Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળના મુર્શિદાબાદમાં ટ્રેનની સ્કૂલ વાન સાથે ટક્કર:3ના મોત, અનેક ગંભીર રીતે ઘાયલ, સારવાર હેઠળ; મૃતકોના પરિવારજનો માટે ₹10 લાખના વળતરની રેલવેની જાહેરાત

    1 day ago

    પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક રેલવે ક્રોસિંગ પર ટ્રેને એક સ્કૂલ વાનને ટક્કર મારી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં સ્કૂલના બે વિદ્યાર્થીઓ સામેલ છે. વાન રેલવે ટ્રેક પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન ટ્રેને ટક્કર મારતા વાનના ફુરચા ઉડી ગયા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ વિદ્યાર્થીઓ અને વાનના ડ્રાઈવરને સારવાર માટે મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા કેટલાક લોકોની હાલત અત્યંત ગંભીર છે. ટક્કર પછીની 3 તસવીરો… પોલીસે કહ્યું- પેસેન્જર ટ્રેને ટક્કર મારી એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યારે એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ ત્યારે રેલવે ક્રોસિંગ બંધ હતું. પરંતુ તેના તરત જ પછી ગેટ ખોલી દેવામાં આવ્યો, જ્યારે ત્યાંથી એક પેસેન્જર ટ્રેન પણ પસાર થવાની હતી. સ્કૂલ વાનના ડ્રાઇવરે ગેટ ખુલ્લો જોઈને ક્રોસિંગ પાર કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન એક સાયકલ સવાર પણ પાટા પાર કરવા લાગ્યો. ત્યારે જ તેજ ગતિએ આવી રહેલી નિમતિયા-કટવા લોકલ ટ્રેને સ્કૂલ વાનને જોરદાર ટક્કર મારી, જેનાથી વાનના ફુરચા ઉડી ગયા અને બાળકો અંદર જ ફસાઈ ગયા હતા. રેલવેએ ₹10 લાખના વળતરની જાહેરાત કરી પૂર્વ રેલવેના પ્રવક્તા શિબરામ માંઝીએ જણાવ્યું હતું કે આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને લેવલ ક્રોસિંગ પર ફરજ પર હાજર ગેટમેનની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ રેલવેના પ્રવક્તા શિબરામ માંઝીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે માહિતી મળતા જ 10 સભ્યોની એક ટીમ તરત જ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. રેલવેએ મૃતકોના પરિવારજનો માટે ₹10 લાખના વળતરની જાહેરાત કરી છે અને ઘાયલોની સારવાર ચાલુ છે. લોકો બોલ્યા- રેલવેની બેદરકારી દુર્ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓએ રેલવે ગેટમેન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને રેલવેની સિગ્નલ સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. નજરેજોનારના મતે, એક્સપ્રેસ ટ્રેન પસાર થયા પછી ગેટમેને ફાટક ખોલી દીધો હતો, જ્યારે એક પેસેન્જર ટ્રેન મોડી આવી રહી હતી. ફાટક ખુલ્લો જોઈને વાન ડ્રાઇવરને લાગ્યું કે રસ્તો ખુલ્લો છે, અને ત્યારે જ અચાનક પુરપાટ ઝડપે ટ્રેન ત્યાં આવી ગઈ. લોકોનું કહેવું છે કે કોઈની બેદરકારીના કારણે માસૂમ બાળકોનો જીવ ગયો.
    Click here to Read More
    Previous Article
    સોપારી કિલરે કેતનને મારવાની ના પાડી હતી:હવે તે જ સિયા-ચેતન વિરુદ્ધ સાક્ષી બનશે, પોલીસ પાસે ત્રણેયની મુલાકાતના ફૂટેજ
    Next Article
    શેઠની બાઇક ચોરીને ભાગ્યો હતો કારીગર:ઉધના પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં 28 વર્ષથી વોન્ટેડ આરોપી દિલ્હીથી ઝડપાયો, 3 દિવસ સુધી ચાલ્યું ગુપ્ત ઓપરેશન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment