Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    30 સપ્ટેમ્બરનું અંકફળ:અંક 3 અને 4ના લોકોને દેવામાંથી રાહત મળશે, અંક 8ના જાતકોની કોઈ વાત લીક થવાનું જોખમ

    1 week ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… ખર્ચની વધારે રહેશે અને મન નિરાશ રહેશે. આવકના મામલામાં પણ નબળા રહેશો. કાર્યમાં અડચણો આવશે. બપોર પછી સ્થિતિ અનુકૂળ બની જશે. કોઈ મહત્વપૂર્ણ કામ થવાનું છે. જૂના મિત્રોને મળવાનું થશે. નવી યોજનાઓ પણ બની શકે છે. અનિચ્છનીય કાર્યો કરવાથી બચી જશો. કરજ સંબંધિત સમસ્યાનો ઉકેલ આવશે. ધનની પ્રાપ્તિ અને કાર્યમાં સફળતા મળશે. યોજનાઓ સફળ થશે. નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરવાની તક મળશે. કરિયરઃ વેપારમાં વૃદ્ધિ થશે અને નોકરી બદલવાનું મન થશે. લવઃ પ્રણય સંબંધોમાં સુખ રહેશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબરઃ 2-3-9 લકી કલરઃ લાલ શું કરવુંઃ સૂર્યને કંકુ મિશ્રિત અર્ઘ્ય અર્પણ કરવું. સવારે નિરાશાનો ભાવ રહેશે. મગજ અસ્થિર રહેશે અને આવકમાં સામાન્ય વધારા સાથે કાર્યમાં ગતિ આવશે. કાર્યો સમયસર સંપન્ન થશે. સાચું બોલવાને કારણે નુકસાન પણ થઈ શકે છે. મકાન સંબંધિત નવી યોજના બની શકે છે. બપોર પછી સમયમાં સુધારો થશે, જે રાત સુધી વ્યવસ્થિત રીતે ચાલતો રહેશે. યોજનાઓ સફળ થશે અને ધનની કમી દૂર થશે. સહયોગ મળશે. ધનની આવક સારી જળવાઈ રહેશે. કરિયરઃ વેપારમાં તેજી રહેશે અને નોકરીમાં કામની અધિકતા રહેશે. લવઃ પ્રેમી સાથીનું અશોભનીય વર્તન રહેશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. લકી નંબરઃ 1-3-8 લકી કલરઃ લીલો શું કરવુંઃ શ્રીકૃષ્ણને મીઠાઈનો ભોગ ધરાવવો. શરૂઆત સારી રહેશે. કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. આવક પણ સારી જળવાઈ રહેશે. સંતાન તરફથી સુખની પ્રાપ્તિ થશે. બપોર પછી પોતાના વાહનમાં ખરાબીની સમસ્યા થઈ શકે છે. બહારનું ખાવા-પીવાથી તકલીફ થઈ શકે છે. કોઈની પાસે સહયોગની અપેક્ષા ન રાખવી. આવકમાં ઘટાડો થશે. વિરોધીઓ પરેશાન કરી શકે છે. સાંજથી કંઈક રાહત મળશે. ધનની સમસ્યા દૂર થશે. સહયોગ પ્રાપ્ત થશે અને નવા ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો પ્રયાસ થશે. કરિયરઃ વ્યાપારી યાત્રાનો યોગ છે. નોકરીમાં વિવાદ થઈ શકે છે. લવઃ કોમ્યુનિકેશનની કમીથી પ્રેમમાં વિવાદ થઈ શકે છે. વિવાહ યોગ્ય લોકોને લગ્નનો પ્રસ્તાવ મળશે. લકી નંબરઃ 1-3-7 લકી કલરઃ જાંબલી શું કરવુંઃ હનુમાનજીને તેલનો દીવો કરવો. શરૂઆતમાં નાની સફળતા મળી શકે છે. દેવામાંથી મુક્તિ મેળવવાના રસ્તા મળશે. ભવિષ્યને લઈને ચિંતાઓ રહેશે. કાર્ય પ્રત્યે મન ઉદાસીન રહેશે. દિવસના મધ્યમાં આવક સારી રહેશે અને કિંમતી સામાન ખરીદવાની યોજના બની શકે છે. યાત્રા પર જવાનો યોગ પણ બની રહ્યો છે. સાંજે સતર્ક રહેવું પડશે. બિનજરૂરી ખર્ચ થશે અને વિવાદ થઈ શકે છે. સહયોગની અપેક્ષાઓ વ્યર્થ જશે. કરિયરઃ વેપાર મિશ્રિત રહેશે. નોકરીમાં અધિકારીઓ પ્રસન્ન રહેશે. લવઃ પ્રેમી સાથી સાથે નાનો વિવાદ થશે. વૈવાહિક જીવનમાં તણાવ ઓછો થશે. લકી નંબરઃ 3-5-8 લકી કલરઃ ગુલાબી શું કરવુંઃ શિવજીને કેસરનો તિલક કરવો. સવારનો સમય આર્થિક પ્રગતિ આપશે. ત્યારબાદ પણ સમય સારો જ રહેશે. આધુનિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત થશે. કાર્યો સમયસર થશે. સંતાન તરફથી ખુશી મળશે. નવા મિત્રો બનશે. બપોરે મન વ્યથિત થઈ શકે છે અને નિરાશાનો ભાવ રહેશે. વિરોધીઓ પણ પરેશાન કરી શકે છે. રોકાણ કરવાથી બચવું અને એકલા ક્યાંય જવાથી બચવું. સાંજથી સમય પક્ષમાં રહેશે. કાર્યોમાં સફળતા મળશે અને આવકમાં પણ સુધારો થશે. યોજનાઓ સફળ થશે. કરિયરઃ વેપારમાં જોખમી રોકાણથી બચવું અને નોકરીમાં અગત્યના કાગળો ગુમ થઈ શકે છે. લવઃ દાંપત્ય જીવનમાં સુખ રહેશે અને પ્રેમમાં અડચણો આવશે. લકી નંબરઃ 1-3-6 લકી કલરઃ સફેદ શું કરવુંઃ દુર્ગાજીને ચોખાનો ભોગ ધરાવવો. બપોરે કાર્યમાં અડચણ આવી શકે છે. દરેક જગ્યાએ બાધા નિર્માણ થશે અને આવકમાં પણ ઘટાડો રહેશે. સહયોગીઓ સાથે સંપર્ક નહીં થઈ શકે. ત્યારબાદ ધાર્મિક, આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. યાત્રાનો યોગ પણ છે. વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે. સહયોગની અપેક્ષાઓ પૂરી થશે. દિવસના અંતમાં કોઈ મોટી સફળતા મળવાના યોગ છે. નવું વાહન પ્રાપ્ત થઈ શકે છે. પરિવાર સાથે પ્રવાસે જવાની તક મળશે. નવું વાહન ખરીદવાનું મન થશે. કરિયરઃ વ્યાપારી સફળતા મળશે. ઉદ્યોગ સંચાલનમાં સરળતા રહેશે. નોકરીમાં કામ વધારે રહેશે. લવઃ પ્રેમી સાથીથી બિનજરૂરી પરેશાની થઈ શકે છે. સંતાન અને માતા તરફથી સ્નેહ મળશે. લકી નંબરઃ 1-3-7 લકી કલરઃ મરૂન શું કરવુંઃ મહાદેવને બીલીપત્ર અને ઘીનો દીવો કરવો. કાર્યમાં શ્રેષ્ઠ રહેશો. ભાઈઓનો સહયોગ મળશે અને ભાગ્ય પૂરેપૂરું અનુકૂળ રહેશે. લાભમાં વધારો થશે. સંપત્તિથી લાભ અને વૃદ્ધિનો યોગ છે. કાર્યો સમયસર થશે અને યોજનાઓ સફળ થશે. પરિવાર સાથે રહેવાની તક મળશે. બપોરે કોઈ ચિંતાજનક ઘટના બની શકે છે. વિવાદથી બચવું અને શત્રુઓથી સાવચેત રહેવું. સાંજે સહયોગ પ્રાપ્ત થશે. આવકમાં સુધારો થશે. સંપર્કનો લાભ મળશે. કરિયરઃ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે લાભની સ્થિતિ રહેશે તેમજ નોકરીમાં સ્થિરતા મળશે. લવઃ પ્રેમી સાથી પ્રત્યે લાગણી રહેશે અને જીવનસાથી પ્રસન્નતા આપશે. લકી નંબરઃ 3-6-8 લકી કલરઃ આસમાની શું કરવુંઃ ગણેશજીને દૂર્વા અને જળ અર્પણ કરવું. પ્રસન્નતા પ્રાપ્ત થશે અને કાર્યો સમયસર સંપન્ન થશે. આળસના કારણે જે કામ ટાળવા માંગો છો, તે ખૂબ સારી રીતે થઈ જશે. અતિથિઓનું આગમન થશે અને ભાગ્યનો સાથ મળશે. સંપત્તિથી લાભ થશે. બપોરનો સમય પણ અનુકૂળ રહેશે. આવકમાં વધારો થશે અને બાધાઓ સમાપ્ત થશે. સાંજનો સમય પક્ષમાં નહીં રહે. સંભાળીને રહેવું પડશે. વિરોધીઓ સક્રિય રહેશે. ગુપ્ત વાતો બહાર આવી શકે છે. કરિયરઃ ટેન્ડર અથવા અન્ય ગોપનીય વ્યાપારી વાતો લીક થઈ શકે છે. નોકરીમાં અડચણ આવી શકે છે. લવઃ પ્રેમી સાથીથી નારાજગી રહેશે અને વિવાહ યોગ્ય લોકોને પ્રસ્તાવ મળી શકે છે. લકી નંબરઃ 3-7-9 લકી કલરઃ વાદળી શું કરવુંઃ શ્રી હનુમાનજીને તેલનો દીવો કરવો. સમય ઉત્તમ રહેશે અને બીજાઓની મદદ કરવાની તક મળશે. પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક થશે અને ધાર્મિક કાર્યોમાં સામેલ થવાની તક મળશે. આવક સારી જળવાઈ રહેશે અને કામની અધિકતા સાથે સંતાન સાથ આપશે. દિવસના મધ્યમાં સંપત્તિથી લાભ થશે અને પડોશીઓ સાથે વિવાદ થઈ શકે છે. વાહનને નુકસાન અને અઠવાડિયાના અંતમાં પરિવાર તરફથી સહયોગ મળશે તથા ભાગ્ય સાથે આપશે. કાર્યમાં સફળતા મળશે. કરિયરઃ વ્યાપારી લેવડ-દેવડમાં વિવાદ થઈ શકે છે. નોકરી બદલવાનો વિચાર માંડી વાળવો. લવઃ જીવનસાથી તરફથી સુખ મળશે અને સંતાન તરફથી અનુકૂળતા રહેશે. લકી નંબરઃ 3-4-6 લકી કલરઃ પીળો શું કરવુંઃ હનુમાન ચાલીસાના 10 વાર પાઠ કરવા.
    Click here to Read More
    Previous Article
    30 સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ:મિથુન અને મકર રાશિની કોઈ ઈચ્છા પૂરી થશે, સિંહ અને કન્યા જાતકોએ નિર્ણય લેવામાં સંભાળવું
    Next Article
    સહેનાજબેનને નમોશ્રી અને માતૃવંદના યોજનાથી મદદ મળી:ગર્ભાવસ્થામાં પોષણ અને આર્થિક સુરક્ષા મળી, દીકરીનું ભવિષ્ય પણ સુરક્ષિત થયું

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment