Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રી-પીટીસીમાં હવે 30 વર્ષ સુધી પ્રવેશ, 50ની જગ્યાએ 62 બેઠક:EWS-દિવ્યાંગો માટે પણ અનામત, D.El.Ed.ના પ્રવેશ નિયમોમાં મોટા ફેરફાર, વયમર્યાદામાં 6 વર્ષની રાહતથી વધુ ઉમેદવારોને તક

    3 days ago

    રાજ્યમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે તાલીમબદ્ધ શિક્ષકો તૈયાર કરવા ગુજરાત સરકારે પ્રી-પીટીસી (D.El.Ed.) કૉલેજોના પ્રવેશ નિયમોમાં મહત્વના સુધારા જાહેર કર્યા છે. નવા નિયમ મુજબ હવે પ્રી-પીટીસીમાં પ્રવેશ માટેની મહત્તમ વયમર્યાદા 24 વર્ષથી વધારીને 30 વર્ષ કરવામાં આવી છે. સાથે જ વર્ગદીઠ મંજૂર બેઠકોની સંખ્યા 50થી વધારીને 62 કરવામાં આવી છે. આ ઉપરાંત EWS માટે 10 ટકા અને દિવ્યાંગ ઉમેદવારો માટે 5 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. 50ને બદલે હવે 62 બેઠક પ્રી-પીટીસી કૉલેજમાં અગાઉ વર્ગદીઠ 50 બેઠકોની મંજૂરી હતી. હવે તેમાં 25 ટકાનો વધારો કરીને 62 બેઠકો કરવામાં આવી છે. નવી બેઠક વ્યવસ્થા મુજબ SEBC માટે 27 ટકા એટલે કે 17 બેઠકો, SC માટે 7 ટકા એટલે કે 4 બેઠકો અને ST માટે 15 ટકા એટલે કે 9 બેઠકો રહેશે. ઓપન કેટેગરીમાં 41 ટકા મુજબ 26 બેઠકો અને EWS માટે 10 ટકા મુજબ 6 બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ-12માં 50% ગુણ જરૂરી પ્રી-પીટીસીમાં પ્રવેશ માટે ધોરણ-12માં કુલ ગુણના ઓછામાં ઓછા 50 ટકા ગુણ જરૂરી રહેશે. ગુજરાત બોર્ડ ઉપરાંત CBSE, ICSE સહિતના માન્ય બોર્ડમાંથી ધોરણ-12 પાસ ઉમેદવારો પણ અરજી કરી શકશે. SC, ST, SEBC, EWS અને દિવ્યાંગ ઉમેદવારોને ગુણની પાત્રતામાં 5 ટકાની છૂટ મળશે. 30 વર્ષની વયમર્યાદા, અનામત વર્ગને વધુ 5 વર્ષની છૂટ અગાઉ મહત્તમ વયમર્યાદા 24 વર્ષ હતી, જે હવે વધારીને 30 વર્ષ કરાઈ છે. શૈક્ષણિક વર્ષના પ્રારંભે એટલે કે તે વર્ષના 1 જુલાઈના રોજ ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. SC, ST, SEBC, EWS અને દિવ્યાંગ ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં વધુ 5 વર્ષની છૂટ, એટલે કે 35 વર્ષ સુધીની તક મળશે. માધ્યમની પસંદગીમાં પણ રાહત ઉમેદવારે ધોરણ-10 અથવા ધોરણ-12માં જે માધ્યમમાં અભ્યાસ કર્યો હોય તેમાંથી કોઈપણ માધ્યમની સંસ્થામાં પ્રવેશ માટે અરજી કરી શકશે. બેઠકો ખાલી રહે તો ધોરણ-10 અને 12માં અન્ય ભાષાનો અભ્યાસ કરનાર ઉમેદવારને પોતાની પસંદગી મુજબ અન્ય માધ્યમમાં પણ પ્રવેશની તક મળશે. દિવ્યાંગો માટે 5% બેઠક અનામત દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ ઉપલબ્ધ બેઠકોમાંથી 5 ટકા બેઠક અનામત રાખવામાં આવશે. આ જોગવાઈ Rights of Persons with Disabilities Act, 2016ની કલમ-32 મુજબ કરવામાં આવી છે. દિવ્યાંગ ઉમેદવારની પસંદગી વખતે તેમની દિવ્યાંગતા શિક્ષક તરીકેની ફરજમાં બાધારૂપ ન બને તેની ચકાસણી કરવામાં આવશે. સરકારના આ સુધારાથી એક તરફ પ્રી-પીટીસીમાં પ્રવેશ માટે બેઠકો વધશે, તો બીજી તરફ વયમર્યાદા, ગુણની પાત્રતા, અનામત અને માધ્યમની પસંદગીમાં રાહત મળતા વધુ યુવાનો માટે શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક ઊભી થશે.
    Click here to Read More
    Previous Article
    ખડગેએ ફરી વિપક્ષી સાંસદોને લંચ પર બોલાવ્યા:ત્યારબાદ રાજઘાટ જઈને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે, રાહુલ-પ્રિયંકા સામે બે દિવસમાં બે FIR
    Next Article
    પાટણ કોંગ્રેસનો મતદાર યાદી અને SIR પ્રક્રિયા સામે વિરોધ:મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે પ્રાંત કચેરીએ ધરણા, 'વોટ ચોર - ગાદી છોડ'ના નારા લગાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment