Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓર્ગન ડોનર સિટીમાં વધુ એક દેશ માટે નોંધનીય અંગદાન:સુરતમાં 144 કલાકના નવજાત બાળકના કિડની અને ચક્ષુના દાનથી ચાર લોકોને નવજીવનની અનોખી ભેટ

    3 days ago

    ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ, કતારગામના સહયારા પ્રયાસોથી 31મું અંગદાન કરવામાં આવ્યું છે. મૂળ. ઉદયપુર (રાજસ્થાન)નાં રહેવાસી અને સુરતના, પુણાગામ ખાતે માનવતાનો અનોખો ઉદાહરણ સામે આવ્યો છે, જ્યાં માત્ર 144 કલાકના નવજાત બેબી – અંગદાતા પાર્થ (બેબી ઓફ ભૂમિકાબેન પ્રકાશભાઈ સવર્ણકાર) દ્વારા અંગદાન કરીને ચાર લોકોના જીવનનોદીપ પ્રગટાવ્યો છે. તા. ૧૬/૦૩/૨૦૨૬ના રોજ સાંજે હોસ્પીટલમાં એક તરફ પરિવારજનો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ ચાલી રહ્યા હતા, ત્યારે બીજી તરફ ભૂમિકાબેનએ નોર્મલ ડિલિવરી દ્વારા બાળકને જન્મ આપ્યો હતો. જન્મ પછી બાળક દ્વારા રડવાનો પ્રતિસાદ ન મળતા તાત્કાલિક તેને ICUમાં દાખલ કરવામાં આવ્યું હતું. શરૂઆતથી જ ન્યુરોલોજીકલ મૂવમેન્ટ ન હોવાથી વિશેષ બ્રેઇન રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતા. સઘન સારવાર છતાં તા.૨૨/૦૩/૨૦૨૬ના રોજ દીપ ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબો બેબીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવતા, ડૉ. દર્શન ધોળકિયા દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટીમના ડૉ. નિલેશ કાછડીયા, વિપુલ તળાવીયા અને જસ્વીન કુંજડિયા દ્વારા પરિવારજનોને અંગદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેબીની માતા ભૂમિકાબેન નર્સિંગ સ્ટાફ હોવાથી તેમણે પોતાના પતિ પ્રકાશભાઈ અને અન્ય તમામ પરિવારના સ્વજન સાથે ચર્ચા કરીને અંગદાન માટે સંમતિ આપી જે સર્વત્ર સમાજ માટે પ્રેરણારૂપ નિર્ણય સાબિત થયો છે. અંગદાનની સંમતી મળતા સોટોમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ કરવામાં આવી હતી. આ અંગદાન અંતર્ગત બંને કિડનીઓ IKDRC, અમદાવાદ ખાતે અને બંને ચક્ષુઓ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક દ્વારા સ્વીકારવામાં આવ્યા છે. આ અંગદાનથી ચાર લોકોને નવજીવન મળશે. વિશેષ સહયોગ ગુજરાત પોલીસ દ્વારા દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ, સિંગણપોર ચોકડી, કતારગામથી લઈને IKDRC, આસરવા, અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર સુવ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવ્યો હતો, જેના કારણે અંગોને સમયસર પહોંચાડવામાં સફળતા મળી. આ દુઃખદ ઘટનામાંથી પણ માનવતાનો મહાન સંદેશ આપતા સવર્ણકાર પરિવારનો આ નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે - “અંગદાન એટલે જીવનદાન” નો સંદેશ વધુ મજબૂત બન્યો છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ, કતારગામના સહયારા પ્રયાસોથી 31મું અંગદાન સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. આ અંગદાન અંતર્ગત બંને કિડની અને બંને ચક્ષુઓ દાન કરવામાં આવ્યા, જેના થકી કુલ-4ને નવજીવન મળશે.
    Click here to Read More
    Previous Article
    UCC બિલ પર ચર્ચા સમયે ઇટાલિયા અને સંધવી આમને સામને:ઇટાલિયાએ કહ્યું- લગ્ન નોંધણીની જૂની પ્રક્રિયા રદ કરી, સંઘવીએ કહ્યું- હું આવું બોલ્યો હોય તો રાજીનામું આપી દઈશ
    Next Article
    વ્યાજખોરોએ 30 લાખ સામે દોઢ કરોડ માંગ્યા:રાજકોટ જનસંપર્ક સભામાં વ્યાજખોરીથી પરેશાન પરિવારની PI સાથે બોલાચાલી, મહિલાએ કહ્યું- ન્યાય નહીં મળે તો ગુજરાત છોડવું પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment