Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ગુજરાતની જનતા કોંગ્રેસને હજુ 30 વર્ષ સત્તાથી દૂર રાખશે’:ભાવનગરમાં ભાજપનું 'વિકાસ સંકલ્પ સંમેલન': 52 બેઠકો પર જીતના દાવા સાથે કોંગ્રેસ પર આકરા પ્રહાર

    4 days ago

    ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સંમેલન યોજાયું હતું. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, શહેર ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરી ભાજપે જીતનો દાવો કર્યો છે. ભાવનગર મનપાની 52 બેઠકો પર કમળ ખીલશેઃ વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, સેવા અને સમર્પણના ભાવથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતમાં ભાજપના 700 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે, જે ભાજપ પર લોકોના વિશ્વાસને દર્શાવે છે. ચૂંટણી વિકાસ અને સ્થિરતાનું પ્રતિક છે, જે ભાજપે ગુજરાતને આપ્યું છે. કાર્યકર્તાઓની મહેનતના કારણે કેન્દ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં એન.ડી.એ.ની સરકાર કાર્યરત છે. આકરા ઉકળાટમાં પણ કાર્યકર્તાઓ પ્રચારમાં જોડાયા છે, જે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પ્રદેશ અધ્યક્ષે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભાવનગર મનપાની 52 બેઠકો પર કમળ ખીલશે. છેલ્લા 30 વર્ષથી સત્તા પર રહેલી ભાજપ આગામી સમયમાં પણ લોકોના આશીર્વાદથી સત્તા જાળવી રાખશે. તેમણે ભાજપના વિકાસકાર્યો અને જનકલ્યાણની યોજનાઓને મતદારો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી. ‘ગુજરાતની જનતા ભોળી જરૂર છે, પણ શાણી છે’ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ માત્ર જુઠાણું અને આરોપોની રાજનીતિ કરે છે. કોંગ્રેસ દરેક વખતે વિકાસ દેખાય નહીં. કોંગ્રેસ માત્ર જૂઠાણાં ફેલાવે છે, ભ્રષ્ટાચાર કરે અને ગુજરાત-ગુજરાતીઓને બદનામ કરવાનું કામ કરે છે. પોતે કેન્દ્રમાં હતા, ત્યારે ગુજરાત સાથે જબરો અન્યાય કર્યો. રમખાણો હોય તો કે ગુજરાતીઓ કરે, આતંકવાદ હોય તો ગુજરાતમાં, ડ્રગ્સની હેરાફેરી હોય તો ગુજરાતમાં થાય, ​પણ આ બધું કરે છે કોણ? કોંગ્રેસના નેતાઓ ભૂલી જાય છે કે, આ ગુજરાતની જનતા ભોળી જરૂર છે, પણ શાણી છે. 30 વર્ષ સુધી તમને સત્તાથી દૂર રાખ્યા છે અને હજુ આવનારા 30 વર્ષ સુધી આ ગુજરાતની જનતા તમારો પંજો સત્તા સુધી નહીં પહોંચવા દે એવો મને ભરોસો છે. મિત્રો, 26મી તારીખે ભાવનગર શહેરની અંદર 50 એ 50 ઉમેદવારને, કોંગ્રેસના મિત્રોને જડબાતોડ જવાબ આપવાનો સમય છે.
    Click here to Read More
    Previous Article
    મહિલા અનામત- 3 સંશોધન બિલ લોકસભામાં રજૂ:અખિલેશે કહ્યું- મુસ્લિમ મહિલાઓને પણ અનામત મળે; શાહે કહ્યું- તમે તેમને બધી જ ટિકિટ આપી દો
    Next Article
    Ek Din trailer: Junaid Khan, Sai Pallavi and amnesia make for a tragic love triangle

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment