મને. અન્ય ખાતાવાળા તો મારી જોડે બધા સપોર્ટમાં ઉભા છે. એ બધા તો કહેતા હતા કે અમે આવીએ બધા, વેપારીમાં આવીએ બધા તમારી જોડે. ત્રાસ આપનાર વેપારીનું આશિષભાઈ શાહ છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ UCC બિલ ગૃહમાં રજૂ કર્યું:રમણલાલ વોરાની ખેડાવાલાને સંબોધીને તલાક-હલાલા પ્રથાઓ અંગે ટિપ્પણી, અધ્યક્ષની સીધું સંબોધન કરવા સૂચના
    Next Article
    ભરૂચના ઓસારા ગામે મહાકાળી મંદિરે ભીડ:ચૈત્ર નવરાત્રિ નિમિત્તે દર્શન માટે લાંબી કતારો લાગી; 26 માર્ચે આઠમના હવન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment