Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના ઘૂંટુ પાસે કારમાંથી વિદેશી દારૂની 315 બોટલ મળી:એલસીબી પોલીસે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરી, 8.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો; બે ઝડપાયા, એક ફરાર

    6 hours ago

    મોરબીના ઘૂંટુ ગામ પાસે એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરી. પોલીસે મારુતિ સુઝુકી બ્રેઝા કારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પકડ્યો હતો. પોલીસે બ્રેઝા કાર (નંબર GJ-36-BB-5656)ની તપાસ કરી. તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 315 બોટલ મળી આવી. આ દારૂની કિંમત 75,485 રૂપિયા છે. પોલીસે 8 લાખ રૂપિયાની કાર સહિત કુલ 8,75,485 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ કેસમાં પોલીસે પ્રતાપભાઈ ભરતભાઈ કેરવાડીયા અને રોહિતભાઈ સવઘણભાઈ ઈંદરીયાને પકડ્યા છે. બંને હળવદના રાતાભર ગામના રહેવાસી છે. જ્યારે હળવદના માથક ગામનો શક્તિ રાજપુત ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના વીસીપરામાંથી 6 ટ્રેક્ટરની બેટરી ચોરાઈ:રાત્રિના સમયે પાર્ક કરેલા ટ્રેક્ટરોને તસ્કરોએ નિશાન બનાવ્યા, 42 હજાર રૂપિયાની બેટરીઓ લઈ ફરાર
    Next Article
    बिजनौर में भारी मात्रा में बारूद बरामद, दर्जनों कारतूस भी मिले, कॉन्टलो की तादाद में बारूद भी मिला

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment