Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    300 કરોડની સરકારી જમીન વેચવાના કૌભાંડનો કોંગ્રેસનો આક્ષેપ:ચીફ ઓફિસર અને કૃષિ મામલતદારની મિલીભગતથી 6 લાખ ચો.ફૂટ જગ્યા હડપી લેવાઈ, SITની રચના કરી તપાસ કરવા માંગ

    1 day ago

    વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ખટંબા ગામમાં આવેલી અંદાજે 6 લાખ ચોરસ ફૂટ 'શ્રી સરકાર' થયેલી કિંમતી જમીન બોગસ દસ્તાવેજો ઊભા કરીને હડપી લેવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે. કલેક્ટર, ચીફ ઓફિસર અને કૃષિ મામલતદાર સહિતના અધિકારીઓની મિલીભગતથી અંદાજે ₹300 કરોડથી વધુ બજારભાવ ધરાવતી આ જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો દાવો કરીને કોંગ્રેસે આ સમગ્ર પ્રકરણમાં એસ.આઈ.ટી. (SIT) ની રચના કરી તટસ્થ તપાસ કરવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વર્ષ 2016માં બોગસ મરણ દાખલો બનાવ્યો કોંગ્રેસના જણાવ્યા અનુસાર, ખટંબા ગામના સર્વે નંબર 155, 157, 168/1 અને 207 પૈકીની જમીનમાં હક ફેરફાર કરવા માટે નકલી જન્મ-મરણ પ્રમાણપત્ર, બોગસ પેઢીનામું અને એફિડેવિટનો ઉપયોગ કરાયો હતો. આઝાદ નટવરલાલ પરીખ નામના વ્યક્તિના નામે વર્ષ 2016માં બોગસ મરણ દાખલો બનાવવામાં આવ્યો હતો, જેની નોંધ સત્તાવાર રજિસ્ટરમાં ન હોવાથી 2026માં પોલીસ ફરિયાદ પણ થઈ હતી. ત્યારબાદ, ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરની ડિજિટલ સહી, સીલ અને QR કોડ ધરાવતો જન્મનો દાખલો કોઈપણ આધાર-પુરાવા વગર જનરેટ કરી, રેકોર્ડ પરથી પુરાવા નાશ કરી દેવાયા હતા. વિદેશમાં રહેતી વ્યક્તિને 'નકલી ખેડૂત' દર્શાવવામાં આવ્યો આ કૌભાંડ આચરવા માટે મહેસૂલ અને કૃષિ પંચના અધિકારીઓની ગોઠવણથી વિદેશમાં (માલ્ટા) રહેતી વ્યક્તિના નામે ખોટું પેઢીનામું તૈયાર કરીને તેને 'નકલી ખેડૂત' દર્શાવવામાં આવ્યો હતો. પેઢીનામા અને એફિડેવિટમાં ફોટો તથા સહીમાં વિસંગતતા હોવા છતાં તેમજ તલાટી સમક્ષ મૂળભૂત ખરાઈ થયા વગર જ કરોડોની સરકારી જમીનમાં નામો દાખલ કરી દેવાયા હતા. SITની રચના કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ અમિત ચાવડાએ ભાજપ સરકાર અને વહીવટી તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવા કરતી સરકારના નાક નીચે અધિકારીઓ અને ભૂ-માફિયાઓની મિલીભગતથી કરોડો રૂપિયાની જમીન બારોબાર વેચી દેવાઈ છે. આ જન્મનો દાખલો કોના લોગિન આઈડી અને સહીથી નીકળ્યો તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. કોંગ્રેસે મુખ્યમંત્રી પાસે આ કૌભાંડની તપાસ માટે તાત્કાલિક SIT ની રચના કરવાની અને સંડોવાયેલા લેભાગુઓ સામે આકરા પગલાં લેવાની સ્પષ્ટ માંગણી કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપામાં કરોડોના ખુલ્લા પ્લોટ કૌભાંડના આક્ષેપ:CVCની ગાઇડલાઇન નેવે મૂકી મળતિયાઓને લહાણી, લોકાયુક્ત અને વિજિલન્સમાં ફરિયાદ બાદ હાઇકોર્ટમાં જવાની ચીમકી
    Next Article
    શહેર પોલીસ બેડામાં સતત બીજા દિવસે ફેરફાર:એક જ સ્થળે લાંબા સમયથી ફરજ બજાવતા વધુ 47 કર્મીઓની આંતરિક બદલી, જાણો કોને ક્યાં મુકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment