Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિંડોલીના એક બંધ રૂમમાંથી 30 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો:દશેરા પછીથી રૂમમાં કોઈ દેખાયું નહોતું, બંધ મકાનમાંથી દુર્ગંધ આવતાં ભેદ ખૂલ્યો, MPના 3 રૂમમેટ્સ ગાયબ

    6 hours ago

    સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગરમાં દશેરાના તહેવાર બાદથી જ એક મકાનમાં કોઈની હાજરી નહોતી અને બહાર તાળું લટકતું હતું. દશેરા પછી આ રૂમમાં રહેતા લોકોમાંથી કોઈ પણ આસપાસ નજરે પડ્યું નહોતું. શુક્રવારે સાંજે આ બંધ મકાનમાંથી અચાનક તીવ્ર દુર્ગંધ આવવા લાગતાં આસપાસના રહીશોને શંકા ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને દરવાજો ખોલી તપાસ કરતાં અંદરથી આશરે 30 વર્ષીય અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. માથામાં ગંભીર ઈજા અને લોહીના છાંટા મળતાં હત્યાની આશંકા પોલીસ જ્યારે મકાનની અંદર પ્રવેશી ત્યારે યુવક મૃત હાલતમાં પડ્યો હતો. મૃતકના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા અને રૂમમાં ઠેર-ઠેર લોહીના છાંટા પણ ઉડેલા હતા. આ ભયાનક દ્રશ્ય જોતાં જ પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ યુવકની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે તાત્કાલિક પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. તબીબોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ અને સમય જાણી શકાશે. રૂમમાં રહેતા અન્ય ત્રણ સાથીઓ દશેરા પછીથી રહસ્યમય રીતે ગાયબ પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ રૂમમાં મૃતક સહિત કુલ ચાર લોકો રહેતા હતા. જેમાં એક મહિલા, એક યુવક અને એક યુવતીનો સમાવેશ થાય છે. ચોંકાવનારી બાબત એ છે કે દશેરાના દિવસ પછીથી આ ત્રણેયમાંથી કોઈ પણ વ્યક્તિ રૂમ કે સોસાયટીમાં જોવા મળ્યું નહોતું. મકાનને બહારથી તાળું મારેલું હોવાથી અંદર શું બન્યું છે તેની કોઈને કલ્પના પણ નહોતી. ત્રણેય સાથીઓ અચાનક ગાયબ થઈ જતાં પોલીસની શંકાની સોય તેમના તરફ મંડાઈ છે. મધ્યપ્રદેશના વતની હતા ભાડૂઆત, ઓળખ મેળવવા પોલીસની કવાયત પોલીસના જણાવ્યા પ્રમાણે, આ મકાનમાં રહેતી મહિલા, યુવક અને યુવતી મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે. તેઓ આશરે ત્રણ મહિના પહેલાં જ અહીં ભાડે રહેવા આવ્યા હતા. હાલ મૃતકની કોઈ ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવા તેમજ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયેલા ત્રણેય રૂમમેટ્સની ભાળ મેળવવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદથી ભાવનગર ઘૂસાડાતો વિદેશી દારૂ ઝડપાયો:વેળાવદર પોલીસે 1344 બોટલ સાથે ઈનાયત ઉર્ફે ટીકાને દબોચ્યો, દારૂ, કાર અને મોબાઈલ મળી રૂ.6.87 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    Hafta letters: NL’s coverage of SIR protest, question for Anand and violence in Manipur

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment