Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં યુવક પાસેથી રોકડ ભરેલું ઝબલું લૂંટનારા 3 ઝડપાયા:બજરંગ મંદિર પાસેની ઘટનામાં પોલીસે ₹60 હજાર રોકડ અને એક્સેસ મોટરસાઇકલ સહિત ₹1.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લા પોલીસે વેરાવળ શહેરમાં બનેલી લૂંટની ઘટનામાં ત્વરિત કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી લૂંટાયેલી રોકડ રકમ અને વાહન સહિત કુલ ₹1,60,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. શહેરમાં ધોળા દિવસે બનેલી લૂંટની ઘટનામાં ગીર સોમનાથ જિલ્લા પોલીસે ગણતરીની મિનિટોમાં મોટી સફળતા મેળવી ત્રણ આરોપીઓને લૂંટમાં ગયેલા અસલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹60,000ની રોકડ રકમ તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સુઝુકી કંપનીની એક્સેસ મોટરસાઇકલ સહિત કુલ ₹1,60,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 5 નવેમ્બર, 2026 ના રોજ રાજેશ ચુડાસમા (રહે. પ્રભાસ પાટણ) વેરાવળ રેલવે સ્ટેશનથી આગળ રેલવે ક્રોસિંગ પાસેથી હરસિદ્ધિ સોસાયટી તરફ જઈ રહ્યા હતા. બપોરના આશરે 1:00 વાગ્યાના અરસામાં તેઓ વેરાવળના 80 ફૂટ રેલવે ફાટકથી આગળ આવેલા બજરંગ મંદિર પાસે પહોંચ્યા ત્યારે પાછળથી બ્લુ કલરના ટુ-વ્હીલર પર ત્રણ શખ્સો આવ્યા હતા. ત્રણેય શખ્સોએ મોટરસાઇકલ ઊભી રાખી નીચે ઉતરી રોકડ રકમ ભરેલું પ્લાસ્ટિકનું ઝબલું ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદીએ ઝબલું પકડી રાખતાં ત્રણેય શખ્સોએ તેમની સાથે ઝપાઝપી કરી હતી અને અંતે ઝબલું ઝૂંટવી ફરિયાદીને ધક્કો મારી નીચે પાડી દીધા બાદ ડાભોર રોડ તરફ ફરાર થઈ ગયા હતા. પોલીસની ત્વરિત કાર્યવાહી અને બાતમી ઘટનાની જાણ થતાં વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસ કોન્સ્ટેબલ વિનયસિંહ ગીગાભાઈ મોરીને મળેલી બાતમી અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી પાડી લૂંટમાં ગયેલી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓ અનિલ દામજીભાઈ સોલંકી (ઉં.વ. 26) જયેશ રાજેશભાઈ મેરવાડા (ઉં.વ. 21) રવિ ભરતભાઈ ભાટી (ઉં.વ. 21) (ત્રણેય રહે. મફતીયાપરા, વેરાવળ) કબ્જે કરાયેલો મુદ્દામાલ આરોપીઓ પાસેથી અલગ-અલગ દરની કુલ ₹60,000 રોકડ તથા સુઝુકી એક્સેસ મોટરસાઇકલ (રજી. નં. GJ-32-M-2488, કિંમત ₹1,00,000) મળી કુલ ₹1,60,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીની રાહબરી હેઠળ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રણજીતસિંહ ડોડીયા, કમલેશ પીઠીયા, પ્રદિપસિંહ ખેર, મયુર સોલંકી, કાનજી મોરી, દિપક અખીયા અને મયુરસિંહ ગોહિલ સહિતની ટીમે પાર પાડી હતી. મિલકત સંબંધી ગુનાઓમાં ત્વરિત કાર્યવાહી કરવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને પગલે ગીર સોમનાથ પોલીસને આ સફળતા મળી છે.
    Click here to Read More
    Previous Article
    નાહિનભાઈ કાઝીએ આશ્રમના રહીશો સાથે ભોજન કર્યું:જન્મદિવસે ભુજ નજીક પાલારાના રામદેવ આશ્રમમાં સેવાકાર્ય યોજાયું
    Next Article
    'લેક્ચર આપતાં-આપતાં હાથ પકડી લેતા, ઘરે અશ્લીલ ક્લિપ બતાવી':JNU પ્રોફેસર સામે કેસ, કહેતા હતા- 'હું હેન્ડસમ છું એટલે આરોપો લાગ્યા'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment