Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદથી ભાવનગર ઘૂસાડાતો વિદેશી દારૂ ઝડપાયો:વેળાવદર પોલીસે 1344 બોટલ સાથે ઈનાયત ઉર્ફે ટીકાને દબોચ્યો, દારૂ, કાર અને મોબાઈલ મળી રૂ.6.87 લાખનો મુદ્દામાલ જપ્ત

    6 hours ago

    અમદાવાદ તરફથી વિદેશી દારૂ ભરીને ભાવનગર આવી રહેલી એક સ્વીફ્ટ કારને વેળાવદર પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને ઝડપી પાડી છે, પોલીસે સીદસરના રહીશ ઈનાયત ઉર્ફે ટીકો રાઠોડ નામના 22 વર્ષીય યુવકની કારમાંથી રૂ.1,82,784 ની કિંમતની વિદેશી દારૂની 1344 બોટલો જપ્ત કરી છે. દારૂ, સ્વીફ્ટ કાર અને મોબાઈલ મળી કુલ રૂ.6,87,784 નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર એલ.સી.બી. પોલીસ ટીમે વેળાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક કારને અમદાવાદ થી આવી રહી હતી તેને આંતરીને તલાશી લેતા કાર માંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં ઇનાયત ઉર્ફે ટીકો સત્તારભાઇ રાઠોડ ઉ.વ.22, રહે. સીદસર, ભાવનગર પોતાની બ્લુ કલરની સ્વીફ્ટ કાર GJ-18-BM-7742માં અમદાવાદ તરફથી વિદેશી દારૂ ભરીને ભાવનગર આવી રહ્યો છે આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને કારને ઝડપી લીધી હતી, કારની તલાશી લેતા તેમાંથી બેગપાઇપર ડીલક્ષ વ્હીસ્કી 180 ML ની કૂલ 1344 સીલપેક બોટલો કિંમત રૂ.1,82,784 મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂ.5,00,000 ની સ્વીફ્ટ કાર અને રૂ.5000 ની કિંમતનો મોબાઈલ ફોન મળી કૂલ રૂ.6,87,784 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે., આ મામલે આરોપી ઇનાયત ઉર્ફે ટીકો રાઠોડ સામે વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરનું ગોકુલનગર રેલવે ફાટક આજે એક તરફથી બંધ:સમારકામ ચાલુ હોવાથી નિર્ણય, જાહેરનામું પૂરું થયું છતાં કામગીરી ચાલુ
    Next Article
    ડિંડોલીના એક બંધ રૂમમાંથી 30 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો:દશેરા પછીથી રૂમમાં કોઈ દેખાયું નહોતું, બંધ મકાનમાંથી દુર્ગંધ આવતાં ભેદ ખૂલ્યો, MPના 3 રૂમમેટ્સ ગાયબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment