Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઇન્વેસ્ટીગેશન:રાજકોટ મહાનગરપાલિકાએ 31 વર્ષ પહેલા રૂ.13 કરોડની ખાનગી માલિકીની જમીન પર, 31 લાખનો ખર્ચ કરી બગીચો બનાવી નાખ્યો

    12 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાએ 31 વર્ષ પહેલાં આચરેલ કારસ્તાન ઇસ્ટ ઝોન ના ગઢીયા નગરમાં ખૂલ્યું છે રોડ ની કપાતમાં જતા પ્લોટ પર સોસાયટીના લોકોના કહેવાથી બગીચો બનાવ્યા બાદ ખાનગી માલિકીના લાગુ પ્લોટ કે જેનો કાનૂની વિવાદ ચાલુ હોવા છતાં સોસાયટી કે મૂળ માલિકને પૂછ્યા વગર પ્લોટ પર બગીચાનું વિસ્તરણ કરી અત્યાર સુધીમાં અંદાજે 31લાખનો ખર્ચ કરી નાખ્યા બાદ હવે આ પ્લોટ મૂળ માલિકને સોંપવાના કોર્ટના આદેશ થી સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે. શહેરના સંતકબીર રોડ ઉપર આવેલા ગઢિયા નગરમાં 36 વર્ષ પહેલાં ટીપી નો રોડ નીકળતા કપાતની 200 ચો.મી. જગ્યા રિઝર્વેશન રાખવામાં આવેલ સમય જતા સોસાયટીના લોકોએ આ જગ્યા ઉપર બગીચો બનાવવાની મનપાને રજૂઆત કરતા બગીચો તૈયાર કરવામાં આવેલ પરંતુ બગીચાને લાગુ ખાનગી માલિકીના પ્લોટની તપાસ કર્યા વગર 2200 ચો.મી. જમીન ભૂ માફિયાઓની માફક પચાવી પાડીઆ જગ્યા ઉપર કોઈને પૂછ્યા વગર બગીચાનું વિસ્તરણ કરી જરૂરી તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી પરંતુ આ ખાનગી માલિકીના પ્લોટનો કેસ કોર્ટમાં ચાલુ છે કે કેમતેની તપાસ અધિકારીઓ કે તે વખતના શાસકોએ ન કરતા વર્ષો બાદ પ્લોટ માલિક કેસ જીતી જતા હવે આ અંદાજે 2200 ચો.મી. જગ્યા મૂળ માલિકને સોંપવી પડે તેમ હોય મહાપાલિકામાં ચાલતી કારસ્તાન કરવાની પ્રથા ફરી ખુલ્લી પડી છે. પ્રજાના 31લાખ રૂપિયા એળે જશે ગઢિયા નગરમાં ખાનગી માલિકીના પ્લોટ ઉપર 31 વર્ષ પહેલા કોર્પોરેશને બગીચો બનાવી સમયાંતરે ફેન્સિંગ,વૃક્ષારોપણ, પેવિંગ બ્લોક બાળ ક્રીડાંગણ સહિતનો લાખો રૂપિયા નો ખર્ચ જોયા જાણ્યા વિના સોસાયટીના લોકોના કહેવાથી કરી નાખ્યો અને હવે પ્લોટ મૂળ માલિકને આપવો પડે તેમ હોવાથી બગીચાનો લાભ હવે સોસાયટી ને જ નહીં મળે જેની સામે પ્રજાના 31લાખ રૂપિયા પણ એળે જશે. પ્લોટ માલિકનો આભાર માનવો જોઈએ: ડો.જાકાસણિયા બગીચા કૌભાંડમાં મનપાના હાલ ગાર્ડન વિભાગનું સંચાલન કરતા અધિકારી ડૉ.જાકાસણિયાએ જણાવેલ કે જમીન માલિક અગાઉ મારી પાસે આવેલ ત્યારે મેં કીધેલું કે તમે માલિકી સાબિત કરો એટલે તમને કબજો આપી દીધું અને હવે કોર્ટે તેમની ફેવરમાં ચુકાદો આપ્યો છે તો મૂળ માલિકને પ્લોટનો કબજો આપી દેશું અને આટલો ટાઈમ તેમના પ્લોટો નો ઉપયોગ કર્યો તે બદલ તેમનો આભાર તંત્રએ માનવો જોઈએ અને જે તે વખતે ભૂલ થઈ છે તેનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે હવે મૂળ માલિક કપાત મુદે મનપાને ભીડવે તેવી શક્યતા ગઢિયા નગર બગીચા કૌભાંડ માં મૂળ માલિકને પ્લોટનો કબજો મળી જવાનો છે પરંતુ આ પ્લેટની એક સાઈડ મુખ્ય રોડ પર આવે છે અને તે જગ્યા અગાઉ ટીપી રોડ કપાતમાં આવતી હતી આથી જો મનપાનો 200 ચો.મી. નો પ્લોટ રોડ કપાતમાં ન જાય તો પ્લોટ માલિકને મુખ્ય માર્ગનો લાભ ન મળે અને પ્લોટની કિંમત પણ ઓછી થઈ જાય તેમ છે આથી રોડ કપાતની જગ્યા ઉપર બગીચો ન બની શકે તેમજ કપાતની જગ્યા ખુલ્લી છોડવી પડે તે સહિતના મુદે મૂળ માલિક મહાપાલિકાને ભીડવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:‘આવીને ઘરમાં ન રખાય, મારી નંખાય’ તેમ કહી સાસરીયાઓએ પરિણીતાને બેફામ માર માર્યો, લગ્નના 14 વર્ષ બાદ ત્રાસ આપ્યો
    Next Article
    નદીને સ્વચ્છ-પ્રદુષણ મુક્ત રાખવા પ્રયાસ:તાપી શુદ્ધિકરણ માટે ઓવારા સફાઈ અભિયાનનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment