Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ સિવિલમાં દરરોજ 3000થી વધુ દર્દીઓની સારવાર:હોસ્પિટલનો 1 વર્ષનો 170 કરોડથી વધુનો ખર્ચ, દર્દીઓની લાખોના ખર્ચે થતી સર્જરી વિનામૂલ્યે

    1 week ago

    રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર- કચ્છના દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. અત્યાધુનિક સુવિધાઓ અને નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ અહીં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ઉચ્ચ કક્ષાની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ બની છે. વર્ષ 2025-26ના આંકડાઓ દર્શાવે છે કે, સરકાર દ્વારા જનતાના સ્વાસ્થ્ય પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. સિવિલ સર્જન મોનાલીબેન માકડીયાના નેતૃત્વમાં હોસ્પિટલનું તંત્ર ઘણું સારી રીતે ચાલી રહ્યું છે, જેમાં દરરોજ 3000 થી વધુ દર્દીઓ ઓપીડીમાં સારવાર લેવા આવે છે. હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2025-26માં કાયમી કર્મચારીઓના પગાર પાછળ જ રૂ.89.09 કરોડ ફાળવવામાં આવ્યા છે. જો આઉટસોર્સિંગ સ્ટાફના પગારનો સમાવેશ કરવામાં આવે તો આ રકમ અંદાજે રૂ. 100 કરોડ સુધી પહોંચે છે. ઉપરાંત, હોસ્પિટલની વહીવટી કામગીરી અને કચેરીના અન્ય ખર્ચાઓ માટે 18.41 કરોડનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના રોજિંદા સંચાલન માટે જરૂરી અન્ય સેવાઓ જેવી કે મટિરિયલ્સ સપ્લાય, દર્દીઓ માટેનો ખોરાક, અને ટેકનિકલ મેન્ટેનન્સ (AMC/CMC) પાછળ કુલ 63.60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ રીતે છેલ્લા એક વર્ષમાં સિવિલ હોસ્પિટલનાં સંચાલન પાછળ કુલ રૂ. 171 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અહીં જટિલ ઓપરેશનો પણ સફળતાપૂર્વક થતા હોવાથી દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવાથી રાહત મળી રહી છે. જેને લઈને ભૌતિક અને આંતરમાળખાકીય વિકાસ પાછળ થયેલું આ કરોડોનું રોકાણ છેવાડાના માનવી માટે આરોગ્ય કવચ પૂરું પાડી રહ્યું છે. શૈક્ષણિક સંસ્થાઓ પાસે ડ્રગ્સ વેચનારાઓની માહિતી આપવા અપીલ રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે શિક્ષણના ધામ ગણાતી સંસ્થાઓની આસપાસ નશાકારક પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે લાલ આંખ કરી હતી. પોલીસ કમિશનરે ખાસ અપીલ કરી હતી કે જો કોઈ વ્યક્તિ શાળા કે કોલેજ પાસે નશાનું વેચાણ કરતી જણાય, તો તેની માહિતી વિદ્યાર્થીઓ અથવા શિક્ષકોએ તુરંત પોલીસ વિભાગ સાથે શેર કરવી જોઈએ. યુવા પેઢીને બચાવવા માટે વિવિધ વિભાગોને સોશિયલ મીડિયા દ્વારા વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવા પણ આદેશ અપાયા છે. એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇનની સફળતા અંગે માહિતી આપતા ડી.સી.પી. જગદીશ બંગરવાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક માસમાં પોલીસે રૂ. 11.60 લાખની કિંમતનો 20 કિલોગ્રામ ગાંજો અને 40.42 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડ્યું છે. આ ગુનાઓમાં સામેલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બીજીતરફ શાળાની 100 મીટરની મર્યાદામાં તમાકુનું વેચાણ કરતા પાન ગલ્લાઓ વિરુદ્ધ કોપટા એક્ટ હેઠળ 230 કેસ નોંધી રૂ. 46,000 નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ બેઠકમાં મહાનગરપાલિકા, આરોગ્ય, કસ્ટમ્સ અને ફોરેન્સિક વિભાગના અધિકારી તેમજ વિવિધ યુનિવર્સિટીના નોડલ ઓફિસરોએ હાજર રહી ડ્રગ્સ મુક્ત શહેર બનાવવાના આયોજન પર ચર્ચા કરી હતી. ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના હેઠળ ઝોન કક્ષાની પી.ટી. ટ્રાયલ્સ યોજાશે ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ (ડી.એલ. એસ.એસ.) યોજના અંતર્ગત વર્ષ 2026- 27 માટે પ્રુવન ટેલેન્ટ ધરાવતા ખેલાડીઓની પસંદગી કરવા માટે ઝોન કક્ષાની પી.ટી. ટ્રાયલ્સ (પ્રાથમિક કસોટી)નું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ સમાવિષ્ટ રમતોમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર અને તા.1 જાન્યુઆરી,2011 થી તા.31 ડિસેમ્બર,2015ની વચ્ચે જન્મ થયો હોય તેવા ભાઈઓ અને બહેનો આ કસોટીમાં ભાગ લઈ શકશે. રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને મોરબી જિલ્લાના ખેલાડીઓ માટેની આ ઝોન કક્ષાની ટ્રાયલ્સમાં જુડોની રમત માટે તા.22 એપ્રિલ,2026ના રોજ એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિમલનગર મેઈન રોડ ખાતે, આર્ચરી રમત માટે તા.23 એપ્રિલ , 2026 ના રોજ ડી.એલ.એસ.એસ.જી. કે.ધોળકિયા સ્કૂલ, ન્યુ 150 ફૂટ રીંગ રોડ ખાતે તેમજ બાસ્કેટ બોલની રમત માટે તા.24 એપ્રિલના રોજ એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિમલનગર મેઈન રોડ, રાજકોટ ખાતે સવારે 7 કલાકે રિપોર્ટિંગ કરવાનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં 10 વૈજ્ઞાનિકો શંકાસ્પદ રીતે ગુમ-મોત:એક જ પેટર્ન; ફોન-વૉલેટ-ચાવી વગર ઘરેથી નીકળ્યા ને પાછા ન ફર્યા; ન્યુક્લિયર સિક્રેટ્સ જાણતા વૈજ્ઞાનિકો ટાર્ગેટ પર
    Next Article
    Trump Announces Lebanon-Israel Ceasefire, Then A "10th War" Claim

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment