Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ તા. પં.ની ચૂંટણીનું પરિણામ:ભુજ તા. પં.ની 30 બેઠકો પર ભાજપને 56.24 ટકા મતો મળ્યા

    9 hours ago

    તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ સામે આવેલા મતોના વિશ્લેષણે અનેક રાજકીય સમીકરણો સ્પષ્ટ કરી દીધા છે. તાલુકાની કુલ 32 બેઠકો પૈકી 30 બેઠકો પર ખેલાયેલા જંગમાં ભાજપે 19 બેઠકો જીતી મેદાન માર્યું છે. ભુજ તાલુકાના કુલ 2.09 લાખ મતદારો પૈકી 1.43 લાખ મતદારોએ લોકશાહીના પર્વમાં આહુતિ આપી હતી.જેમાં ભાજપને 56.24 ટકા જ્યારે કોંગ્રેસને 38.72 ટકા મત મળ્યા છે. પરિણામો જોતા સ્પષ્ટ જણાય છે કે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતોની ટકાવારીમાં 17.52 % જેટલો મોટો તફાવત રહ્યો છે. ભાજપે 80 હજારથી વધુ મતો સાથે બહુમતી સાબિત કરી છે, જ્યારે કોંગ્રેસ 55 હજાર મતો મેળવીને મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઊભરી આવ્યું છે. આ ચૂંટણીમાં નોંધપાત્ર બાબત એ રહી કે મતદારોએ ભાજપ-કોંગ્રેસ સિવાયના રાજકીય પક્ષો કે અપક્ષ ઉમેદવારો કરતા નોટા પર વધુ પસંદગી ઉતારી છે. AIMIM, આપ અને પાંચ અપક્ષોના કુલ મતોનો સરવાળો 3605 થાય છે જ્યારે એકલા નોટામાં 3637 મતો પડ્યા છે. આમ, ત્રીજા મોરચાના તમામ ઉમેદવારોના કુલ મતો કરતા પણ 32 મતો નોટામાં વધુ નોંધાયા છે
    Click here to Read More
    Previous Article
    જખૌ મરીન પોલીસને પેટ્રોલિંગમાં મળી સફળતા:ખીદરતપીર ટાપુ વિસ્તારમાં શંકાસ્પદ પદાર્થના 10 પેકેટ મળ્યા
    Next Article
    ટ્રેન મુસાફરો માટે રાહતના સમાચાર:ભુજથી હાવડા (કોલકાતા)ની આજે સ્પેશીયલ ટ્રેન દોડાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment