Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    30 વર્ષ બાદ અધિક માસમાં સોમવતી અમાસનો સંયોગ:14 અને 15 જૂને પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ; સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ વચ્ચે સૂર્યનું મિથુન રાશિમાં ગોચર

    5 days ago

    આજે જ્યેષ્ઠ અધિકમાસના કૃષ્ણ પક્ષની અમાસ છે. તિથિઓની વધઘટને કારણે આ વર્ષે 14 જૂન અને 15 જૂન એમ બે દિવસ અમાસ રહેશે. અધિકમાસ 3 વર્ષમાં એકવાર આવે છે, તેથી આ મહિનાની અંતિમ તિથિ એટલે કે અમાસનું મહત્વ ઘણું વધારે માનવામાં આવ્યું છે. 30 વર્ષ બાદ પુરુષોત્તમ માસમાં સોમવતી અમાસનો સંયોગ તેવામાં પણ આ વર્ષે 30 વર્ષ બાદ અધિક માસમાં સોમવતી અમાસનો સંયોગ સર્જાયો છે. આ પહેલા 15 જુલાઈ 1996ના રોજ અષાઢના અધિક માસ દરમિયાન આવો સંયોગ સર્જાયો હતો. ઉપરાંત મલમાસ પૂરો થતાં જ સૂર્યદેવ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગનો સંયોગ સોમવતી અમાસના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યા છે. આ બંને શુભ યોગ સવારે 05:23થી સાંજે 07:08 સુધી રહેશે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરવામાં આવેલા કાર્યો સફળ થાય તેવી માન્યતા છે. એવી માન્યતા છે કે આ તિથિ પર કરવામાં આવેલા ધર્મ-કર્મો અક્ષય પુણ્ય આપે છે. એવું પુણ્ય જેની શુભ અસર જીવનભર રહે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, પિતૃઓની તૃપ્તિ અને ઘર-પરિવારમાં સુખ-શાંતિની કામનાથી અમાસની બપોરે ધૂપ-ધ્યાન, તર્પણ અને દાન-પુણ્ય કરવું જોઈએ. અધિકમાસની અંતિમ તિથિ પર ભગવાન વિષ્ણુનો અભિષેક પણ ખાસ કરીને કરવો જોઈએ. સોમવતી અમાસે પિતૃ તર્પણની વિધિ ઘર-પરિવારના મૃત સભ્યોને પિતૃદેવ માનવામાં આવ્યા છે. તેમની તૃપ્તિ માટે શ્રાદ્ધ, તર્પણ અને ધૂપ-ધ્યાન કરવાની પરંપરા છે. ખાસ કરીને આ શુભ કાર્યો અમાસના દિવસે કરવામાં આવે છે, કારણ કે અમાસ તિથિના સ્વામી પિતૃદેવ જ માનવામાં આવ્યા છે. જાણો અમાસ પર પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કેવી રીતે કરી શકાય... શાસ્ત્રોમાં બપોરના લગભગ 12 વાગ્યાના સમયને કુતુપ કાળ કહેવામાં આવ્યો છે, આ સમય પિતૃઓ માટે શુભ કાર્યો કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. અમાસની બપોરે ગાયના છાણમાંથી બનેલું છાણું સળગાવો. જ્યારે છાણામાંથી ધુમાડો નીકળવાનું બંધ થઈ જાય, ત્યારે છાણાના અંગારા પર ગોળ-ઘી અને ખીર-પૂરી અર્પણ કરો. આ દરમિયાન 'ૐ પિતૃદેવેભ્યો નમ:' મંત્રનો જાપ કરતા રહો. હથેળીમાં જળ લો અને અંગૂઠા તરફથી પિતૃઓને ચઢાવો. જળમાં કાળા તલ ભેળવીને ત્રણ વાર જળ અર્પણ કરી શકો છો. આ રીતે ધૂપ-ધ્યાન કર્યા પછી ઘરની આસપાસના જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. અનાજ, ધન, જૂતા-ચપ્પલ, કપડાં અને ધનનું દાન કરો. ધૂપ-ધ્યાન કરતી વખતે પિતૃઓથી પ્રાર્થના કરી શકો છો કે, 'હે પિતૃગણ, તમે જ્યાં પણ હોવ, પ્રસન્ન રહો. અમે શ્રદ્ધાપૂર્વક તમારું સ્મરણ કરીએ છીએ. કૃપા કરીને અમને આશીર્વાદ આપો.' અમાસ પર કરી શકો છો આ શુભ કાર્યો નવગ્રહોના રાજા સૂર્યદેવનું મિથુન રાશિમાં ગોચર સૂર્ય 16 જુલાઈ 2026ના રોજ સવારે 11:35 વાગ્યા સુધી મિથુન રાશિમાં બિરાજમાન રહેશે, ત્યારબાદ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના રાશિ પરિવર્તનથી ઋતુઓ બદલાય છે, સૂર્યના મિથુન રાશિમાં આવ્યા બાદથી વરસાદ શરૂ થાય છે. સંક્રાંતિ પર્વે શું કરવું? જ્યોતિષ અને ધર્મ ગ્રંથો અનુસાર જે દિવસે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. તે દિવસને સંક્રાંતિ પર્વ કહેવામાં આવે છે. આ પર્વ વર્ષમાં 12 વખત ઊજવવામાં આવે છે. સંક્રાંતિના દિવસે સૂર્યોદય પહેલાં ઊઠી પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. જો નદી સ્નાન શક્ય ન હોય, તો ઘરે પાણીમાં ગંગાજળના થોડાં ટીપાં ઉમેરીને સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ ઉગતા સૂર્યને પ્રણામ કરો. પછી અર્ઘ્ય આપો. તે પછી ધૂપ-દીપ પ્રગટાવો અને આરતી કરો. છેલ્લે સૂર્યદેવતાને પ્રણામ કરો. સૂર્યદેવની પૂજા-વિધિ સૂર્ય પૂજા માટે તાંબાની થાળી અને તાંબાનો લોટો લો. થાળીમાં લાલ ચંદન, લાલ ફૂલ અને ઘીનો દીવો પ્રગટાવવો. દીવો તાંબાનો કે માટીનો લઈ શકાય છે. અર્ઘ્ય આપતી સમયે લોટાના પાણીમાં લાલ ચંદન મિક્સ કરો અને લાલ ફૂલ પણ રાખો. 'ૐ ધૃણિ સૂર્યઆદિત્યાય નમઃ' મંત્રનો જાપ કરીને અર્ઘ્ય આપો અને પ્રણામ કરો. અર્ઘ્ય આપતી વખતે પાણીને જમીન ઉપર પડવા દેશો નહીં. કોઇ તાંબાના વાસણમાં જ અર્ઘ્ય આપવું જોઈએ. પછી તે પાણી કોઈ ઝાડ કે છોડને અર્પણ કરો. આ પાણીને કોઈના પગનો સ્પર્શ ન થાય તેનું ધ્યાન રાખવું. મિથુન રાશિમાં પ્રવેશ થયા પછી વરસાદ શરૂ થાય છે સૂર્ય દેવતાને જ જ્યોતિષનો જનક માનવામાં આાવે છે. તે બધા ગ્રહોના રાજા છે. આ ગ્રહની સ્થિતિથી જ કાલગણના કરવામાં આવે છે. દિવસ-રાતથી લઇને મહિના, ઋતુઓ અને વર્ષની ગણતરી સૂર્ય વિના કરી શકાતી નથી. દર મહિને જ્યારે સૂર્ય રાશિ બદલે છે, ત્યારે વાતાવરણમાં ફેરફાર થવા લાગે છે. જેથી ઋતુઓ પણ બદલાય છે. આ કારણે સૂર્યની સ્થિતિ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્યના મિથુન રાશિમાં આવ્યા પછી જ વરસાદની ઋતુ શરૂ થાય છે. કેટલાક વિદ્વાનોના મતે મોટાભાગે જ્યારે સૂર્ય મિથુન રાશિથી સિંહ રાશિ સુધી રહે છે, ત્યાં સુધી વરસાદ થાય છે.
    Click here to Read More
    Previous Article
    કુંડળીમાં ગુરુ-શનિની યુતિ:શું ખરેખર આ સંયોગ લાવે છે આર્થિક સંકટનું વાવાઝોડું? જાણો એસ્ટ્રો ગુરુ ડો. પંકજ નાગર પાસેથી
    Next Article
    આ સપ્તાહ કેવું રહેશે?:કર્ક, કન્યા, ધન અને મકર રાશિ પર લક્ષ્મીજીની કૃપા વરસશે; સિંહ અને તુલા રાશિનું ભાગ્ય બળવાન રહેશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment