Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છઠ મહાપર્વનો રંગ જામ્યો, 3000 શ્રદ્ધાળુઓ ઉમટશે:નદીના અભાવે ગરબા ગ્રાઉન્ડમાં બનાવ્યો ખાસ જળકુંડ, 200થી વધુ વ્રતીઓ 15 અને 16 નવેમ્બરે ઉગતા-આથમતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરશે

    7 hours ago

    ગાંધીનગરમાં છઠ મહાપર્વની ઉજવણીને લઈને પૂર્વાંચલ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેક્ટર-13ના કલ્ચરલ ફોરમ ગરબા ગ્રાઉન્ડ ખાતે છઠ પૂજા સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત મહાપર્વમાં 2500થી 3000 શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. ખાસ વાત એ છે કે, ગાંધીનગરમાં નદી ન હોવાથી આયોજકોએ પોતાના હાથે પ્રતિકાત્મક નદી જેવો જળકુંડ તૈયાર કર્યો છે, જ્યાં વ્રતીઓ પાણીમાં ઊભા રહીને અસ્ત થતા અને ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરશે. આ આયોજનમાં 200થી વધુ વ્રતીઓ જોડાશે. સાંજે 6:20 વાગ્યે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અપાશે રવિવારે 15 નવેમ્બરે છઠ મહાપર્વના ત્રીજા દિવસે સાંજે અંદાજે 6:20 વાગ્યે અસ્તાચલગામી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે. સાંજે 4 વાગ્યાથી વ્રતીઓ અને શ્રદ્ધાળુઓનું આગમન શરૂ થશે. આ પ્રસંગે ગાંધીનગરના મેયર રૂપસિંહ ઠાકોર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત પૂર્વાંચલ અને બિહાર સમાજના અગ્રણીઓ, નિવૃત્ત તથા કાર્યરત IAS અધિકારીઓ, ડિફેન્સના નિવૃત્ત અધિકારીઓ અને ઉદ્યોગજગતના લોકો પણ કાર્યક્રમમાં જોડાશે. સંધ્યા અર્ઘ્ય બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 3 વાગ્યાથી વ્રતીઓનું આગમન, મહાપ્રસાદનું પણ આયોજન છઠ મહાપર્વના ચોથા દિવસે એટલે કે 16 નવેમ્બરે સવારે 3 વાગ્યાથી વ્રતીઓનું આગમન શરૂ થશે. ત્યારબાદ સવારે અંદાજે 6:30 વાગ્યે સૂર્યોદય સમયે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે. આ સાથે વ્રતીઓનું 36 કલાકનું કઠિન વ્રત પૂર્ણ થશે. અર્ઘ્ય બાદ વ્રતીઓ જળ ગ્રહણ કરશે અને ત્યારબાદ અન્ય શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. 2006થી સેક્ટર-13માં છઠ પૂજાની પરંપરા છઠ પૂજા સેવા ટ્રસ્ટના પ્રમુખ રામ પ્રવેશ મહતોએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટની સ્થાપના વર્ષ 2025માં છઠ પૂજાને પ્રોત્સાહન આપવા અને આયોજનને વધુ વ્યવસ્થિત બનાવવા માટે કરવામાં આવી હતી. જોકે, ગાંધીનગરના સેક્ટર-13માં વર્ષ 2006થી સતત છઠ પૂજાનું આયોજન થઈ રહ્યું છે. શરૂઆતમાં મર્યાદિત સ્તરે થતું આયોજન હવે સમાજ, સરકાર અને સભ્યોના સહયોગથી ભવ્ય સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ગાંધીનગર ઉપરાંત અમદાવાદ, કલોલ, મહેસાણા અને આણંદ સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ આવશે. અત્યાર સુધી મળેલી માહિતીના આધારે ઓછામાં ઓછા 2500થી 3000 લોકો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટનો હેતુ ધાર્મિક પરંપરાનું જતન કરવાની સાથે નવી પેઢીને સંસ્કૃતિ અને વારસા સાથે જોડવાનો છે.
    Click here to Read More
    Previous Article
    વંથલી-માણાવદર હાઈવે પર ત્રિપલ અકસ્માત,:જૂનાગઢમાં વંથલી-માણાવદર હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં ઉત્તર ક્રિયાથી પરત ફરતા દંપતીનું મોત: અન્ય 2 થી 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત.
    Next Article
    ફાઈનલમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયા મુશ્કેલ પરિસ્થિતિમાં:કેપ્ટન લક્ષ્ય રાયચંદાની 80 રન ફટકારીને આઉટ, છઠ્ઠી વિકેટ ગુમાવી; INDનો સ્કોર 230/6

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment