Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર 30 દિવસનો પ્રતિબંધ:પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને ટ્રેનિંગ કેમ્પ છોડવા બદલ €255નો દંડ ફટકાર્યો

    7 hours ago

    પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર 30 દિવસનો પ્રતિબંધ મૂક્યો છે. તેના પર આશરે 27,154 રૂપિયા (€255)નો દંડ પણ ફટકાર્યો છે. ફેડરેશને પોર્ટુગલના ટ્રેનિંગ કેમ્પમાંથી જતા રહેવાના મામલે આ કાર્યવાહી કરી છે. રોનાલ્ડોએ તાજેતરના ઇન્ટરનેશનલ બ્રેક દરમિયાન કેમ્પ છોડ્યો હતો. આ નિર્ણય 30 સપ્ટેમ્બરથી લાગુ માનવામાં આવ્યો છે. તેથી રોનાલ્ડો 14 નવેમ્બરે પોર્ટુગલની આગામી આંતરરાષ્ટ્રીય મેચથી પરત ફરી શકશે. 41 વર્ષીય ફૉરવર્ડ વિરુદ્ધ ફેડરેશને ઔપચારિક કાર્યવાહી શરૂ કરી હતી. તે ટીમનો કેપ્ટન પણ છે. કોચ પર વચનભંગનો આરોપ લગાવ્યો હતો સપ્ટેમ્બરના અંતમાં નોર્વે સામે પોર્ટુગલની 2-1થી જીત દરમિયાન રોનાલ્ડો બેન્ચ પર બેઠા રહ્યો હતો. ત્યારબાદ તેની કોચ જોર્જી જીસસ સાથે બોલાચાલી થઈ હતી. રોનાલ્ડોનો દાવો હતો કે જીસસે તેને શરૂઆતમાં લગભગ 30 મિનિટ રમાડવાનું વચન આપ્યું હતું. મેચ દરમિયાન જીસસે તેને વોર્મ-અપ કરવા કહ્યું, પરંતુ મેદાન પર ઉતાર્યો નહીં. રોનાલ્ડો આ નિર્ણયથી નારાજ હતો. તેને લાગ્યું કે કોચે તેની વાતને ગંભીરતાથી લીધી નથી. રોનાલ્ડોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે જીસસે પ્રેસ કોન્ફરન્સમાં પરિસ્થિતિ અંગે જાહેરમાં સ્પષ્ટતા આપવાનું બીજું વચન આપ્યું હતું. બાદમાં આવું થયું નહીં. નેશન્સ લીગમાં નોર્વે સામે રોનાલ્ડોને રમાડ્યો નહોતો ડેનમાર્કની મેચ પહેલાં કેમ્પ છોડ્યો હતો તણાવ વધ્યા બાદ અલ-નાસરના કેપ્ટને ડેનમાર્ક સામેની મેચ પહેલાં પોર્ટુગલનો ટ્રેનિંગ કેમ્પ છોડી દીધો હતો. ત્યારબાદ તેણે પોતાના સાથી ખેલાડીઓ અને સમર્થકો પાસે જાહેરમાં લાંબી માફી માગી હતી. તેણે સ્વીકાર્યું કે નેશનલ ટીમ છોડવા બદલ તેને સજા મળવી જોઈએ. અલ-નાસરના ફૉરવર્ડે યોગ્ય સજા આપવાની માગ પણ કરી હતી. તેણે કહ્યું કે રોલ મોડલ હોવાને કારણે તેના કામની કડક તપાસ જરૂરી છે. જીસસના નિર્ણયોની ટીકા છતાં પોર્ટુગલના કેપ્ટને કહ્યું કે તે પોતાના નિર્ણયના પરિણામો સ્વીકારવા માટે તૈયાર છે. 10 ઓક્ટોબરે કાર્યવાહી શરૂ થઈ હતી 10 ઑક્ટોબરે પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને જણાવ્યું હતું કે તેણે રોનાલ્ડો વિરુદ્ધ ઔપચારિક શિસ્તાત્મક કાર્યવાહી શરૂ કરી છે. અંતિમ નિર્ણય સુધી રોનાલ્ડો પર પ્રતિબંધ લાગવાની સંભાવના હતી. હવે ફેડરેશને 30 દિવસનો પ્રતિબંધ અને €255નો દંડ ફટકાર્યો છે. આ કારણે તે 14 નવેમ્બરે કમબેક કરી શકશે. તે દિવસે પોર્ટુગલની આગામી ઇન્ટરનેશનલ મેચ નિર્ધારિત છે.
    Click here to Read More
    Previous Article
    Tiger Shroff Firing Case: Suniel Shetty ने टाइगर श्रॉफ पर हुए हमले को लेकर क्या कहा? | Lawrence Gang
    Next Article
    કતલખાને લઈ જવાતા 40 પાડાઓને ગૌ-સેવકોએ બચાવ્યા:વિજાપુરમાં આઈસર ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધેલા પાડા બચાવાયા, ડ્રાઈવર સહિત બે સામે ગુનો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment