Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માત્ર વ્યાજથી 3,00,000 રૂપિયાની કમાણી:પોસ્ટ ઓફિસની સ્કીમમાં બેંકની FD કરતાં વધારે વ્યાજ, દરરોજ 200 રૂપિયાના રોકાણથી બનશે 10 લાખનું ફંડ

    7 hours ago

    સુરક્ષિત રોકાણ અને સારા વળતરની વાત આવે ત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી સરકારી સ્કીમ વધારે લોકપ્રિય છે. આ સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં નાની બચત કરીને પણ મોટું ફંડ એકત્રિત કરી શકાય છે. આવી જ એક યોજના છે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ. જેમાં દરરોજ માત્ર 200 રૂપિયા બચાવીને તમે 10 લાખ રૂપિયાનું ફંડ એકત્રિત કરી શકો છો અને ખાસ વાત એ છે કે 3 લાખ રૂપિયાથી વધુની કમાણી માત્ર વ્યાજથી જ થઈ જાય છે. રોકાણ પર ઝીરો રિસ્ક પોસ્ટ ઓફિસની યોજનાઓને લોકપ્રિય બનાવવામાં સૌથી મહત્વની ભૂમિકા જે બાબતની છે, તે એ છે કે આ સરકારી યોજનાઓ સંપૂર્ણપણે જોખમમુક્ત હોય છે. તેની પાછળનું કારણ એ છે કે તેમાં રોકાણ નાનું હોય કે મોટું, સુરક્ષાની ગેરંટી ખુદ સરકાર લે છે. એટલે કે તમે નિશ્ચિંત થઈને તેમાં રોકાણ કરી શકો છો. આ ઉપરાંત સરકાર દ્વારા આ સ્કીમમાં સારું વ્યાજ પણ આપવામાં આવે છે, જે ઘણી બેંકોની FD પર મળતા વ્યાજ કરતાં વધુ છે. નાની-નાની બચતમાં જોરદાર ફાયદો પોસ્ટ ઓફિસ RD સ્કીમની એક બીજી ખાસ વાત એ છે કે તેમાં તમારે એકસાથે મોટું રોકાણ કરવાની જરૂર પડતી નથી, પરંતુ તમે દરરોજ નાની બચત કરીને પણ મોટું ફંડ એકઠું કરી શકો છો. આ પોસ્ટ ઓફિસ યોજના બિલકુલ એવી રીતે કામ કરે છે, જેમ મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા રોકાણ કરવામાં આવે છે. તેમાં 100 રૂપિયાથી ખાતું ખોલાવીને રોકાણની શરૂઆત કરી શકાય છે. સરકાર આપી રહી છે 6.7 ટકા વ્યાજ પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પર સરકાર તરફથી આપવામાં આવતા વ્યાજ વિશે વાત કરીએ તો, તે 6.7 ટકા મળી રહ્યું છે. તમે આ સ્કીમમાં 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો, જ્યારે મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. એટલે કે, જેટલા ઇચ્છો તેટલા પૈસા રોકાણ કરો અને તેટલો જ વધુ નફો. જોઇન્ટ ખાતું ખોલાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમે સિંગલ એકાઉન્ટ ખોલાવીને રોકાણ કરી શકો છો, જ્યારે પતિ-પત્ની મળીને જોઇન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકે છે. આ સ્કીમમાં રોકાણ માટે મેચ્યોરિટી પિરિયડ 5 વર્ષનો છે અને તે પૂર્ણ થયા બાદ રોકાણને આગામી 5 વર્ષ માટે આગળ વધારવાની સુવિધા પણ આપવામાં આવે છે. તેમાં રોકાણ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે, જેમ કે જો કોઈ મહિને તમે તેમાં સમયસર હપ્તો જમા કરાવવાનું ભૂલી જાઓ, તો પછી દર મહિને 1%નો દંડ લાગે છે. જો સતત 4 હપ્તા ચૂકી જાઓ, તો પછી RD એકાઉન્ટ બંધ થઈ જાય છે. વ્યાજથી 3 લાખ રૂપિયાની કમાણીનું ગણિત સમજો પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટમાં માત્ર વ્યાજથી જ 3 લાખ રૂપિયાની કમાણી કરવાનું ગણિત ખૂબ સરળ છે. પોસ્ટ ઓફિસ RD કેલ્ક્યુલેટરથી ગણતરી કરીએ, તો આ સરકારી સ્કીમમાં ખાતું ખોલાવીને જો તમે દરરોજ માત્ર 200 રૂપિયા બચાવો છો, તો મહિનામાં તમારી બચત 6000 રૂપિયા થશે. હવે આ રકમને દર મહિને 5 વર્ષના મેચ્યોરિટી પિરિયડ સુધી રોકાણ કરવાની છે. આવી સ્થિતિમાં 5 વર્ષ બાદ તમારું કુલ રોકાણ 3,60,000 રૂપિયા થશે અને વ્યાજ સહિતનું ફંડ 4,28,197 રૂપિયા થશે. હવે તમારે તમારું રોકાણ બીજા 5 વર્ષ માટે આગળ વધારવાનું છે. આવું કરવાથી તમારી જમા રકમ 7,20,000 રૂપિયા થશે, જ્યારે વ્યાજની રકમ 3.05 લાખ રૂપિયા હશે. આવી સ્થિતિમાં તમારું કુલ ફંડ વધીને 10,26,131 રૂપિયા થઈ જશે. --------------------------- આ સમાચાર પણ વાંચો: નવરાત્રિ પહેલાં હોમ લોન-કાર લોનના હપ્તા વધશે!:RBI રેપો રેટમાં કરી શકે છે વધારો, અર્થશાસ્ત્રીઓનું 25 બેસિસ પોઈન્ટના વધારાનું અનુમાન ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ઓક્ટોબર બેઠક પહેલાં વ્યાજદરને લઈને બજારમાં હલચલ વધી ગઈ છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના પોલમાં સામેલ 10 અર્થશાસ્ત્રીઓમાંથી 8એ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટના વધારાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેનાથી રેપો રેટ 5.25%થી વધીને 5.50% થઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    ક્રિકેટ, કબડ્ડી જેવું વર્ચસ્વ બાકી રમતોમાં કેમ નહીં?:ગત એશિયન ગેમ્સના 20 ગોલ્ડ ગુમાવ્યા; સમસ્યા ક્યાં છે, ભારત કેમ પાછળ રહી જાય છે?
    Next Article
    સવારે ઊઠતાં જ સૌથી પહેલાં મોબાઈલ હાથમાં લો છો?:આ કુટેવ મગજને નબળું પાડી દેશે! ડૉક્ટર પાસેથી જાણો વ્યસન કેમ છોડાવવું, હેલ્ધી રૂટિન કેવી રીતે ફૉલો કરવું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment