Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મન્નત કા રાજા ટ્રસ્ટ દ્વારા બીલીમોરામાં રક્તદાન શિબિર:મહા રક્તદાન શિબિરમાં 301 યુનિટ રક્ત એકત્રિત કરાયું

    2 days ago

    બીલીમોરામાં 'મન્નત કા રાજા ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા આયોજિત રક્તદાન શિબિરને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આ શિબિરમાં કુલ ૩૦૧ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. માનવતા અને સમાજસેવાની ભાવના સાથે યોજાયેલા આ કેમ્પમાં બ્લડ બેંકના સહયોગથી રક્ત એકત્રિત કરાયું હતું. આ આંકડો ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓની સફળતા દર્શાવે છે. આ રક્તદાન શિબિરમાં બીલીમોરા શહેર તેમજ નવસારી જિલ્લાના આસપાસના ગામો અને શહેરોમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉત્સાહભેર જોડાયા હતા. યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ પણ રક્તદાન કર્યું હતું. ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત તમામ રક્તદાતાઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આયોજકોએ જણાવ્યું કે ૩૦૧ યુનિટ રક્ત એકત્રિત થવું એ માનવતા, સેવા અને સમાજ પ્રત્યેની નિષ્ઠાનું પ્રતિક છે, જે અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપશે. કેમ્પને સફળ બનાવવામાં યોગદાન આપનાર તમામ રક્તદાતાઓ, સ્વયંસેવકો, ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ તેમજ તમામ સહયોગીઓનો ટ્રસ્ટ દ્વારા હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. 'સેવા, સંગઠન, કાર્યરત'ના મંત્ર સાથે આગળ વધી રહેલું મન્નત કા રાજા ચેરિટેબલ ટ્રસ્ટ ભવિષ્યમાં પણ આવા સમાજઉપયોગી કાર્યો ચાલુ રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તાજેતરમાં જ, ટ્રસ્ટ દ્વારા અતિભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    હર્ષાનંદ ગિરિએ કહ્યું- મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું:સંતો પર સવાલ નથી ઉઠાવ્યા, આશ્રમની જવાબદારી સંભાળવા પણ તૈયાર છું
    Next Article
    પાટણમાં વીર માયાદેવ મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:70 વૃક્ષો વાવી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment