Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં પ્રિ-નવરા 'રાસ રમઝટ 3.0'માં કિંજલ દવેએ ધૂમ મચાવી:નવરાત્રી પહેલા જ શહેરમાં ગરબાનો માહોલ જામ્યો, AC ડોમ ખેલૈયાઓની પસંદ

    1 day ago

    નવરાત્રીના આગમનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નવસારીમાં ગરબાનો માહોલ જામ્યો છે. છાપરા રોડ પર 'રાસ રમઝટ 3.0' પ્રિ-નવરાત્રી કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં યુવા ખેલૈયાઓએ ભાગ લીધો. જાણીતી ગાયિકા કિંજલ દવેએ પોતાના ગીતોથી સૌને મંત્રમુગ્ધ કર્યા. કિંજલ દવેએ સ્ટેજ પર આવીને લોકપ્રિય ગરબા ગાયા. ખેલૈયાઓએ તેમના તાલે મન મૂકીને રાસ લીધા. મોડી રાત સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ગરબા પ્રેમીઓનો ઉત્સાહ જોવા મળ્યો. આ વર્ષે નવસારીમાં નવરાત્રી માટે ચાર મોટા વ્યવસાયિક ગરબા આયોજનો છે. ખેલૈયાઓ માટે ખાસ સુવિધાઓ રખાઈ છે. બે આયોજન AC ડોમમાં અને બે ઓપન-એર ગ્રાઉન્ડ પર થશે. ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન વચ્ચે વાતાવરણ બદલાઈ રહ્યું છે. ગરમી કે અચાનક વરસાદની શક્યતાને કારણે ખેલૈયાઓ AC ડોમ પસંદ કરી રહ્યા છે. આનાથી તેઓ ચિંતા વગર ગરબા માણી શકે છે.
    Click here to Read More
    Previous Article
    સાઉદી એરપોર્ટ પર હૂતીઓનો હુમલો, 3નાં મોત:ડ્રોન-મિસાઇલ હુમલામાં 36 ઘાયલ, જવાબમાં યમનના 80 ઠેકાણાઓ પર સાઉદીની એરસ્ટ્રાઈક
    Next Article
    કાવ્યા પૈજાએ જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું:‘વિકસિત ભારત-2047’ વિષય પર અસરકારક વક્તવ્ય આપી મોરબી તાલુકાનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment