Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અમેરિકા જવા નીકળેલા 3 ગુજરાતીઓનું ઇથોપિયામાં અપહરણ, ઉજ્જૈનમાં મસ્જિદ તોડવા મુદ્દે ભારેલો અગ્નિ, UPI ચાર્જ પર રોક નહીં લાગે

    18 hours ago

    નમસ્તે, ગઈ કાલના મોટા સમાચાર ઉજ્જૈનથી રહ્યા. મસ્જિદનો એક ભાગ તોડવાને લઈને ભારે હોબાળો થયો હતો. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બીજા મોટા સમાચાર અમેરિકા જવા નીકળેલા 3 ગુજરાતીઓના ઇથોપિયામાં અપહરણ સંબંધિત રહ્યા. વાંચો મોર્નિંગ ન્યૂઝ બ્રીફ… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીના મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ યુપીની MP-MLA કોર્ટમાં સુનાવણી. 2. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ AIના જોખમો અંગે ટેક કંપનીઓના CEOઓ સાથે મુલાકાત કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. ઉજ્જૈનમાં મસ્જિદ તોડવા વિરુદ્ધની અરજી રદ:આ જ મુદ્દે સવારે પથ્થરમારો-લાઠીચાર્જ થયો, 7 સામે FIR; ઇમામનો દાવો- મસ્જિદ 600 વર્ષ જૂની ઉજ્જૈનમાં શાહી મસ્જિદ મામલે દાખલ કરાયેલી અરજી મધ્યપ્રદેશ હાઈકોર્ટે રદ કરી દીધી છે. તમામ પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે જિલ્લા પ્રશાસન અને શાહી મસ્જિદ કમિટી વચ્ચે થયેલા સમાધાનના આધારે મામલાનો નિકાલ કરી દીધો. અરજદાર શાહી મસ્જિદ કમિટીના એડવોકેટ કુલદીપ પાઠકે જણાવ્યું કે- કમિટી અને પ્રશાસન વચ્ચે થયેલા સમાધાન અનુસાર રસ્તા માટે 3 ફૂટ જગ્યા સાથે કેટલીક દુકાનો હટાવવા પર સહમતિ બની છે. મોટી મિનારને બીજી તરફ ખસેડવામાં આવશે. દુકાનો માટે બીજી જગ્યા આપવામાં આવશે. આ પહેલાં મસ્જિદનો એક ભાગ તોડવાને લઈને સોમવારે સવારે ભારે હોબાળો થયો હતો. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જવાબમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટિયર ગેસ છોડવામાં આવ્યો. ભીડને હટાવતી વખતે મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારી ઘાયલ થઈ ગયાં. વાંચો સંપૂર્ણ સમાચાર 2. UPI ચાર્જ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર:₹2000થી વધુની ચુકવણી પર 0.4% ચાર્જ લાગશે; સરકારને પૂછ્યું- નિયમનો આધાર જણાવો સુપ્રીમ કોર્ટે UPI પેમેન્ટ પર 0.4% ચાર્જ લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. 15 ઓક્ટોબરથી આ ચાર્જ 2,000 રૂપિયાથી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર લાગુ થશે. જોકે, કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે કે આ નવા નિયમને લાગુ કરવાનો આધાર શું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ત્રણ જજોની બેન્ચે વકીલ અંજન દત્તાની જનહિત અરજી પર સુનાવણી કરતાં આ આદેશ આપ્યો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકારે જનતા સાથે ચર્ચા કર્યા વિના અને કોઈ નક્કર નિયમ બનાવ્યા વિના જ આ ફી નક્કી કરી દીધી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા:સેન્સેક્સ 1124 અંક ઘટ્યો, સતત 8મા અઠવાડિયે ઘટાડો; ટ્રમ્પે ઈરાન યુદ્ધ રોકવાનો ઇનકાર કર્યો તેની અસર શેર માર્કેટમાં સતત આઠમા અઠવાડિયે ઘટાડો રહ્યો છે. સોમવારે સેન્સેક્સ 1124 અંક એટલે કે 1.52%ના ઘટાડા સાથે 72,772 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટીમાં 360 અંક એટલે કે 1.56%નો ઘટાડો રહ્યો અને તે 22,780 પર બંધ થયો. બેન્કિંગ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી. બજારમાં ઘટાડાનું કારણ વેચવાલી રહી. તેના કારણે રોકાણકારોની સંપત્તિ ₹7 લાખ કરોડથી વધુ ઘટી ગઈ. શુક્રવારે બજાર બંધ થયું ત્યારે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ લગભગ ₹482 લાખ કરોડ હતું, જે આજે ઘટીને ₹475 લાખ કરોડ રહી ગયું. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સૌથી શક્તિશાળી રોકેટ 'સ્ટારશિપ'નો 14મો ટેસ્ટ સફળ:પહેલી વખત ઓર્બિટમાં પહોંચ્યું, 26 સેટેલાઇટ લોન્ચ કર્યા; 10 કલાકને બદલે 3 કલાકમાં પૃથ્વી પર પરત ફર્યું ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સનું સૌથી શક્તિશાળી રોકેટ 'સ્ટારશિપ' આજે 28 સપ્ટેમ્બરે પહેલીવાર પૃથ્વીની કક્ષામાં પહોંચ્યું. 26 સેટેલાઇટ પણ ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવ્યા. પ્રારંભિક યોજના મુજબ સ્ટારશિપને લગભગ 10 કલાક સુધી પૃથ્વીની પરિક્રમા કરવાની હતી, પરંતુ મિશન દરમિયાન કરવામાં આવેલા રિવ્યૂ બાદ કંટ્રોલર્સે તેને વહેલું પૂર્ણ કરવાનો નિર્ણય લીધો. આ અંતર્ગત ઉડાન ભર્યાના લગભગ 2 કલાક 12 મિનિટ બાદ રોકેટનું ડી-ઓર્બિટ બર્ન પૂર્ણ કરવામાં આવ્યું અને મિશન શરૂ થયાના ત્રીજા કલાકની આસપાસ તેને પ્રશાંત મહાસાગરમાં ઉતારવામાં આવ્યું. ભારતીય સમય અનુસાર સાંજે 6:16 વાગ્યે આ રોકેટને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સ્ટારશિપનું 14મું પરીક્ષણ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ઘર કે ખેતર નહીં આખે આખું ગામ જ વેચવા કાઢ્યું:350 છોકરાઓનાં લગ્ન અટક્યા, કોઈ છોકરી આપવા તૈયાર નથી; તુલશી ગામના લોકો જળસંકટથી પરેશાન મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના તુલશી ગામમાં પાણીની અછતથી પરેશાન લોકો ગામ વેચવા જઈ રહ્યા છે. આ માટે તેમણે એક બોર્ડ પણ લગાવ્યું છે. જોકે ગામની કિંમત માત્ર પાણી રાખવામાં આવી છે. બોર્ડમાં એ પણ લખ્યું છે કે આખરે અન્યાય કેટલા સમય સુધી સહન કરવો? માઢા તાલુકાના તુલશી ગામની વસ્તી આશરે 7,000 છે. અધૂરા સિંચાઈ પ્રોજેક્ટને કારણે ગામ ઘણા વર્ષોથી પાણીના ટેન્કરો પર નિર્ભર છે. ગ્રામજનોનો દાવો છે કે ગામ નજીકથી નહેરો પસાર થાય છે. તેમ છતાં તેમને પાણી મળી રહ્યું નથી. આ વર્ષે ઓછો વરસાદ પડતાં સંકટ વધુ ઘેરાયું છે. ગામના સરપંચે એવો પણ દાવો કર્યો છે કે જળસંકટને કારણે ગામના આશરે 350 યુવકોનાં લગ્ન થઈ રહ્યાં નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. અમેરિકા જવા નીકળેલા 3 ગુજરાતીઓનું ઇથોપિયામાં અપહરણ:પરિવાર પાસે 1 કરોડની ખંડણી માંગી, રૂપિયા ચૂકવ્યા છતાં 3 દિવસથી કોઇ પત્તો નથી ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળેલા એક ગુજરાતી યુવક અને 2 યુવતીઓનું ઇથોપિયામાં અપહરણ થયું છે. તેઓ 20મી સપ્ટેમ્બરે અમેરિકા જવા નીકળ્યાં હતા. 3 દિવસથી તેમનું અપહરણ કરીને પરિવાર પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. જેનું અપહરણ થયું છે તે યુવાનનું નામ ઋત્વિક શૈલેષભાઇ જનસરી છે. તેની ઉંમર 23 વર્ષ અને તે મહેસાણાનો હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુવતીનું નામ મમતા ચિરાગભાઇ ચાવડા હોવાનું ખૂલ્યું છે. યુવતીની ઉંમર 30 વર્ષ છે. તે મૂળ મહેસાણાની છે પણ હાલ અમદાવાદમાં રહે છે. મહેસાણાના અલ્પેશ પટેલ નામના એજન્ટે આ બન્નેને મોકલ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'જ્ઞાનેશ ગદ્દાર'ના પોસ્ટર, ગુજરાતભરમાં કોંગ્રેસનો આક્રમક વિરોધ:વડોદરા-સુરતમાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, મહિલાઓની પણ ટીંગાટોળી; રાજકોટમાં કાર્યકરને દોરડાથી બાંધ્યો SIR પ્રક્રિયાના નામે દેશભરમાંથી 13 કરોડ જેટલા મતદારોના નામ રદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે દેશભરમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગ સાથે આજે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. રાજકોટ, વડોદરા, સુરત અને જૂનાગઢ જેવા મુખ્ય શહેરોમાં કોંગ્રેસી કાર્યકરોએ કાળા કપડાં ધારણ કરી, સૂત્રોચ્ચાર અને ચક્કાજામ કરીને ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. રાજકોટમાં શહેર કોંગ્રેસ દ્વારા એક યુવા કાર્યકરને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું મહોરું પહેરાવી, દોરડાથી બાંધીને કલેક્ટર કચેરી સુધી લઈ જવામાં આવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાહુલ ગાંધી દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા:SDMને પૂછ્યું- આખી વસાહતના મતદારો ગાયબ થયા, માત્ર એક જ બચ્યો; દિલ્હી SIRમાં 33 લાખ નામ કપાયાં (સંપૂર્ણ સમાચાર વાંચો) 2.ઈન્ટરનેશનલ : નેપાળમાં પહાડ તૂટીને નદીમાં પડ્યો:રસ્તા પર કાટમાળ ભરાયો, અત્યાર સુધીમાં 14 લોકોના મોત; નદીમાં ક્રૂઝ પલટી ગયું (સંપૂર્ણ સમાચાર વાંચો) 3.નેશનલ : સુપ્રીમ કોર્ટે કહ્યું- છઠ્ઠા ધોરણથી 3-લેંગ્વેજ પોલિસી લાગુ નહીં થાય:આ વર્ષે ત્રીજી ભાષામાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં નહીં આવે; CBSEએ છૂટનો વિરોધ કર્યો હતો (સંપૂર્ણ સમાચાર વાંચો) 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે કહ્યું- ઈરાન સામે ટૂંક સમયમાં યુદ્ધ જીતીશું:યુદ્ધ પૂરું થતાં જ તેલની કિંમતો ઘટશે; મિડટર્મ ચૂંટણી પહેલાં ફરી હુમલાની શક્યતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 5.બિઝનેસ : સોનું ₹4065 ઘટીને ₹1.48 લાખ પર આવ્યું:1 કિલો ચાંદી ₹9158 સસ્તી થઈ, આ મહિને સોનાની કિંમતમાં 8 હજાર અને ચાંદીમાં 14 હજારનો ઘટાડો (સંપૂર્ણ સમાચાર વાંચો) 6.સ્પોર્ટ્સ : ભારતને એશિયન ગેમ્સના 9મા દિવસે 8 મેડલ:જેવલિનમાં યશવીરને સિલ્વર, રોહિતને બ્રોન્ઝ; શ્રીશંકર, ગુલવીર અને ઈશાએ પણ સિલ્વર જીત્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : પિતૃ પક્ષ 10 ઑક્ટોબર સુધી:માન્યતા- પિતૃઓની કૃપાથી પરિવારમાં સુખ જળવાઈ રહે છે; ધૂપ-ધ્યાન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ AI કેમેરાએ ગિટારનું ચલણ કાપ્યું બેંગલુરુમાં AI ટ્રાફિક કેમેરાએ સ્કૂટી સવારની પીઠ પર લટકાવેલા ગિટારને માણસ સમજીને 500 રૂપિયાનું ચલણ ફટકાર્યું. સ્કૂટી સવાર સૌવિક દત્તાએ ઘટનાનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ પોલીસે ચલણ રદ કરી દીધું. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર એક્સક્લૂસિવ : અમેરિકા જવા નીકળેલા 3 ગુજરાતીઓનું ઇથોપિયામાં અપહરણ: પરિવાર પાસે 1 કરોડની ખંડણી માંગી, રૂપિયા ચૂકવ્યા છતાં 3 દિવસથી કોઇ પત્તો નથી 2. ગુજરાત એક્સપ્લેનર : ડેન્ગ્યુ વાયરસે રૂપ બદલતાં હાહાકાર: 'હાડકાંતોડ' તાવથી ટપોટપ મોત, કાળો કહેર મચાવતા રોગનું આ છેલ્લું વર્ષ, પપૈયાનાં પાનવાળી વાતમાં દમ નથી 3. 'સેશન્સ કોર્ટના સમન્સ-વોરંટ બજે છે તો મેટ્રો કોર્ટના કેમ નહીં?': વકીલોએ પોલીસની બેવડી નીતિ સામે ઉઠાવ્યા સવાલો, કહ્યું PI સામે કાર્યવાહી થાય 4. Editor's View : તહેવારો ટાણે ત્રણ ફટકા: પેટ્રોલ-ડીઝલમાં ₹9 સુધી ધુંબો લાગી શકે, TV-ફ્રીઝ-ACના ભાવ ખિસ્સાં ખાલી કરશે, UPI ચાર્જનાં નામે વસૂલીનો ખેલ સમજો 5. પારકી પંચાત : MLA મેડમના FREE ગરબા ક્લાસ: Gen-Zએ નેતાઓને નચાવ્યા; બે પાક્કા કોંગ્રેસી રીવાબાને ચેમ્બરમાં જઈને મળી આવ્યા, શું ચર્ચા થઈ? 6. મંડે મેગા સ્ટોરી : જિનપિંગની ખુશામતમાં ટ્રમ્પ, શું ચીનનો સમય શરૂ?: 1990 સુધી ભારત કરતાં પછાત હતું; એવો શું 'ચમત્કાર' થયો કે અમેરિકા પણ ઝૂકવા લાગ્યું? 7. આજનું એક્સપ્લેનર : ₹500ની ટિકિટ, ₹30 કરોડનું ઇનામ; કેરલમ્ સરકાર લોટરી શા માટે ચલાવે છે, શું તમે પણ ખરીદી શકો છો? 8. ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો બેંક કરતાં સસ્તી લોન મળશે: તમારા પ્રોવિડન્ડ ફંડ પર લઈ શકો છો ઓછા વ્યાજે લોન, જાણો નિયમો અને સંપૂર્ણ પ્રોસેસ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: કર્ક રાશિને યોજનાબદ્ધ કામથી મળશે ઉત્તમ સફળતા, મીન રાશિને અટકેલા નાણાં પરત મળવાના યોગ વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીઓ અને વાલીઓ સાવધાન!:વિદેશમાં ઓછા ખર્ચે ભણવાની લાલચ બનાવે છે ફ્રોડનો શિકાર, અસલી અને ફેક સ્કૉલરશિપ ઓફરને આ રીતે ઓળખો
    Next Article
    સિટી એન્કર:અમેરિકામાં પણ ગુંજ્યો ‘જય અંબે’નો નાદ, ભાદરવી પૂનમ નિમિત્તે મૂળ ગાંધીનગરના 150 ભક્તોએ 12 માઈલની પદયાત્રા કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment