Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના 300 મહેસૂલી કર્મચારીઓ હડતાળ પર:પ્રમોશન, બદલી અને જોબ ચાર્ટની વિસંગતતાઓ સહિતના પ્રશ્નોને કારણે કામકાજથી અળગા રહ્યા

    6 days ago

    પાટણ જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. લાંબા સમયથી પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતા જિલ્લાના આશરે 300 કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા છે. આ આંદોલનના કારણે આવક-જાતિના દાખલા, રેશનકાર્ડ, જમીનની નોંધો અને સેવા સેતુ સહિતની સરકારી સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ હર્ષદ પટેલના જણાવ્યા અનુસાર, રેવન્યુ તલાટીઓના જોબ ચાર્ટમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા, અન્ય વિભાગની બિનજરૂરી કામગીરીઓ હટાવવા, બેઠક વ્યવસ્થા સુધારવા અને જરૂરી સ્ટાફ પૂરો પાડવા માટે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વર્ષ 2012માં જીપીએસસી પાસ કરી નાયબ મામલતદાર બનેલા કર્મચારીઓને હજુ સુધી પ્રમોશન મળ્યા નથી, જ્યારે તેમની સાથે પરીક્ષા પાસ કરી ડીવાયએસઓ બનેલા કર્મચારીઓ વર્ગ-1 અને અંડર સેક્રેટરી સુધી પહોંચી ગયા છે. વર્ષ 2025 અને 2026 દરમિયાન કારકૂનમાંથી નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મેળવનારા કર્મચારીઓ પાસેથી ચોઈસ ફોર્મ ભરાવ્યા બાદ પણ તેમને પોતાના ગૃહ જિલ્લાથી 400થી 500 કિલોમીટર દૂર મૂકી દેવામાં આવ્યા છે. આ સ્થિતિના કારણે ઘણા કર્મચારીઓએ પગારમાં 20થી 25 હજાર રૂપિયાનું નુકસાન વેઠીને રિવર્ઝન લઈને ફરી પોતાના જિલ્લામાં કારકૂન તરીકે જોડાવું પડ્યું છે. મંડળના જણાવ્યા મુજબ સામાન્ય વહીવટ વિભાગ (GAD)ના નિયમો હોવા છતાં છેલ્લા 10થી 14 વર્ષ સુધી સિનિયોરિટી યાદી બનાવવામાં આવી નથી. આ સાથે રજાના દિવસોમાં શુક્રવારે મોડી સાંજે ઈમેલ કરીને સોમવારે સવારે તાત્કાલિક માહિતી માંગવાની પદ્ધતિથી કર્મચારીઓ પર માનસિક ભારણ વધી રહ્યું છે. વહીવટી તંત્રની કરોડરજ્જુ ગણાતા મહેસૂલી કર્મચારીઓની તમામ માંગણીઓ નિયમાનુસાર હોવા છતાં તેનો કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા આ હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. કર્મચારીઓની આ હડતાળના પગલે સામાન્ય જનજીવન અને સરકારી કચેરીઓની કામગીરી પર ગંભીર અસર પડી છે. જાતિના દાખલા, આવકના દાખલા, રહેઠાણ અને ડોમિસાઈલ સર્ટિફિકેટ, રેશનકાર્ડમાં નામ દાખલ કરવા કે કમી કરવા, કાર્ડનું વિભાજન, આયુષ્માન ભારત અંતર્ગત મા કાર્ડ બનાવવાની કામગીરી તેમજ જમીનને લગતી નોંધો અને સેવા સેતુ કાર્યક્રમની કામગીરી અટકી પડી છે. કર્મચારી મંડળે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની તમામ માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    મહાનગરપાલિકાના વોર્ડ નં. 1 ના સરગવાડા ગામે હાલાકી:સરગવાડા ગામે કરોડોના વિકાસના દાવા પોકળ, સ્થાનિકો એ કહ્યું ગટરનું કામ શરૂ થયું ત્યારથી બેહદ ખરાબ રસ્તા અને પાયાની સુવિધાઓના અભાવે જનતા હેરાન
    Next Article
    '56 ઈંચની છાતી હોય તો દિવસે બેનરને અડજો':'છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવે તો કોંગ્રેસના આગેવાનો નહીં', ગાંધીનગરમાં ગેનીબેને કહ્યું-એટલે શું આ પોલીસના બાપની પેઢી છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment