Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાર રાજ્યોની 28 MLC બેઠકોના પરિણામો આજે:બિહારમાં 8 બેઠકો, 150 ઉમેદવારો; યુપીમાં BJP-સપા વચ્ચે મુકાબલો; 23 ઓક્ટોબરે મતદાન થયું હતું

    4 days ago

    ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકની 28 વિધાન પરિષદ એટલે કે MLC બેઠકોના આજે પરિણામો જાહેર થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલી રહી છે. આ બેઠકો માટે 23 ઓક્ટોબરે સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થયું હતું. બિહારમાં 8 બેઠકો માટે 150 ઉમેદવારો મેદાનમાં છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 11 બેઠકો પર ચૂંટણી યોજાઈ છે, જ્યાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે મુકાબલો છે. મહારાષ્ટ્રમાં 5 અને કર્ણાટકમાં 4 બેઠકો પર મતદાન થયું હતું. ઉત્તર પ્રદેશમાં કુલ 55.24% મતદાન થયું હતું. બિહારમાં ચાર સ્નાતક બેઠકો પર 43.87% અને ચાર શિક્ષક મતવિસ્તારોમાં 74.55% મત પડ્યા હતા. બિહારમાં મતદાન કેન્દ્રો પર કડક સુરક્ષા પટના સ્નાતક અને પટના શિક્ષક મતવિસ્તારોમાંથી બિહાર વિધાન પરિષદની ચૂંટણીઓ માટે બાંકિપુર સરકારી કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળામાં મતગણતરી થવાની છે. અહીં મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી છે. સ્થળ પર હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવ્યું છે. કયા ક્ષેત્રની બેઠકો? તમામ 28 બેઠકો સ્નાતક (ગ્રેજ્યુએટ) અને શિક્ષક ક્ષેત્રોની છે. યુપી: 5 સ્નાતક (લખનઉ, વારાણસી, આગ્રા, મેરઠ, પ્રયાગરાજ-ઝાંસી) અને 6 શિક્ષક (લખનઉ, વારાણસી, આગ્રા, મેરઠ, બરેલી-મુરાદાબાદ, ગોરખપુર-ફૈઝાબાદ). બિહાર: 4 સ્નાતક (પટણા, દરભંગા, તિરહુત, કોશી) અને 4 શિક્ષક (પટણા, દરભંગા, તિરહુત, સારણ). મહારાષ્ટ્ર: 3 સ્નાતક (ઔરંગાબાદ/છત્રપતિ સંભાજીનગર, પુણે, નાગપુર) અને 2 શિક્ષક (અમરાવતી, પુણે). કર્ણાટક: 2 સ્નાતક (દક્ષિણ-પૂર્વ, પશ્ચિમ) અને 2 શિક્ષક (ઉત્તર-પૂર્વ, બેંગલુરુ). વિધાન પરિષદ શું છે? વિધાન પરિષદ રાજ્યની વિધાનસભાનું ઉપલું ગૃહ છે, જેમ કે સંસદમાં રાજ્યસભા. તેનો હેતુ એ છે કે વિધાનસભામાં પસાર થતા કાયદાઓ પર ફરી એક વાર શાંતિથી વિચાર કરવામાં આવે. સાથે જ શિક્ષિત અને અનુભવી લોકોને પણ ગૃહમાં સ્થાન મળે. તેની શક્તિ વિધાનસભા કરતાં ઓછી હોય છે. નાણાકીય વિધેયક અહીં રજૂ કરી શકાતું નથી. આ એક કાયમી ગૃહ છે, એટલે કે તેનું વિસર્જન થતું નથી. સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે અને દર 2 વર્ષે એક-તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. આ જ કારણે દર બે વર્ષે આવી ચૂંટણીઓ યોજાય છે. હાલમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં વિધાન પરિષદ છે. બાકીનાં રાજ્યોમાં માત્ર વિધાનસભા છે.
    Click here to Read More
    Previous Article
    માઇક્રોસોફ્ટની 60 હજાર કર્મચારીઓને નોકરી છોડવાની ઓફર:ભારતમાં કંપનીના 23 હજાર કર્મચારીઓ, 1 ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવો પડશે
    Next Article
    રાષ્ટ્રીય એકતા દિવસની સુરતમાં તૈયારીઓ પૂરજોશમાં:30 વોર્ડમાં નીકળશે એકતા યાત્રા, વોર્ડ દીઠ 5000થી વધુ નાગરિકો જોડાશે, વડાપ્રધાનના કાર્યક્રમનું થશે લાઈવ પ્રસારણ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment