Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડોક્ટર ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવી અંગત પળોના વીડિયો બનાવતો:3000થી વધુ વીડિયો હોવાનું ખુલ્યું, રૂ.25 લાખની ખંડણી માંગી; રાજકોટમાં તબીબ ઝડપાયો, 11 બોગસ પત્રકારો ફરા

    1 week ago

    રાજકોટમાં ડોક્ટરના ક્લિનિકમાં સ્પાય કેમેરો ગોઠવી તેમની અંગત પળોના વીડિયોને રેકોર્ડ કરી રૂ.25 લાખની માંગણીના મામલામાં એક ડોક્ટર તેમજ તોડબાજ પત્રકારો સહિતની ટોળકી સામે સાયબર ક્રાઇમમાં ગૂનો નોંધાયો હતો. જેમાં પોલીસે મુખ્ય આરોપી ડૉ. કમલ નાંઢાની ધરપકડ કરી છે. ડોક્ટરે સ્પાય કેમેરાથી 3000થી વધુ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા અને બોગસ પત્રકારો મારફતે નાણાની માંગણી કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે હાલ 11 તોડબાજ પત્રકારો પોલીસ પકડથી દૂર છે. જેઓને પુરાવાઓના આધારે ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. મુખ્ય આરોપી ડૉ. કમલ નાંઢાની અટકાયત રાજકોટ સાયબર ક્રાઇમ ACP ચિંતન પટેલે જણાવ્યું હતું કે, ગત 20 માર્ચના રાજકોટ શહેર સાયબર ક્રાઇમમાં એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં BNS કલમ 308(5), 308(4), 35(2), 356(3), 54, 61 અને IT એક્ટ 66(E), 67 અને 67(A) અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ડૉ. કમલ ચમનલાલ નાંઢા સહિત 12 આરોપીઓ હતા. જેમાં 22 માર્ચના પોલીસે મુખ્ય આરોપી 32 વર્ષીય ડૉ. કમલ નાંઢાની પોલીસે અટકાયત કરી હતી. લોકોને બ્લેકમેલ કરી ખંડણી માંગતા રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરમાં ન્યુસન્સ બની પત્રકાર તરીકે ઓળખ આપી સામાન્ય લોકોને બ્લેકમેલ કરી ગેરકાયદે રીતે ખંડણી માંગતા તોડબાજ પત્રકારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક તબીબ સહિત કુલ 12 લોકો સામે ખંડણી તેમજ ધમકી આપી રૂપિયા પડાવવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધમકી આપી રૂ. 25 લાખ માંગ્યા જેમાં રાજકોટના એક નામાંકિત ડોકટરના ક્લિનક પર લેબર રૂમની અંદર હોલ્ડરમાં ગુપ્ત સીસીટીવી કેમેરો લગાવી બાદમાં ડોક્ટરની અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી રૂપે રૂપિયા 25 લાખની માંગણી કરી 50,000 પડાવવા અંગે ફરિયાદ નોંધી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. હેરાન કરી બદનામ કરવાના ઇરાદે સતત ત્રાસ આપતાં ઉલ્લેખનીય છે કે, આરોપીઓ દ્વારા વર્ષ 2024થી આજ દિન સુધી તબીબને ખોટી રીતે હેરાન કરી બદનામ કરવાના ઇરાદે સતત ત્રાસ આપી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. જેનાથી કંટાળી આખરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બલ્બ હોલ્ડરની સ્વીચ ચાલુ કરે ને સ્પાઈ કેમેરામાં રેકોર્ડિંગ ચાલુ થતું ઉલ્લેખનીય છે કે, ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના ક્લિનિકમાં ડો. કમલ નાંઢા નામનો શખ્સ છે જેના દ્વારા ક્લિનિકમાં લેબર રૂમની અંદર બલ્બ હોલ્ડરમાં એક સ્પાય કેમેરો ફિટ કરવામાં આવ્યો હતો. જે કેમેરાની અંદર મેમરી કાર્ડ ઇનબિલ્ટ હતું. જયારે પણ બલ્બ હોલ્ડરની સ્વીચ ચાલુ કરવામાં આવે ત્યારે તે સ્પાય કેમેરામાં રેકોર્ડિંગ ચાલુ થઇ જતું હતું અને મેમરી કાર્ડમાં તે સ્ટોરેજ થતું હતું. તબીબ સહીત બોગસ પત્રકારો મળીને 12 સામે ફરિયાદ ACP ચિંતન પટેલે વધુમાં કહ્યું, આ ગુનામાં પોલીસે ફરિયાદના આધારે આરોપી તરીકે સત્યની ગર્જના, ભારત ટાઇમ્સ, ભારત હેડલાઇન્સ, રાજકોટ હેડલાઇન્સ નામના મિડીયા પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરી તબીબ સહીત બોગસ પત્રકારો મળી 12 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડોક્ટરને મહિલા તબીબ સાથે એક તરફી પ્રેમ આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું હતું કે, સાધુ વાસવાણી રોડ પર આવેલા ગૌતમ ક્લિનિકમાં કામ કરતા ડો.કમલ નાંઢા નામના તબીબને મહિલા તબીબ સાથે એક તરફી પ્રેમ હતો જેના કારણે તેને ફરિયાદીના ક્લિનિકમાં સ્પાય કેમેરો ઇન્સ્ટોલ કર્યો હતો. બાદમાં તેને તબીબ સાથેની અંગત પળોના ફૂટેજ જોતા ખંડણી માટે પ્લાન બનાવ્યો હતો અને ખંડણીની માંગણી કરી હતી. વારંવાર બદનામ કરવાનું કહી રૂપિયાની માંગણી કરતાં ACP પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ અંગત પળોના વીડિયો 2023ના હતા, જેમાં જૂન 2024થી સતત ફરિયાદીને ધાક ધમકીઓ આપી વારંવાર બદનામ કરવાનું કહી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. તાજેતરમાં પણ આજ રીતે ફરી ફોન મેસેજ અને પેમ્પલેટ બનાવી વાયરલ કરી રૂપિયાની માંગણી સતત ચાલુ રાખવામાં આવતા અંતે કંટાળી ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ તોડબાજ પત્રકારો પોલીસ પકડથી દૂર હિરેન મકવાણા, અજય ચુડાસમા, હાર્દિક ડોડીયા, જગદીશ તેરૈયા, જીગર સોઢા, ઘનશ્યામ પટેલ, જતીન નથવાણી, સ્વાતિ નથવાણી, અમિત ઠક્કર, ભરતભાઈ અને એક મોબાઈલ નંબર જેમના છે તે તેમજ તપાસમાં ખુલે તે તમામનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ગણપત યુનિવર્સિટીમાં યોજાયો એનિમિયા કેમ્પ:બી. ટી. સવાણી હોસ્પિટલના સહયોગથી 3300 વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું કરાયું ફ્રી મેડિકલ ચેકઅપ
    Next Article
    3 PM Gujarati News LIVE | 3 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment