Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દૃશ્યમ 3'માં ગુજરાતી એક્ટ્રેસનો જલવો:સંવેદના સુવાલકા ફરી એકવાર વકીલના રોલમાં જોવા મળી, MBBSનું ભણ્યા બાદ એક્ટિંગ કોર્સ કર્યો

    7 hours ago

    ગાંધી જયંતી પર ફિલ્મ 'દૃશ્યમઃ ધ કન્ક્લૂઝન' રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મમાં ફરી એકવાર ગુજરાતી એક્ટ્રેસ સંવેદના સુવાલકા એડવોકેટ ગાયત્રી મોહનના રોલમાં જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે સંવેદના ફિલ્મના બીજા ભાગમાં પણ જોવા મળી હતી. ડૉક્ટરથી એક્ટિંગની સફર ગુજરાતમાં ગુજરાતના જામનગરમાં જન્મેલી અને ઉછરેલી સંવેદના સુવાલકાને નાનપણથી જ ડાન્સ ને એક્ટિંગમાં રસ હતો. માત્ર ત્રણ વર્ષની ઉંમરે સંવેદનાએ કથક શીખવાનું શરૂ કર્યું ને પાંચમા વર્ષની ઉંમરે સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યું હતું. તે પછીથી ભરતનાટ્યમ પણ શીખી હતી. સંવેદના મૂળ તો નોન ગુજરાતી છે, પરંતુ પેરેન્ટ્સ જામનગરમાં હોવાથી તેને ગુજરાતી સારું આવડે છે. સંવેદનાના પરિવારમાં મોટાભાગે ડૉક્ટર્સ હોવાથી તે પણ ડૉક્ટર બને તેવી અપેક્ષા હતી. દસમા ધોરણમાં તેણે શેક્સપીયરના નાટકમાં કામ કર્યું હતું અને તેને બેસ્ટ એક્ટરનો અવૉર્ડ મળ્યો હતો. જામનગરમાં તે ગુજરાતી થિયેટરમાં પણ કામ કરતી.બારમું ધોરણ પાસ કર્યા બાદ સંવેદનાએ પુણેમાંથી MBBSનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તે મુંબઈની સાયન હૉસ્પિટલમાં ઇન્ટર્નશિપ માટે ગઈ હતી, પરંતુ તેનું મન એક્ટિંગમાં જ હતું. આ જ કારણે તેણે થિયેટર જોઇન કર્યું ્ને પછી તેણે બે વર્ષનો એક્ટિંગ કોર્સ સુભાષ ઘાઈની એક્ટિંગ એકેડેમી વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલમાંથી કર્યો. તેણે થિયેટર આર્ટિસ્ટ સલીમ આરિફ ને લુબના સલીમ ગ્રુપ સાથે કામ પણ કર્યું. ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ 2013માં સંવેદનાએ 'હેપ્પી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડ'માં અનાયા મહેતાનું પાત્ર ભજવ્યું. ત્યારબાદ 2014માં આવેલી ફિલ્મ બેયારથી ગુજરાતી ચાહકોમાં અલગ ઓળખ બનાવી. ગુજરાતી સિનેમામાં કામ કર્યા બાદ 2016માં તેણે ફિલ્મ રિબેલિયસ ફ્લારથી હિંદી સિનેમામાં ડેબ્યૂ કર્યું. સંવેદનાની કરિયરનો ટર્નિંગ પોઇન્ટ 'દૃશ્યમ 2'માં અજય દેવગનની વકીલથી આવ્યો. સંવેદનાએ એક ઇન્ટરવ્યૂમાં અજય દેવગન, તબુ, રજત કપૂર જેવા કલાકારો સાથે કામ કરવાના અનુભવને યાદગાર ગણાવ્યો હતો. 2024માં સંવેદના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'ફાઇટર'માં બેલાના રોલમાં જોવા મળી હતી. 2023માં તેણે OTTમાં પણ કામ કર્યું હતું, જેમાં 'જી કરદા', 'જીબિલી' જેવી સિરીઝ સામેલ છે. થોડા સમય પહેલાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'ગેટ સેટ ગો'માં પણ સંવેદના મહત્ત્વના રોલમાં હતી. સંવેદના કરિયરમાં અલગ અલગ રોલ કરવા આતુર છે. તે એક જેવા રોલ કરવા માગતી નથી.
    Click here to Read More
    Previous Article
    ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન સામે સૌથી મોટો સ્કોર:એશિયાડ ફાઇનલમાં 211 રન બનાવ્યા, અભિષેક-તિલકે PAK બોલર્સની ધોલાઈ કરીને ફિફ્ટી ફટકારી
    Next Article
    રાહુલ ગાંધીએ કહ્યું- સંસદથી રસ્તા સુધી તમારી સાથે ઊભો છું:સત્યાગ્રહ પહેલ શરૂ કરી, લોકોને અન્યાય સામેની લડતની કહાણી માંગી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment