Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલુપુરમાં 30 ફટાકડાની દુકાન સીલ કરાઈ:વેચાણની પરવાનગી અને BU પરમિશન સંદર્ભે નોટિસ આપી ખુલાસો માંગ્યો, પુરાવા રજુ ન કરે ત્યાં સુધી દુકાનો સીલ

    6 hours ago

    અમદાવાદના કાલુપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. કાલુપુર દરવાજા પાસે આવેલી 30 જેટલી ફટાકડાની દુકાનોને સીલ મારવામાં આવી છે. ફટાકડાના વેચાણ માટેની પરવાનગી અને બીયુ પરમિશન સંદર્ભે નોટિસ આપી અને ખુલાસો માંગવામાં આવ્યો છે. જ્યાં સુધી પુરાવા રજુ નહીં કરવામાં આવે ત્યાં સુધી ફટાકડાની દુકાનોને કોર્પોરેશન દ્વારા સીલ રાખવામાં આવશે. મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે કાલુપુર દરવાજા થી કાલુપુર ટાવર તરફ કેટલીક ફટાકડાની દુકાનો આવેલી છે જે દુકાનો બાબતે ફરિયાદ મળતાની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓને કર્મચારીઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ફટાકડાની અંદાજિત 30 દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમની પાસે બી.યુ પરમિશન, ફાયર એનઓસી, એક્સપ્લોઝિવ નું સર્ટિફિકેટ અને પોલીસ પરવાનગી સહિતની વિગતો માંગવામાં આવી હતી. જેમાં દુકાનો પાસે પૂરતા પ્રમાણમાં પુરાવા ન હોવાને લઈને 30 જેટલી દુકાનોને એસ્ટેટ વિભાગ દ્વારા હાલમાં સીલ મારવામાં આવી છે. તમામ દુકાનદારોને નોટિસ આપી ત્રણ દિવસમાં ખુલાસો આપવા જણાવવામાં આવ્યું છે. જ્યાં સુધી ફટાકડાની દુકાનના મંજૂરી માટેના પુરાવા રજુ નહીં કરવામાં આવે ત્યાં સુધી દુકાનો ખોલવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, કાલુપુર પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર જ ફટાકડાની દુકાનો આવેલી છે અને આ દુકાનોમાં પોલીસ પરવાનગી આપવામાં આવેલી છે કે કેમ તેને લઈને કોઈ માહિતી મળી નથી. ફટાકડાની દુકાનો ભર બજારમાં આવેલી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને આ દુકાનોમાં જરૂરી પરવાનગીઓ ન હોવા અંગેની માહિતી મળતાની સાથે જ તેને સીલ કરવામા આવી છે.. કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એચ આર વાઘેલાનો દિવ્યભાસ્કર દ્વારા આ બાબતે સંપર્ક કરવામાં આવ્યો હતો જો કે તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    મચ્છરજન્ય રોગચાળાથી સાચવજો:ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના કેસો વધ્યા, રોગચાળા બાબતે માટે 155303 પર ફરિયાદ કરો
    Next Article
    Delhi में Women Safety का Reality Check | Ground Report |

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment