Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત એક વર્ષમાં 300 છગ્ગા ફટકારનારી પ્રથમ ટીમ:ભારત સામે સૌથી મોટો T20 રનચેઝ; મેચમાં માત્ર બીજી વખત 500+ રન બન્યા

    7 hours ago

    વેસ્ટ ઇન્ડીઝે રાંચીમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતને 6 વિકેટે હરાવ્યું. ટીમે 250 રનનો ટાર્ગેટ 18.3 ઓવરમાં ચેઝ કરી લીધો. ભારત સામે T20માં આ સૌથી મોટો રનચેઝ પણ છે. ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 13 છગ્ગા ફટકાર્યા. આ સાથે જ ટીમ એક વર્ષમાં 300 છગ્ગા ફટકારનારી પ્રથમ ફુલ મેમ્બર ટીમ બની ગઈ. મેચમાં કુલ 501 રન બન્યા. કોઈ T20 મેચમાં 500થી વધુ રન બન્યા હોય તેવી આ માત્ર બીજી ઘટના છે. મેચના ટૉપ રેકોર્ડ્સ-મોમેન્ટ્સ… 1. ભારતે આ વર્ષે 311 છગ્ગા ફટકાર્યા ભારતે 2026ના T20 ઇન્ટરનેશનલમાં 311 છગ્ગા ફટકાર્યા. પહેલીવાર કોઈ ફુલ મેમ્બર એટલે કે ટેસ્ટ રમતી ટીમે એક વર્ષમાં 300 છગ્ગા ફટકાર્યા છે. આ પહેલાં ભારતે જ 2022માં 289 છગ્ગા ફટકાર્યા હતા. 2. T20માં ભારત સામે સૌથી મોટો રનચેઝ વેસ્ટ ઇન્ડીઝે રાંચીમાં ભારત સામે T20નો સૌથી મોટો રનચેઝ કર્યો. આ પહેલાં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 2023માં 223 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઓવરઓલ T20 ઇન્ટરનેશનલમાં આ બીજો સૌથી મોટો સફળ રનચેઝ છે. સાઉથ આફ્રિકા પ્રથમ સ્થાને છે, જેણે 2023માં વેસ્ટ ઇન્ડીઝ સામે 259 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. 3. બીજી વખત T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 500 રન બન્યા રાંચીમાં 501 રન બન્યા. આ મેન્સ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની બીજી મેચ છે, જેમાં બંને ઇનિંગ્સના કુલ મળીને 500 રન બન્યા હોય. પ્રથમ સ્થાન પર સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મેચ છે. 2009માં સેન્ચુરિયનમાં રમાયેલા આ મુકાબલામાં 517 રન બન્યા હતા. 4. રાંચીમાં 79 બાઉન્ડરી લાગી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રાંચીમાં કુલ 79 બાઉન્ડરી લાગી. તેમાં 46 ચોગ્ગા અને 33 છગ્ગાનો સમાવેશ થાય છે. મેન્સ T20 ઇન્ટરનેશનલની એક મેચમાં સૌથી વધુ બાઉન્ડરી ફટકારવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝના નામે છે. 2023ની આ મેચમાં 81 બાઉન્ડરી લાગી હતી. 5. શાઈ હોપ વેસ્ટ ઇન્ડીઝના બીજા સૌથી ઝડપી T20 સદી ફટકારનાર ખેલાડી હોપે રાંચીમાં 45 બોલમાં સદી પૂરી કરી. તે વેસ્ટ ઇન્ડીઝ માટે સૌથી ઝડપી T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનારા બેટર્સમાં બીજા સ્થાને પહોંચી ગયો. પ્રથમ સ્થાને 39 બોલ સાથે જોન્સન ચાર્લ્સ છે. 6. હોપ T20માં 2 સદી ફટકારનાર ત્રીજા વેસ્ટ ઇન્ડીઝનો બેટર હોપે T20 ઈન્ટરનેશનલમાં પોતાની બીજી સદી ફટકારી. તે વેસ્ટ ઇન્ડીઝ માટે સૌથી વધુ T20 સદી ફટકારનાર ત્રીજો બેટર બન્યો. આ પહેલાં ક્રિસ ગેલ અને એવિન લુઈસ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. 7. હોપે 15મી વખત T20માં 50+નો સ્કોર કર્યો હોપે T20 ઇન્ટરનેશનલમાં 15મી વખત 50 અથવા તેથી વધુ રન બનાવ્યા. આ મામલે તે એવિન લુઇસ સાથે બીજા સ્થાને છે. ક્રિસ ગેઇલ 16 50+ સ્કોર સાથે પ્રથમ સ્થાને છે. અહીંથી મોમેન્ટ્સ… 1. પૂરને 6 રન પર સેમસનનો કેચ છોડ્યો 6 રન બનાવીને રમી રહેલા સંજુ સેમસનનો ત્રીજી જ ઓવરમાં કેચ છૂટી ગયો. અકીલ હુસૈનની બીજી બોલ પર સંજુ સેમસને શોટ રમ્યો. બોલ કવર પર ઊભેલા નિકોલસ પૂરનની ડાબી બાજુએ ગયો. પૂરણે બંને હાથથી કેચ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથમાં ટકી શક્યો નહીં. તેણે બોલ પકડવાનો બે વખત પ્રયાસ કર્યો, પરંતુ બોલ હાથમાંથી છટકી ગયો. 2. રોમારિયો શેફર્ડ ઓવર પૂરી કર્યા વિના ગ્રાઉન્ડની બહાર ગયો 17મી ઓવર દરમિયાન રોમારિયો શેફર્ડને તકલીફ થઈ અને તે મેદાન છોડીને ચાલ્યો ગયો. જોકે, તેની તકલીફનું કારણ સ્પષ્ટ થયું નહોતું. ત્યારબાદ રોવમેન પોવેલે ઓવર પૂરી કરી. તે જ સમયે કીમો પૉલ સબ્સ્ટિટ્યૂટ ફિલ્ડર તરીકે મેદાનમાં ઉતર્યો. જોકે બીજી ઇનિંગમાં શેફર્ડ બેટિંગ કરવા ઉતર્યો. તેણે 13 બોલમાં અણનમ 34 રન બનાવીને ટીમને જીત અપાવી. 3. તિલકે 19મી ઓવરમાં સતત 3 છગ્ગા ફટકાર્યા તિલક વર્માએ ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં શમાર સ્પ્રિંગરની બોલિંગ પર સતત 3 છગ્ગા ફટકાર્યા. તેણે પ્રથમ બોલ પર લંગ-ઑફની ઉપરથી છગ્ગો ફટકાર્યો. બીજા બોલને પણ આ જ દિશામાં બાઉન્ડરીની બહાર પહોંચાડ્યો. ત્યારબાદ ત્રીજા બોલ પર પુલ શોટ રમીને ડીપ મિડવિકેટની ઉપરથી છગ્ગો ફટકાર્યો. 4. મયંક યાદવે સતત 2 બોલમાં વિકેટ લીધી મયંક યાદવે ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં સતત બે બોલમાં વિકેટ લીધી. ઓવરના ત્રીજા બોલ પર તેણે શોર્ટ બોલ પર કામિલ પૂરનને રવિ બિશ્નોઈના હાથે કેચ આઉટ કરાવ્યો. મયંકે પછીનો બોલ 144 કિમીની ઝડપે ફેંક્યો, જેના પર શિમરોન હેટમાયર બોલ્ડ થયો. 5. 38 રન પર રધરફોર્ડનો કેચ છૂટ્યો, પછી 84 રન બનાવી દીધા બીજી ઇનિંગ્સમાં 10મી ઓવરમાં રધરફોર્ડનો મયંક યાદવે કેચ છોડી દીધો. ઓવરના છેલ્લા બોલ પર કુલદીપ યાદવે ધીમો બોલ નાખ્યો, જેના પર શેરફેન રધરફોર્ડે શોર્ટ ફાઇન લેગ તરફ શોટ રમ્યો. ત્યાં ઊભેલા મયંક યાદવ પાસે કેચ પકડવાની તક હતી. તેના માટે તે ઘૂંટણિયે બેઠો, પરંતુ બોલ પકડી શક્યો નહીં. ત્યારે રધરફોર્ડ 38 રન બનાવીને રમી રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Delhi Police detain Abhijeet Dipke, Ashutosh Ranka and Saurav Das
    Next Article
    28 વર્ષની ઉંમરે રિયલ એસ્ટેટથી ગુજરાતી સિનેમા સુધી:પ્રોડ્યુસર જશ વીરાની 'મિત્રતા'ની સફળ સફર, પાર્થિવ ગોહિલ ને માનસી પારેખ સાથે મળીને બનાવી ફિલ્મ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment