Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત શાહે અમદાવાદનો સરખેજ-ઈસ્કોન ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યો:રાણીપની સભામાં કહ્યું-31 ડિસે., 2028 સુધીમાં ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરીશું, 1033 નંબર પર જાણ કરજો

    17 hours ago

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં રૂ. 1,024 કરોડના વિવિધ 30 વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આવાસ યોજનાના મકાનોનો ડ્રો કર્યા છે. આ ઉપરાંત 450 કરોડના ખર્ચે બનેલા અને 4.5 કિમી લાંબા સરખેજ-ઈસ્કોન એલિવેટેડ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બ્રિજ સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેનાથી વાહનચાલકો કોઈપણ ટ્રાફિક સિગ્નલ વિના સીધા ગાંધીનગર નોનસ્ટોપ પહોંચી શકશે. આ આધુનિક બ્રિજ પરથી રોજના 2 લાખથી વધુ લોકો સરળતાથી અવરજવર કરી શકશે, જેથી એસ.જી. હાઈવે પરની ટ્રાફિક સમસ્યામાં મોટો ઘટાડો થશે. ખાસ તો વાહનચાલકોએ YMCA, પ્રહલાદનગર, કર્ણાવતી ક્લબ જંક્શન પર ઊભા રહેવામાંથી મુક્તિ મળશે. ત્યારબાદ જોધપુરમાં નવનિર્મિત ‘નોલેજ હબ’ અને ગોતા ખાતે અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાંથી વાડજ ખાતે રામાપીરના ટેકરાએ પહોંચ્યા હતા. જ્યાં આવાસ યોજનાના મકાનોની માલિકોને ચાવી સોંપી હતી. આ કાર્યક્રમ પૂર્ણ કરી અમિત શાહે રાણીપમાં જાહેર સભા સંબોધી હતી. જેમાં જણાવ્યું કે, ગુજરાતને 31 ડિસેમ્બર, 2028 સુધીમાં ડ્રગ્સ મુક્ત કરીશું. ડ્રગ્સ અંગે 1033 નંબર પર જાણ કરજો અને જાણ કરનારનું નામ પણ ક્યાંય આવશે નહીં. 1033 નંબર પર 1 ડિસેમ્બર પછી ક્યાંય પણ ડ્રગની પડીકીનું વેચાણ હોય તો તમામ નાગરિકોને મારી ખાતરી છે કે, 1033 પર લખાવી દેજો, તમારું નામ ખાનગી રાખવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલની સરકાર ડ્રગ્સ વેચનારને જેલમાં ધકેલી દેશે. 'ડ્રગ્સની વેચનારના આકાઓને જેલમાં નાંખીશું, 2029માં દેશને ડ્રગ્સ ફ્રી કરીશું' નશો આપણી આવનારી પેઢી અને દેશને બરબાદ કરવાનું કામ કરે છે. નશામાંથી કમાયેલા પૈસાથી દેશમાં આતંકવાદ ફેલાવવાનું કામ થાય છે. 31 ડિસેમ્બર, 2029 સુધીમાં નશામુક્ત ભારત કરવાનું છે. 1033નો કંટ્રોલરૂમ 1 ડિસેમ્બર સુધીમાં બની જશે. આ નશામાંથી મુક્ત કરવાના સેન્ટરો પણ છે. શરમાયા વિના સારવાર કરાવવી. તમારા સંતાનનું નામ ક્યાંય બહાર નહીં આવે પણ તેને ડ્રગ્સ ફ્રી કરાવો. આ વ્યવસ્થાની શરૂઆત કાળી ચૌદશથી કરી છે, કાળી ચૌદશ એટલા માટે પસંદ કરી છે ડ્રગ્સનો વેપાર કરવા માટે એ દિવસ કાળો સાબિત થવાનો છે. જેટલી સુચના મળશે તેના આધારે 3 કલાકમાં જ કાર્યવાહી કરાશે. ભારત પહેલાં અમદાવાદ અને ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરવા છે. મારી સામાજિક-રાજકીય કારકિર્દી રામાપીરના ટેકરાથી શરૂ થઈ રામાપીરના ટેકરાની વાત કરું તો બહું ઓછા લોકોને ખબર હશે કે, મારી સામાજિક-રાજકીય કારકિર્દી અહીંથી શરૂ થઈ છે. 1985માં ચૂંટણીના કાર્ડ વહેંચવા માટે જ્યારે રામાપીરના ટેકરા પર જતા ત્યારે બે લાઈન વચ્ચેથી ગટરનું પાણી જાય. પીવાના પાણીની વ્યવસ્થા નહીં, બાળકોને ભણવાની વ્યવસ્થા નહીં, રોગચાળો, નાના ગુનાઓનો ઢગલો. એ વખતે થતું કે, આટલાબધા 50-55 હજાર લોકો ગાંધીનગર ટેકરો અને રામાપીર ટેકરો કઈ રીતે જીવન વ્યતીત કરતા હશે. નરેન્દ્ર મોદી 2007માં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઝૂંપડપટ્ટીના સ્થાને ઘરના ઘરની યોજના લઈ આવ્યાં. આ યોજનામાં અનેક સુધારા થતા-થતા આજે જે રામાપીરના ટેકરાના રહીશોને ઘર મળવાના છે તે જોઈને આવ્યો છું. ખાનગી ફ્લેટ જેવા બાંધેલા ઘર મળ્યાં છે. એકદમ સ્વચ્છ અને પંખાની વ્યવસ્થા છે. જ્યારે આખી યોજના પતી જશે, ત્યારે સામાજિક સુરક્ષા, મનોરંજન, વાંચન, ભણતર અને સ્વાસ્થ્ય આ તમામ સુવિધાઓ એક જ કોમ્પ્લેક્સમાં 55 હજારથી વધુ લોકોને ઉપલ્બધ થશે. ‘રામાપીરનો ટેકરો ખુલ્લે એટલે કમળ પર ચાર કે પાંચ મત દયા ખાધી હોય એમ મળ્યા હોય’ આજે હું કોંગ્રેસીયાઓને કહેવા માંગુ છું કે, 1947થી 1990 સુધી દેશ અને ગુજરાત પર રાજ કર્યું પણ ક્યારેય રામાપીરના ટેકરાની ચિંતા નથી કરી. હું તો શરૂઆતથી બુથ ખુલતુ ત્યારે મતગણતરીમાં બેસતો હતો. રામાપીરનો ટેકરો ખુલ્લેને એટલે કમળ પર ચાર કે પાંચ મત દયા ખાધી હોય તે કોઈના મળ્યા હોય. આખું જીવન આ રામાપીરના ટેકરાવાળા નાગરિકો-ગરીબોએ કોંગ્રેસને મત આપ્યાં, પણ કોંગ્રેસે તેઓનું ઘર ન બાંધ્યું એટલે ન બાંધ્યું. છેક 1995માં જ્યારે અમારો પહેલો કાઉન્સિલર જયેશ પરમાર ચૂંટાયો ત્યારથી રામાપીરના ટેકરાથી અમને મત મળવાની શરૂઆત થઈ. આજે મને આનંદ છે કે, ફરતા-ફરતા હું 2012માં અહીંથી ધારાસભ્ય થયો. પહેલાં હું સાબરમતી વિધાનસભામાં રહેતો હતો, પણ ધારાસભ્ય બનાવ્યો સરખેજથી. 2012માં અહીંથી ટિકિટ આપી, ત્યારે પ્રયાસ શરૂ કર્યો હતો. આજે ખરેખર રામાપીરના ટેકરાના લોકોને ઘર મળ્યાં છે, તે જોઈને મનમાં ઊંડો સંતોષ અને આનંદની લાગણી થાય છે. અહીંની નવી પેઢી બાળપણથી જ ભણતર, વાંચન, સ્વાસ્થ સહિતની સુવિધાયુક્ત થવાથી અને પોતાના જીવનને આગળ વધારવાનો રસ્તો મળશે. હું તમામ રહીશોને કહેવા માંગુ છું કે, તમારા બાળકોને ભણાવવાનો આગ્રહ રાખજો. મ્યુનિસિપ્લ કોર્પોરેશન તમામ શાળાઓ સ્માર્ટ સ્કૂલમાં બદલવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. આજે પણ બે શાળાનું લોકાપર્ણ થયું છે.લગભગ 1 લાખ લોકોની ઝૂંપડપટ્ટી અમદાવાદ શહેરમાં સમાપ્ત કરી, ઝૂંપડપટ્ટીના રહીશોને ઘર આપવાની યોજના નરેન્દ્ર મોદીએ ચાલુ કરી હતી અને ભૂપેન્દ્ર પટેલ આગળ વધારી રહ્યાં છે. આ લોકોને હું ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. ‘બોપલ-ઘુમામાં 2029માં પહેલાં 25 ઇંચ વરસાદ પડે તો પણ પાની નહીં ભરાય’ બોપલ અને ઘુમામાં વરસાદી પાણીના નિકાલ માટે પંપહાઉસ નિર્માણ માટે પણ ભૂમિપૂજન થયું. ગયાં ચોમાસામાં એક જ દિવસમાં 21 ઇંચ વરસાદ પડ્યો. બોપલ-ઘુમા મારો અને ભૂપેન્દ્રભાઈનો મત વિસ્તાર છે. અહીં ચોમાસામાં ઘરોમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતાં અને બહેનોમાં રોષનો કોઈ પાર નહોંતો. હું 30 વર્ષથી ત્યાંથી ધારાસભ્ય હતો, પછી સંસદ સભ્યો થયો, એટલે કોઈએ અવિવેક ન કર્યો પણ આંખમાં પ્રશ્ન જરૂર હતો કે આનું શું થશે? એ વખતે કહ્યું હતું કે, બીજીવાર મત લેવા આવીશ 2029માં એ પહેલાં 25 ઇંચ વરસાદ પડે તો પણ પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરીને આવીશ. તેની શરૂઆત આજે થઈ છે. ‘હું મોટર સાયકલ પર સરખેજથી ગાંધીનગર જતો ત્યારે અઢી કલાક થતાં’ 4 કિમી લાંબો ઈસ્કોન ઓવરબ્રિજ આજે શરૂ થયો છે. એક જમાનામાં હું મોટર સાયકલ પર સરખેજથી ગાંધીનગર જતો ત્યારે ગણીને અઢી કલાક થતાં હતાં. ત્રણ વર્ષ પછી અમદાવાદવાળાઓને હું કહીને જાવ છું કે, સરખેજથી ગાંધીનગર પહોંચવામાં કોઈ જગ્યાએ સિગ્નલ નહીં આવે. ઓવરબ્રિજથી ઓવરબ્રિજ ગાંધીનગર પહોંચી જશો. દુનિયાના બહું ઓછા શહેરોમાં આવી વ્યવસ્થા હોય છે. ‘જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ભરેલું પાણી મિનરલ વોટર જેવું જ લાગશે’ આજે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન થયું. પશ્ચિમના વિસ્તારમાં વસ્તી વધતી જાય તેને નર્મદાનું પાણી શુદ્ધ કરી જાસપુર પ્લાન્ટમાંથી આપીએ છીએ. 2002માં પ્લાન્ટ બન્યા બાદ સુધારો પણ થયો. અહીં ભરાતા પાણીના નિકાલની પણ વ્યવસ્થા કરી છે. આ પ્લાન્ટનું પાણી બોટલમાં ભરો તો મિનરલ વોટર જેવું જ લાગશે.
    Click here to Read More
    Previous Article
    રાહુલે કહ્યું- પીએમએ અમને નક્સલી કહ્યા, મારી સાથે ચર્ચા કરે:તે પછી કોઈ જવાનની સામે ઊભા રહી શકશો નહીં; 8 દિવસમાં છઠ્ઠી વખત પડકાર
    Next Article
    મિનિટોમાં લૂંટાયો 151 મણનો અન્નકૂટ:હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓેને કરી ટકોર, અમિત શાહે આપી દિવાળી ગિફ્ટ,અમદાવાદ, વડોદરા, સુરતની બેન્કોને મળી ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment