Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓસીયા હાયપર રીટેઇલના ડાયરેક્ટરની હાઇકોર્ટમાં જામીન અરજી:અગાઉ સેશન્સ કોર્ટે અરજી ફગાવી'તી, 30 નવેમ્બરે સુનાવણી; વેપારીઓ સાથે ₹250 કરોડનું ફ્રોડ કરી દંપતી વિદેશ ફરાર

    5 hours ago

    અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ ઓસીયા હાયપર રીટેઇલ લિ.ના ડાયરેક્ટર ધીરેન્દ્ર ચોપરાએ હવે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી છે, જેના પર આગામી 30 નવેમ્બરે સુનાવણી યોજાશે. આરોપી અને તેમના પત્ની સહિતના શખસો સામે નાના-મોટા વેપારીઓ પાસેથી માલ મંગાવી રૂ.250 કરોડથી વધુની છેતરપિંડી આચરવા બદલ અમદાવાદ CID ક્રાઈમ પોલીસ મથકે ચાલુ વર્ષે ગુનો નોંધાયો છે. ખાતામાં બેલેન્સ ન હોવા છતાં ચેક આપી વેપારીઓ સાથે ઠગાઈ આચરી ધીરેન્દ્ર ચોપરા, તેમના પત્ની કવિતા ચોપરા અને અન્ય આરોપીઓએ ઓસીયા મોલના સ્ટાફ મારફતે વેપારીઓ પાસેથી માલ મંગાવી શરૂઆતમાં સમયસર નાણાં ચૂકવી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ખાતામાં બેલેન્સ નથી તે જાણવા છતાં પંજાબ નેશનલ બેંકના ચેકો પર સહી કરીને આપ્યા હતા, જે રિટર્ન થયા હતા અને મોલમાં માલ વેચીને મળેલા નાણાં પોતાના તથા પરિવારના નામે મિલકતો ખરીદવામાં વાપરી નાખ્યા હતા. 267 વેપારીઓ સાથે ઠગાઈ, વિદેશ ભાગી ગયેલા દંપતી સામે અન્ય રાજ્યોમાં ગુના મૂળ ફરિયાદમાં રૂ. 4.43 કરોડ અને તપાસ દરમિયાન આશરે 267 વેપારીઓ પાસેથી રૂ. 250 કરોડથી વધુના માલ અંગે છેતરપિંડી થઈ હોવાનું ખુલ્યું છે, ઉપરાંત NCLTમાં કુલ રૂ. 634 કરોડનો ક્લેઇમ થયેલો છે. હાલ અરજદાર અને તેમના પત્ની વિદેશ ભાગી ગયા હોવાથી NCLT કે કોર્ટ સમક્ષ હાજર થતા નથી, તેમજ તેમની સામે મુંબઈ સહિત અન્ય રાજ્યોમાં પણ છેતરપિંડીના ગુના નોંધાયેલા છે. સુવ્યવસ્થિત કાવતરાને કારણે નીચલી કોર્ટે જામીન ફગાવ્યા હતા અગાઉ નીચલી અદાલતે જામીન અરજી નકારતા નોંધ્યું હતું કે, કંપનીના મુખ્ય ડાયરેક્ટર તરીકે અરજદારે પોતે ચેકો પર સહી કરી હોવાથી તેમનો રોલ અન્ય આરોપીઓ કરતાં અલગ અને સક્રિય છે, તેથી સમાનતા (પેરીટી)નો લાભ આપી શકાય નહીં. આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાનું અને સુવ્યવસ્થિત ગુનાહિત કાવતરું રચાયું હોવાનું પ્રથમદર્શી જણાઈ આવતા જામીન નામંજૂર કરાયા હતા.
    Click here to Read More
    Previous Article
    AAP Press Conference LIVE : केजरीवाल का बड़ा खुलासा, प्रेस कॉन्फ्रेंस में कही अहम बातें | live
    Next Article
    બનાસકાંઠાની સૌથી મોટી બનાસ બેંકની ચૂંટણીનો ધમધમાટ શરૂ:5 ડિસેમ્બરે ડેલિગેટ માટે મતદાન અને તે જ દિવસે મતગણતરી, વિજેતા ડેલિગેટને વાર્ષિક સાધારણ સભામાં મતદાનનો અધિકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment