Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત ટ્રાફિક કોન્સ્ટેબલે વાહનચાલકને રૂ. 30 હજાર ચૂકવવા પડશે:2007માં ફરજ દરમિયાન નોટપેડ ફેંકીને મારતા બાઈકચાલકને ઈજા પહોંચી હતી, કોર્ટે દોષિત ઠેરવ્યા

    4 days ago

    અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે નિવૃત્ત ટ્રાફિક કોન્સ્ટેબલ લાલજી મકવાણાને ટ્રાફિક ચેકિંગ દરમિયાન મોટરસાયકલ ચાલક તરફ નોટપેડ ફેંકીને ચાલકને ઈજા પહોંચાડવા બદલ દોષિત ઠેરવ્યા છે. જો કે વિવિધ રાહત આપનારા પરિબળોને ધ્યાનમાં રાખીને, કોર્ટે તેમને જેલની સજામાંથી રાહત આપી છે અને પ્રોબેશનનો લાભ આપ્યો છે. પરંતુ 30 હજારનું વળતર ફરિયાદીને ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. આ રૂપિયા કોર્ટમાં જમા કરાવવાના રહેશે. નોટપેડ ફેંકીને મારતા બાઈકચાલકને ઈજા પહોંચી હતી આ ઘટના 19 નવેમ્બર, 2007ની છે, જ્યારે ટ્રાફિક કોન્સ્ટેબલ શિવરંજની ચાર રસ્તા પર ફરજ બજાવતા હતા. એક ટુ વ્હીલર ચાલક પોતાની બહેનને પાછળ બેસાડીને મોટરસાયકલ લઈને ચાર રસ્તા પાસે આવ્યા હતા. બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યું ન હતું. પ્રોશિક્યુશનના જણાવ્યા અનુસાર ટ્રાફિક કોન્સ્ટેબલે બાઇક ચાલકને ઊભા રહેવાનો ઈશારો કર્યો હતો. જ્યારે તેમને લાગ્યું કે ચાલક ઊભો નહીં રહે, ત્યારે તેમણે પોતાની પાસે રહેલું નોટપેડ તેની તરફ ફેંક્યું હતું. આ નોટપેડ બાઇક ચાલકના મોઢા પર વાગ્યું હતું. જેના કારણે મોટરસાયકલ ચાલકે સંતુલન ગુમાવ્યું અને બંને સવારો રોડ પર પડી ગયા. ચાલકના ચશ્મા તૂટી ગયા અને તેની આંખમાં ઈજા થઈ હતી. ફરજ પરના અન્ય એક પોલીસકર્મી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. નરમ વલણ અપનાવવા અરજી વિનંતી કરતા કોર્ટે સજાના બદલે વળતરનો હુકમ કર્યો બીજા દિવસે બાઇક ચાલકે કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ચાર્જશીટ ફાઇલ થઈ અને ટ્રાયલ ચાલ્યા બાદ કોર્ટે ટ્રાફિક કોન્સ્ટેબલને બાઇક ચાલક પર હુમલો કરવા બદલ દોષિત ઠેરવ્યા છે. કોન્સ્ટેબલ કોર્ટે સમક્ષ નરમ વલણ અપનાવવા અને જેલની સજાને બદલે વળતર ચૂકવવાનો આદેશ કરવા વિનંતી કરી હતી. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આ વિનંતીનો સ્વીકાર કરાયો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે ઘટના સમયની આરોપીની ઉંમર તેમજ તેમની વર્તમાન ઉંમર, તેમનો વ્યવસાય, કૌટુંબિક જવાબદારીઓ, કેસના સંજોગો, ગુનાનું સ્વરૂપ અને તેમના ભવિષ્યની સંભાવનાઓ પર દોષિત ઠરવાની અસરોને ધ્યાનમાં લેતા, કોર્ટ પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ, 1958 ની કલમોનો લાભ આપવો યોગ્ય માને છે. જેલની સજા ફટકારવાને બદલે, આરોપીને ભોગ બનનાર વ્યક્તિને યોગ્ય વળતર ચૂકવવાનો આદેશ આપવાથી ન્યાયનો હેતુ પૂરતો સિદ્ધ થશે, તેવું અદાલતનું માનવું છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં બ્રાઉન હેરોઈન સાથે પંજાબનો શખ્સ ઝડપાયો:નેશનલ હાઈવે પરથી રૂરલ પોલીસે કાર્યવાહી કરી
    Next Article
    રાજકોટમાં નકલી પોલીસનો આતંક:ખૂલ્લા પટ્ટમાં શું કરો છો?, પોલીસ સ્ટેશને માર ન ખાવો હોય તો રૂ.50 હજાર આપવા પડશે કહી ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment