Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરની આરુષી દવેએ 30 સેકન્ડમાં નવરસ રજૂ કર્યા:GBS સામે લડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

    9 घंटे पहले

    જામનગરની બાળ નૃત્યાંગના આરુષી જયભાઈ દવેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવી છે. તેણે ભરતનાટ્યમના નવરસો માત્ર 30 સેકન્ડમાં રજૂ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ગિલિયન-બારે સિન્ડ્રોમ (GBS) જેવી ગંભીર બીમારી સામે લડીને તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. આરુષીએ 30 સેકન્ડની અંદર ભરતનાટ્યમના તમામ નવરસ – શૃંગાર, હાસ્ય, કરુણા, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત રસ – નું પ્રદર્શન કર્યું હતું. તેની આ અનોખી પ્રસ્તુતિ બદલ તેને National Appreciation Award અને International Appreciation Certificate એનાયત કરવામાં આવ્યા છે. આરુષીની આ સિદ્ધિ પાછળ તેની ગંભીર બીમારી સામેની લડત પણ એક પ્રેરણાદાયક કથા છે. નાની ઉંમરે તેને ગિલિયન-બારે સિન્ડ્રોમ (GBS) નામની બીમારીનો સામનો કરવો પડ્યો હતો. આ બીમારીમાંથી બહાર આવીને તેણે ફરીથી નૃત્ય શરૂ કર્યું અને પોતાની અદભુત પ્રતિભા સાબિત કરી.હાલમાં આરુષી જામનગરની પી.એમ. કેન્દ્રીય વિદ્યાલય (ભારતીય નૌસેના વાલસુરા) માં અભ્યાસ કરી રહી છે. તે 'શકુંતલ સ્કૂલ ઓફ ડાન્સ' માં ગુરુ હીરબેન પરેશભાઈ બુચના માર્ગદર્શન હેઠળ ભરતનાટ્યમની તાલીમ લઈ રહી છે.આરુષીની આ અસાધારણ સિદ્ધિ બદલ તેના પરિવારજનો, ગુરુજનો, શાળા પરિવાર અને સમગ્ર જામનગરવાસીઓમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે. સૌ કોઈ તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઇસ્કોન ભાડજમાં શ્રી રાધા માધવનો આમ મનોરથ મહોત્સવ યોજાયો:પુરુષોત્તમ માસ નિમિત્તે 1500 કિલો કેરીઓથી શૃંગાર, હજારો ભક્તોએ દર્શન કર્યા
    Next Article
    Mumbai Water Pipeline Burst | મુંબઈના બોરીવલીમાં પાણીની પાઇપલાઇન ફાટતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment