Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરોએ 30 લાખ સામે દોઢ કરોડ માંગ્યા:રાજકોટ જનસંપર્ક સભામાં વ્યાજખોરીથી પરેશાન પરિવારની PI સાથે બોલાચાલી, મહિલાએ કહ્યું- ન્યાય નહીં મળે તો ગુજરાત છોડવું પડશે

    20 hours ago

    રાજકોટ પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસથી પરેશાન લોકો માટે જનસંપર્ક સભા યોજાઈ હતી. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં વ્યાજની પઠાણી ઉઘરાણીથી પરેશાન અનેક લોકોએ જાહેરમાં રજૂઆત કરી હતી. જેમાં રાજકોટ તાલુકાના લોધીડા ગામના ખેડૂતે તેમના જ ભાણેજને નાણાની જરૂરિયાત હોવાથી ખેતીની જમીન ગીરવે મૂકી 30 લાખ વ્યાજે લીધા હતા. જે બાદ નાણા પરત આપી દીધા બાદ પણ વ્યાજખોરો 1.48 કરોડની માંગણી કરતા પરિવાર રસ્તા પર આવી ગયો હોવાની રજૂઆત વખતે આજીડેમ પોલીસ સ્ટેશનના PI જાડેજા સાથે બોલાચાલીની ઘટના બની હતી. આ પરિવારના મહિલાએ તો રડતા રડતા કહ્યું કે, જો અમને ન્યાય નહીં મળે તો અમારે ગુજરાત છોડવું પડશે. આ ઉપરાંત અમદાવાદની વિશાલ સંઘવી પ્રોપરાઇટર ખેવના ઇન્ફ્રાસ્ટ્રક્ચર 33 લાખ ન આપતા હોવાની તો મની પ્લસ શરાફી મંડળીમાં રોકેલા 20 કરોડ ડૂબી ગયાની રજૂઆતો આવી હતી. જમીન વેચી પૈસા આપ્યા છતાં બેથી ત્રણ વાર મારા ઉપર હુમલો થયો જગાભાઈ ઝાપડિયાએ જણાવ્યું હતું કે, સરધાર પાસેના લોધીડા ગામે રહીએ છીએ. અમારા ભાણેજ માટે વિનોદભાઈ, વિક્રમભાઇ અને વિરમભાઇ પાસેથી 30 લાખ લીધા હતા. મેં મારી જમીન વેંચીને પૈસા આપી દીધા. બેથી ત્રણ વખત મારા ઉપર હુમલો થયો. જેથી મેં દવા પી લીધી. મારી પાસે 1.48 કરોડ માંગવામાં આવ્યા. જેનું મારી પાસે મોબાઇલમાં રેકોર્ડિંગ પણ છે. 56 દિવસ થયા છતાં પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ લેવામાં ન આવી. આ બાબતે કલેકટર અને મુખ્યમંત્રીને આવેદન આપ્યું હતું. મીડિયાની સમક્ષ હું નાણા આપવા માટે તૈયાર છું. જોકે અહીં પોલીસને રજૂઆત કરી તો આજીડેમ પોલીસ મથકના PI એ. બી. જાડેજાએ કહ્યું કે, મારી સાથે શા માટે આ રીતે બોલાચાલી કરી. 'ન્યાય નહીં મળે તો ગુજરાત છોડવું પડશે' હંસાબેન ઝાપડિયાએ જણાવ્યું હતું કે, અમે વિનોદ જસવંત ચૌહાણ માટે પ્રકાશ ચાવડા પાસેથી રૂપિયા 30 લાખ વ્યાજે લીધેલા હતા. પ્રકાશ ચાવડાએ કહ્યું કે મામા મને પૈસા આપો. નહીંતર હું મરી જઈશ. અમારી પાસે બીજું કઈ ન હતું. જેથી અમે અમારા સસરાની જમીન વેચી અને પૈસા આપ્યા હતા. જોકે, હવે તે પૈસા આપતો નથી અને હાથ ઊંચા કરી દીધા છે. પ્રકાશ ચાવડા અને વિનોદ ચૌહાણ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. આ બંનેને કારણે મારો પરિવાર આજે રોડ ઉપર આવી ગયો છે. અમારી પાસે વધુ પૈસાની માગણી કરી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. જેથી અમારો પરિવાર પણ ડર સાથે જીવી રહ્યો છે. જો અમને ન્યાય નહીં મળે તો અમે ગુજરાત છોડી અને ચાલ્યા જશું. 'હેમુ ગઢવી હોલમાં પ્રોગ્રામ કરતો અને લોકોને ફસાવતો' આ ઉપરાંત વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે, મની પ્લસ શરાફી મંડળીના સંચાલક અલ્પેશ ગોપાલ દોંગા છે. જેની નાનામવા રોડ ઉપર મંડળી હતી. લોકો નાણા રોકે તે માટે હેમુ ગઢવી હોલમાં પ્રોગ્રામ કરતો અને લોકોને ફસાવતો. તે કહેતો કે તમે આમાં પૈસા રોકો એટલે સોનાના નળિયા થઈ જશે. જેમાં લોકોની રૂ.20 કરોડની ડિપોઝિટ મૂકેલી હતી. અમુક લોકોએ તો પોતાની આખા જીવનની કમાણી ડિપોઝિટ તરીકે મૂકી હતી. જોકે હવે તે પૈસા પાછા આપતો નથી. અલ્પેશ પોતે ચાર વખત જેલમાં જઈ આવી ચૂક્યો છે અને જામીન લઈ છૂટી જાય છે. રાજકોટના PMC પ્રોજેક્ટના વાસુદેવ રોક સેન્ડ LLPના મગનલાલ મોહનભાઈએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, અમદાવાદની વિશાલ સંઘવી પ્રોપરાઇટર ખેવના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રૂ.43,83,633 નું ક્રસિંગ મટીરીયલ સાડા ત્રણ વર્ષ પહેલા આપ્યું હતું. જેની સામે રૂ.10,14,159 મળ્યા છે. જ્યારે રૂ.33,69,474 આપવાના બાકી છે.
    Click here to Read More
    Previous Article
    ઓર્ગન ડોનર સિટીમાં વધુ એક દેશ માટે નોંધનીય અંગદાન:સુરતમાં 144 કલાકના નવજાત બાળકના કિડની અને ચક્ષુના દાનથી ચાર લોકોને નવજીવનની અનોખી ભેટ
    Next Article
    Gujarat Petrol Pump Reality Check LIVE | ગુજરાતમાં ભારે દોડધામ કેમ? | Iran War Impact | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment