Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્નસરામાં સોના-ચાંદીના ભાવ ધડામ:3 દિવસમાં સોનું ₹6500 સસ્તું, 7 મહિના બાદ ₹1.36 લાખથી નીચે આવ્યું; ચાંદી ₹8500 સસ્તી, ખરીદી પહેલાં આટલું ધ્યાન રાખો

    15 hours ago

    લગ્ન માટે સોનું-ચાંદી ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. સોનાની કિંમત 7 મહિના બાદ 1.36 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે આવી ગઈ છે. આ પહેલાં 23 માર્ચ 2026ના રોજ સોનું 1,35,141 રૂપિયા પર આવ્યું હતું. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનું આજે 1,808 રૂપિયા ઘટીને 1,35,884 રૂપિયા પર આવી ગયું છે, જે એક દિવસ પહેલાં 1.38 લાખ રૂપિયા પર હતું. આ પહેલાં 8 જાન્યુઆરી 2026ના રોજ સોનું 1,35,773 રૂપિયા પર હતું. એક કિલો ચાંદી 3,540 રૂપિયા ઘટીને 1.77 લાખ રૂપિયા પર આવી ગઈ છે, જે ગુરુવારે 1.81 લાખ રૂપિયા પર હતી. સોનું સતત ત્રણ દિવસમાં 6,536 રૂપિયા અને ચાંદી 8,500 રૂપિયા સસ્તી થઈ છે. 10 નવેમ્બરે સોનું 1.42 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1.86 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી. સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર મજબૂત થવા અને મોટા રોકાણકારો દ્વારા ઊંચા ભાવે વેચવાલી કરવાને કારણે થઈ રહ્યો છે. અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવ અલગ હોવાના 4 કારણો ઑલ ટાઈમ હાઈથી ચાંદી 2.02 લાખ રૂપિયા ઘટી આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ 2.30 લાખ રૂપિયા હતો, જે 29 જાન્યુઆરીએ વધીને 3.86 લાખ રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં ચાંદી 2.02 લાખ રૂપિયા એટલે કે આશરે 114% સસ્તી થઈ ગઈ છે. બીજી તરફ, 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાનો ભાવ 1.33 લાખ રૂપિયા હતો, જે 29 જાન્યુઆરીએ વધીને 1.76 લાખ રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં સોનું 40 હજાર રૂપિયા એટલે કે આશરે 30% સસ્તું થઈ ગયું છે. સોનું સસ્તું થવાના 3 કારણો ચાંદી સસ્તી થવાના 3 કારણો શું આ ઘટાડો લાંબો સમય ચાલશે? કોમોડિટી નિષ્ણાત અજય કેડિયા માને છે કે સોના-ચાંદીની ખરીદી હપ્તાઓમાં કરવી જોઈએ. થોડું અત્યારે ખરીદી લો અને થોડું-થોડું 15-20 દિવસના અંતરે ખરીદો. રોકાણ માટે એક-બે મહિનાને બદલે 6 મહિનાથી લઈને એક વર્ષ સુધીનો સમયગાળો વિચારીને ખરીદી કરો. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો અસલી ચાંદી ઓળખવાની 4 રીતો -------------------------------------- આ સમાચાર પણ વાંચો... ભારતીય ઘરોમાં દેશની GDP કરતાં વધુનું સોનું: 34,600 ટન સોનાની કિંમત ₹450 લાખ કરોડ, દેશની GDP ₹370 લાખ કરોડ ભારતીય પરિવારો પાસે રહેલા કુલ સોનાની કિંમત 5 ટ્રિલિયન ડોલર (₹450 લાખ કરોડ)ને પાર થઈ ગઈ છે. આ આંકડો દેશના કુલ 4.1 ટ્રિલિયન ડોલર એટલે કે 370 લાખ કરોડ રૂપિયાની GDP કરતાં પણ વધારે છે. સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાને કારણે આવું થયું છે. મોર્ગન સ્ટેનલીના એક અહેવાલ અનુસાર ભારતીય ઘરોમાં લગભગ 34,600 ટન સોનું જમા છે.
    Click here to Read More
    Previous Article
    राहुल ने टाटा को लेकर क्या बोला, टाटा समूह पर कौन क़ब्ज़ा करना चाहता है?
    Next Article
    આસમમાં બસ-ટ્રકની ટક્કરમાં 23નાં મોત, મોટાભાગે વિદ્યાર્થીઓ:વાહનની બોડી કાપીને મૃતદેહો બહાર કાઢ્યા; બસની ઓવર સ્પીડિંગના 12 મેમો ફાટ્યા હતા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment