Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં વૃદ્ધને 30 સેકન્ડમાં 13 વાર ધોકા મારી પતાવી દીધા,CCTV:નીચે પડી ગયા બાદ પણ યુવક ન અટક્યો, આજીજી કરતા રહ્યા છતા આડેધડ મારતો રહ્યો

    3 days ago

    સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. ઓલપાડ જહાંગીરપુરા રોડ પર એક 60 વર્ષીય વૃદ્ધ પર એક અજાણ્યા શખસે લાકડાના ફટકા વડે તૂટી પડીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. આ સમગ્ર હત્યાકાંડ નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે, જેના આધારે જહાંગીરપુરા પોલીસે અજાણ્યા હત્યારા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વૃદ્ધ પર અચાનક તૂટી પડ્યો હત્યારો મળતી માહિતી મુજબ, 20 જૂનના રોજ વહેલી સવારે આશરે 3:22થી 3:26 વાગ્યાના અરસામાં જહાંગીરપુરા ઓલપાડ રોડ પર મહાજન આમલેટ નામની દુકાનની સામે જાહેર જગ્યામાં એક વૃદ્ધ કચરો વીણી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં હાથમાં લાકડાનો ફટકો લઈ એખ શખસ ધસી આવ્યો હતો. તેણે કાંઈ પણ વિચાર્યાં વગર વૃદ્ધ પર લાકડાથી આડેધડ હુમલો કરી દીધો હતો. યુવકે આડેધડ ધોકાના 13 ઘા માર્યાં માથા, હાથ અને પગના ભાગે 13 વખત ધોકાના ઘા વાગવાથી વૃદ્ધ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. વૃદ્ધ નીચે પડી ગયા બાદ પણ શખસ અટક્યો નહોતો અને તેમના માથા પર ઘા ફટકારી માત્ર 4 મિનિટમાં ખેલ ખતમ કરી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. 108માં સિવિલ ખસેડાયા, સારવાર સમયે દમ તોડ્યો બનાવની સવારે આશરે 8:01 વાગ્યે કોઈ રાહદારીની નજર લોહીલુહાણ હાલતમાં પડેલા વૃદ્ધ પર પડતા તેણે તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ના ઈએમટી દેવીકાબેન ઘાયલ વૃદ્ધને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસીને તેમને વોર્ડમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલના ચોપડે વૃદ્ધનું નામ બાબુભાઈ સાવંત (ઉં.વ. 60) હોવાનું અને તેઓ સારોલી ખાતે ડિલક્ષ પાન ગોલ્ડ સ્ટોલ પાસે રહેતા હોવાનું ખૂલ્યું હતું. જોકે, માથામાં ગંભીર ઈજાઓ હોવાના કારણે સારવાર દરમિયાન સાંજે બાબુભાઈએ દમ તોડી દીધો હતો. કોઈ વાલીવારસ ન મળતા આખરે પોલીસ ફરિયાદી બની આ મામલે શરૂઆતમાં જહાંગીરપુરા પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી હતી. મૃતક બાબુભાઈના સગા-વ્હાલા કે કોઈ વાલીવારસની શોધખોળ કરવા છતાં તેમની કોઈ ભાળ મળી શકી નહોતી. બીજી તરફ હોસ્પિટલના ડો. ફિરદોસ પટેલ અને ડો. પી.એમ. મોદી દ્વારા કરાયેલા ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે, વૃદ્ધનું મોત કોઈ બોથડ પદાર્થના ફટકાના કારણે માથામાં થયેલી ગંભીર ઈજા અને લોહી વહી જવાને લીધે થયું છે. બનાવ ગુનાહિત હોવાનું સ્પષ્ટ જણાતા આખરે કોઈ વારસદાર ન મળતા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના PSI અભિજીતસિંહ ઘરિયા પોતે સરકાર તરફે ફરિયાદી બન્યા છે. CCTV ફૂટેજે ખોલ્યો હત્યાનો ભેદ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે આસપાસના CCTV ફૂટેજ ચેક કર્યાં હતા. જેમાં ઘટનાસ્થળ નજીક 'મામા ચીકન એન્ડ મટન' નામની દુકાનના CCTV કેમેરામાં આ ક્રૂર હત્યાકાંડ કેદ થયેલો જોવા મળ્યો હતો. CCTV ફૂટેજ અને પીએમ રિપોર્ટના આધારે જહાંગીરપુરા પોલીસે અજાણ્યા હત્યારા સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ચકચારી મર્ડર કેસની સઘન તપાસ જહાંગીરપુરાના પોલીસ ઈન્સ્પેક્ટર બી.બી.પરમાર ચલાવી રહ્યા છે અને હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો: અમદાવાદમાં રિલીફ રોડ પર હત્યા, રૂપિયાની લેતી-દેતીમાં યુવકને છરીના ઉપરાછાપરી ઘા માર્યાં 21 જૂન, 2026ના દિવસે અમદાવાદના ભારે ટ્રાફિકવાળા રિલીફ રોડ પર ધોળા દિવસે હત્યા થઈ હતી. એક શખસને ધારદાર હથિયારના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. આ હત્યાને કારણે રસ્તા પર લોહીના રેલાઓ વહ્યા હતા. આ ઘટનાને પગલે કારંજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતો અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો. ત્યાર બાદ પોલીસે હત્યા કરનારા શખ્સની અટકાયત કરી લીધી હતી.સંપૂર્ણ સમાચાર વાંચો ‘તારો ભાઈ હજુ સૂતો છે, તમે આવીને લઈ જજો’, મહેસાણા જિલ્લામાં 10 દિવસમાં 6 હત્યા 19 જૂન, 2026ની રાત્રે મહેસાણા જિલ્લામાં હત્યાની વધુ એક ઘટના સામે આવી હતી. 10 દિવસમાં હત્યાની 6 ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી. વિજાપુર પંથકમાં અજાણ્યા શખસોએ યુવકને છરી મારી હતી હત્યા કરી નાખી હતી. જે બાદ મૃતદેહ પાણીની ટાંકી પાસે ફેંકી દીધો હતો.સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    સમી કોલેજમાં GST પરિચય સેમિનાર યોજાયો:વિદ્યાર્થીઓને કરવેરાનું જ્ઞાન આપવા વિશેષ વ્યાખ્યાન
    Next Article
    Man Drowns After Falling Into Manhole Amid Heavy Rain In Mumbai

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment