Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:અમેરિકામાં પણ ગુંજ્યો ‘જય અંબે’નો નાદ, ભાદરવી પૂનમ નિમિત્તે મૂળ ગાંધીનગરના 150 ભક્તોએ 12 માઈલની પદયાત્રા કરી

    16 hours ago

    અમેરિકામાં વસતા ભારતીયોમાં પણ ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબા પ્રત્યેની અડગ શ્રદ્ધા જોવા મળી હતી. ભારતથી હજારો માઈલ દૂર સાઉથ કેરોલિનાના સ્પાટનબર્ગ સ્થિત હિન્દુ ટેમ્પલ ખાતે ભાદરવી પૂનમના પવિત્ર અવસરે મા અંબાનો ભવ્ય પગપાળા સંઘ યોજાયો હતો. જેમાં આશરે 150 જેટલા ભક્તોએ ‘જય અંબે’ના નાદ સાથે 12 માઈલ(19.31 કિમી)નું અંતર પગપાળા કાપીને મંદિરે પહોંચ્યા હતા. આ સંઘમાં યુવાનો અને પ્રૌઢોની સાથે મોટી સંખ્યામાં વડીલો પણ જોડાયા હતા. ગાંધીનગરના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા રવિ જોષીએ જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમના પવિત્ર અવસરે અમેરિકામાં પણ મા અંબાની ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સ્પાટનબર્ગના હિન્દુ ટેમ્પલ ખાતે યોજાયેલા આ પગપાળા સંઘમાં આશરે 150 જેટલા શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા. ‘જય અંબે’ અને ‘જય મા અંબે’ના જયઘોષ સાથે ભક્તોએ 12 માઈલં19.31 કિમી)ની પદયાત્રા પૂર્ણ કરી હતી. સમગ્ર યાત્રા દરમિયાન ભક્તો માતાજીની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સંઘમાં માત્ર યુવાનો અને પ્રૌઢો જ નહીં, પરંતુ 100થી 125 જેટલા વડીલો અને વૃદ્ધો પણ જોડાયા હતા. વડીલોએ પણ લાંબી પદયાત્રા કરીને મંદિરે પહોંચી માતાજીનાં દર્શન કર્યાં હતાં. વિદેશમાં વસતા ભારતીયો દ્વારા આ રીતે ધાર્મિક પરંપરા જાળવી રાખવામાં આવી રહી છે. પદયાત્રા દરમિયાન ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે માર્ગમાં બે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પદયાત્રીઓ માટે ચા, નાસ્તા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. 12 માઈલની પદયાત્રા પૂર્ણ કરીને તમામ ભક્તો મંદિરે પહોંચ્યા હતા. ત્યાં માતાજીનાં દર્શન કર્યા બાદ ભાવપૂર્ણ આરતીમાં ભાગ લીધો હતો અને મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. અમેરિકામાં પણ ભારતીય સંસ્કૃતિ -ધાર્મિક પરંપરા જાળવી વિદેશની ધરતી પર વસતા હોવા છતાં ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરા સાથે જોડાયેલા રહેવાના ઉદ્દેશથી ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાના પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકાના સ્પાટનબર્ગમાં યોજાયેલા આ સંઘમાં ભારતીય મૂળના ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદેશમાં વસતા ભારતીયો માટે આવા ધાર્મિક આયોજનો પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવાનું માધ્યમ બન્યાં છે. સાથે જ નવી પેઢીને પણ ભારતીય તહેવારો, ધાર્મિક માન્યતાઓ અને માતાજી પ્રત્યેની શ્રદ્ધા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અમેરિકા જવા નીકળેલા 3 ગુજરાતીઓનું ઇથોપિયામાં અપહરણ, ઉજ્જૈનમાં મસ્જિદ તોડવા મુદ્દે ભારેલો અગ્નિ, UPI ચાર્જ પર રોક નહીં લાગે
    Next Article
    India's Essar Group To Build "Largest Steel Plant In US History": Trump

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment