Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મચ્છરજન્ય રોગચાળાથી સાચવજો:ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના કેસો વધ્યા, રોગચાળા બાબતે માટે 155303 પર ફરિયાદ કરો

    6 hours ago

    શહેરમાં વરસાદ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે 30 સપ્ટેમ્બર સુધીમાં 660 જેટલા કેસ નોંધાયા છે. જોકે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના કેસો ખૂબ વધ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. રોગચાળા બાબતે કોઈપણ ફરિયાદ હોય તો નાગરિકો 155303 નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકે છે. ડેન્ગ્યુના કેસની કોર્પોરેશનને જાણ કરવા સૂચના AMC આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો રોકવા જ્યાં પણ પાણી ભરાયું હોય અને મચ્છરના પોરા હોય તો તેને નાશ કરવા સહિતની કરવામાં આવી રહી છે. સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓને પણ જ્યાં પણ પાણી ભરાયું હોય અથવા તેમના વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ હોય તો કોર્પોરેશનને જાણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. ઝેરી મેલેરિયાના 72 જેટલા કેસ નોંધાયા સપ્ટેમ્બર મહિનામાં મહિનામાં 30 દિવસમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 660 જેટલા કેસ જ્યારે 103 મેલેરિયાના 38 જેટલા કેસ નોંધાયા છે તેમજ ઝેરી મેલેરિયાના 72 જેટલા કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના 194, ટાઈફોઈડના 236 અને કમળાના 68 જેટલા કેસ નોંધાયા છે. 6585 પાણીના નમુના લેવામાં આવ્યા હતા જેમાં 19 જેટલા નમુના ફેલ થયા છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં MGVCL ટીમે 1 કરોડની વીજ ચોરી ઝડપી પાડી:55 ટીમોએ 91 ગ્રાહક સામે કાર્યવાહી કરી, દંડ ફટકાર્યો
    Next Article
    કાલુપુરમાં 30 ફટાકડાની દુકાન સીલ કરાઈ:વેચાણની પરવાનગી અને BU પરમિશન સંદર્ભે નોટિસ આપી ખુલાસો માંગ્યો, પુરાવા રજુ ન કરે ત્યાં સુધી દુકાનો સીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment