Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3,000 કરોડનું ડ્રગ્સ લઈ આવતા 5 પાકિસ્તાનીને ગુજરાત ATSએ ઝડપ્યા:અરબી સમુદ્રમાં લક્ષદ્વીપથી મુંબઈ જતા ઈરાની જહાજને મધદરિયે ઘેર્યું, કોસ્ટ ગાર્ડ સાથે સંયુકત ઓપરેશન

    15 hours ago

    ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 526 કિલોથી વધુ એમડી ડ્રગ્સ અને મેથામ્ફેટામાઈનનો જથ્થો કબજે કર્યો છે. આ ડ્રગ્સ લઈને આવી રહેલા પાંચેય શખસ પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો અરબી સમુદ્રમાં લક્ષદ્વીપથી મુંબઈ લઈ જવાતો હતો તે પહેલાં જ ATSની ટીમે ઝડપી પાડ્યો છે. ATSએ પકડેલા ડ્રગ્સની કિંમત અંદાજિત 3 હજાર કરોડ જેટલી છે. હાલ ઝડપાયેલા પાંચેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. અરબ સાગરમાં દિલધડક ઓપરેશનની 7 તસવીર આ પણ વાંચો: ATSનું દરિયામાં રાતથી સવાર સુધી ચાલ્યું ઓપરેશન કોકેઇન, ઈનસાઈડ સ્ટોરી અરબી સમુદ્રમાં એક શંકાસ્પદ ઈરાની જહાજને ટ્રેક કર્યું ગુજરાત ATS, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી અને અન્ય ગુપ્તચર એજન્સીઓના ઇનપુટના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપની પશ્ચિમે અરબી સમુદ્રમાં એક શંકાસ્પદ ઈરાની જહાજને ટ્રેક કર્યું હતું. જહાજમાંથી ડ્રગ્સનો જથ્થો મળ્યો જહાજની સતત દેખરેખ અને ટ્રેકિંગ બાદ કોસ્ટ ગાર્ડની ટીમે જહાજ પર બોર્ડિંગ કરીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળ્યો હોવાનું જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    રિપોર્ટ-દેશમાં 9% વિદ્યાર્થીઓ આત્મહત્યા વિશે વિચારે છે:34% કેમ્પસમાં પોતાને પારકા અનુભવે છે; 10 વર્ષમાં 62% આત્મહત્યાના કેસ વધ્યા
    Next Article
    રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર:મંત્રી મંડળના નામોની માફક છેલ્લે સુધી સસ્પેન્સ રાખી ભાજપે ફોર્મ ભરવાના કલાકો પહેલા યાદી જાહેર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment