Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રીય એકતા દિવસની સુરતમાં તૈયારીઓ પૂરજોશમાં:30 વોર્ડમાં નીકળશે એકતા યાત્રા, વોર્ડ દીઠ 5000થી વધુ નાગરિકો જોડાશે, વડાપ્રધાનના કાર્યક્રમનું થશે લાઈવ પ્રસારણ

    4 days ago

    સુરતમાં આગામી 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેવડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજાનાર મુખ્ય કાર્યક્રમ સાથે તાલ મિલાવીને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 'એકતા-જન ભાગિદારી-સમાજ સેવા-સમ્માન'ની થીમ પર આધારિત આ કાર્યક્રમો અંતર્ગત રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં અને મેયરની અધ્યક્ષતામાં મનપા કક્ષાની એક મહત્વપૂર્ણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરવામાં આવી હતી. સુરતના તમામ 30 વોર્ડમાં એકતા રેલી અને યાત્રા આયોજનના ભાગરૂપે સુરતના તમામ 30 વોર્ડમાં એકતા રેલી અને યાત્રાઓનું વિશેષ આયોજન કરાયું છે. સુરત અને અમદાવાદ સહિતની ચાર મનપામાં વોર્ડ દીઠ બે એકતા યાત્રા કાઢવામાં આવશે. સુરતના દરેક વોર્ડમાં બે અલગ-અલગ જગ્યાએથી યાત્રા પ્રસ્થાન થશે અને વોર્ડના નક્કી કરેલા એક નિશ્ચિત સ્થળે બંને યાત્રાઓ એકત્રિત થશે. આ યાત્રામાં નગરજનોની વ્યાપક ઉપસ્થિતિ રહે તે હેતુસર દરેક વોર્ડમાં ઓછામાં ઓછા પાંચ હજાર લોકો જોડાય તેવી ખાસ વ્યવસ્થાનું આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત, કેવડિયા ખાતેથી કાર્યક્રમનું લાઇવ પ્રસારણ અને એકતા યાત્રામાં જોડાયેલા નાગરિકો, કાર્યકરો અને વિવિધ એનજીઓ સરળતાથી નિહાળી શકે તે માટે પણ યોગ્ય પ્રબંધ કરવામાં આવ્યા છે. વોર્ડ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વોર્ડ પ્રમાણે જવાબદારી શહેર ભાજપ સંગઠન દ્વારા પણ આ અભિયાનને સફળ બનાવવા માટે સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વોર્ડ સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વોર્ડ દીઠ ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી છે. વોર્ડ કક્ષાના મુખ્ય કાર્યક્રમો પૂર્ણ થયા બાદ સહભોજનની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. મનપા કમિશનર, સ્થાયી સમિતિના અધ્યક્ષ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકથી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સુરતમાં એક વ્યાપક અને ઐતિહાસિક સ્વરૂપ આપવાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ચાર રાજ્યોની 28 MLC બેઠકોના પરિણામો આજે:બિહારમાં 8 બેઠકો, 150 ઉમેદવારો; યુપીમાં BJP-સપા વચ્ચે મુકાબલો; 23 ઓક્ટોબરે મતદાન થયું હતું
    Next Article
    2 Indian-Origin Men Get 28 Years In Jail After Deadly Car Race On UK Street

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment