Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    31 માર્ચ સુધી PPF-સુકન્યામાં ન્યૂનતમ રકમ જમા કરો:આવું ન કરવા પર એકાઉન્ટ બંધ થઈ શકે છે, જાણો શું છે નિયમો

    1 week ago

    જો તમારું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એકાઉન્ટ છે, પરંતુ આ નાણાકીય વર્ષમાં તેમાં પૈસા જમા કરાવી શક્યા નથી, તો એકાઉન્ટ એક્ટિવ રાખવા માટે તેમાં 31 માર્ચ 2026 સુધીમાં થોડા રૂપિયા જરૂર જમા કરાવી દો. PPF અને SSY માં પૈસા જમા ન કરાવવા પર આ એકાઉન્ટ્સ ઇનએક્ટિવ (બંધ) થઈ શકે છે. જો લઘુત્તમ જરૂરી રકમ જમા ન કરાવી, તો તેને ફરીથી એક્ટિવ કરાવવા માટે તમારે દંડ ભરવો પડશે. તમારે તમારી આ યોજનાઓમાં લઘુત્તમ રોકાણ જાળવી રાખવું પડે છે જેથી એ જાણી શકાય કે તમારું ખાતું એક્ટિવ છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે એકાઉન્ટમાં તમારે કેટલી લઘુત્તમ રકમ જમા કરાવવી પડે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) PPF એકાઉન્ટ ધરાવનારાઓ માટે લઘુત્તમ ડિપોઝિટ 500 રૂપિયા છે એટલે કે તમારે તેમાં એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું પડે છે. આવું ન કરવા પર તમારું ખાતું બંધ થઈ શકે છે. તેમાં પૈસા જમા કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે, તો તમે તે પહેલાં આ લઘુત્તમ બેલેન્સ જમા કરાવી દો. જો તમે છેલ્લી તારીખ સુધી પૈસા જમા નહીં કરાવો, તો તમારે દર વર્ષે 50 રૂપિયા દંડ ભરવો પડશે. PPF એકાઉન્ટ પર હાલમાં 7.1% વ્યાજ મળી રહ્યું છે. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જો એકાઉન્ટ હોય તો તમારે દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવાના હોય છે. જો તમે આ પૈસા જમા નહીં કરાવો તો તમારે 50 રૂપિયા દંડ ભરવો પડશે. સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ પર હાલમાં 8.2% વ્યાજ મળી રહ્યું છે. ટેક્સ છૂટનો લાભ મળે છે આ બંને સ્કીમમાં રોકાણ કરવા પર ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે. આ હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના વાર્ષિક રોકાણ પર તમે ટેક્સ છૂટ મેળવી શકો છો. સરળ ભાષામાં તેને આમ સમજો, તમે કલમ 80C દ્વારા તમારી કુલ કરપાત્ર આવકમાંથી 1.5 લાખ રૂપિયા સુધી ઘટાડી શકો છો.
    Click here to Read More
    Previous Article
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમેરિકી બજાર 400 અંક ઘટ્યું:48,501ના સ્તરે બંધ થયું; ટ્રમ્પના એક નિવેદનથી બજારમાં રિકવરી આવી
    Next Article
    નાગ ચૈતન્ય ફિલ્મ 'વૃષકર્મા'ની ઇવેન્ટમાં ધડામ દઈને પડ્યો:બેસતી વખતે ખુરશીનો પાયો વળી ગયો; એક્ટર તરત જ સ્પોર્ટ વગર ઊભો થઈ ગયો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment