Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    30 હજારની લાંચ લેતા ASI અને GRD જવાન ઝડપાયા:એક્સપાયર માલ કેમ વેચો છો કહીને ખોટો કેસ કરવાની ધમકી આપી, કણભા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ 2 લાખ માગ્યા 'તા

    6 hours ago

    કણભા પોલીસ સ્ટેશનના ASI અને GRD જવાન ફેક્ટરીમાં જઈને એક્સપાયર માલ કેમ વેચો કહીને તોડ કરવા ગયા હતાં. પોલીસે ખોટો કેસ કરવાનું કહીને 2 લાખની માંગણી કરી હતી, બાદમાં 30 હજારમાં પતાવટ કરવાનું કહી 30 હજારની લાંચ લેતા ASI અને GRD જવાન ઝડપાયા છે. જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈમાં કોસ્મેટિક વસ્તુઓના ઉત્પાદન કરતી ફેક્ટરીમાં કણભા પોલીસ સ્ટેશનના ASI ભાવેશ રાવલ, કમલેશ બારોટ, રણજીત સોલંકી અને અન્ય વ્યક્તિ ગયા હતાં. પોલીસે ફેક્ટરીના માલિકને કહ્યું હતું કે, માલ સામાન પર નવી તારીખ છાપીને એક્સપાયર થઈ ગયેલો માલ કેમ વેચો છો. ફેક્ટરી માલિક કેડ કરવાનું કહીને જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી. 2 લાખ માગ્યા ને 30 હજારમાં પતાવટ કરી કેસ ન કરવા 2 લાખની લાંચ માંગી હતી, પરંતુ રકઝક કરીને 30 હજાર આપવાનું નક્કી થયું હતું. સાંજના સમયે GRD જવાન લાંચના પૈસા લેવા ગયો હતો પરંતુ ફેક્ટરી માલિક પાસેથી પૈસા ન હોવાથી પરત આવ્યો હતો. લાંચ લેતા ASI અને GRD જવાન ઝડપાયા ફેક્ટરી માલિકે આ અંગે ACBને જાણ કરતા ACBએ છટકું ગોઠવ્યું હતું. ASI ભાવેશ રાવલના કહેવાથી ફેક્ટરી માલિક બાકરોલ પોલીસ ચોકીમાં GRD જવાના કમલેશ બારોટને પૈસા આપવા ગયા હતા. કમલેશ બારોટને પૈસા લેતા રંગે હાથે ACBએ ઝડપી પાડ્યો હતો, જ્યારે ભાવેશ રાવલની પણ ACBએ ધરપકડ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ: 42 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા, વર્લ્ડ રેકોર્ડ:નવહથ્થા હનુમાનજી મંદિરે શનિ જયંતીએ ગોલ્ડન વર્લ્ડ બુકમાં નોંધ
    Next Article
    પાટણમાં ગુરુ ભીખનશાહ પીરદાદાની તિથિ ઉજવાઈ:શોભાયાત્રા, મહાઆરતી, કવ્વાલીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment