Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમકુમ મંદિરના સંતો 31 જુલાઈથી લંડનમાં સત્સંગનો લાભ આપશે:2 ઓગસ્ટે લંડન કુમકુમ મંદિરનો 13મો પાટોત્સવ ઉજવાશે

    8 hours ago

    કુમકુમ મંદિર, મણિનગરના સંતો ભારતીય સંસ્કૃતિના પ્રચાર અર્થે લંડન પધારી રહ્યા છે. સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી દ્વારા સ્થાપિત આ મંદિરના સંતો ૩૦ જુલાઈ, ૨૦૨૪ના રોજ લંડન પહોંચશે. સંતો ૩૧ જુલાઈથી ૧૭ ઓગસ્ટ સુધી લંડનના પાર રોડ, સ્ટેનમોર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કુમકુમ - યુ.કે.માં નિવાસ કરશે. આ સમયગાળા દરમિયાન, દરરોજ સાંજે ૭:૦૦ થી ૯:૦૦ વાગ્યા સુધી સત્સંગ સભા યોજાશે. શનિવાર અને રવિવારે સાંજે ૫:૦૦ થી ૭:૩૦ વાગ્યા સુધી વિશેષ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટીવેશનલ સ્પીકર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી ભક્તોને પ્રવચનનો લાભ આપશે. સંતો ૧૮ ઓગસ્ટના રોજ અમદાવાદ કુમકુમ મંદિર પરત ફરશે. આ વિચરણ દરમિયાન કીર્તનભક્તિ, શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ, શ્રી હરિનું ષોડ્શોપચારથી પૂજન, સામૂહિક આરતી, યુવા શિબિર અને સંતવાણી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, લંડનનું કુમકુમ મંદિર છેલ્લા ૧૩ વર્ષથી કાર્યરત છે. મંદિરના પાટોત્સવ પ્રસંગે ૧ ઓગસ્ટના રોજ સાંજે ૫:૩૦ થી ૭:૩૦ વાગ્યા દરમિયાન ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. મુખ્ય કાર્યક્રમ તરીકે ૨ ઓગસ્ટના રોજ સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી ૧૩મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી લંડનની ભૂમિ પર આઠ વખત પધારી ચૂક્યા છે અને તેમણે સૌને સંસ્કાર તથા સદાચારના પાઠ શીખવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભારતીય હોકી ટીમની નારંગી જર્સી પર વિવાદ:પૂર્વ કેપ્ટન રાસ્કિન્હા બોલ્યા- વાદળી રંગ અમારી ઓળખ; હોકી ઇન્ડિયાના અધ્યક્ષે કહ્યું- ખેલાડીઓને રંગ પંસદ ન હતો
    Next Article
    ગઢડામાં શિક્ષણ મંત્રીએ 175 ખેડૂતોને કિટ આપી:પ્રાકૃતિક ખાતર, સહાય પ્રમાણપત્રો અને સાધનોના મંજૂરી પત્રોનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment