Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેઠ સાથે પગાર બાબતે ચાલતી માથાકૂટમાં કર્મચારી ભાઈઓએ હાથફેરો કર્યો:ઝોન 3 LCBએ આરોપીઓ પાસેથી ₹3.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા

    7 hours ago

    અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન નજીક આવેલી એક જાણીતી પાર્સલ સર્વિસ પેઢીમાંથી ₹45.29 લાખની જંગી રોકડની ચોરી થવાની સનસનાટીભરી ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. પેઢીમાં જ કામ કરતા બે સગા ભાઈઓએ પોતાના જ માલિક સાથે પગારની લેતી-દેતી બાબતે ચાલી રહેલી તકરારનો ખાર રાખીને આ સમગ્ર ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ ચકચારી કેસમાં ઝોન-3 લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે દરોડો પાડી બંને આરોપી ભાઈઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાલુપુર રેલવે સ્ટેશન પાસે આવેલી પેઢીમાંથી ₹45.29 લાખની રોકડ ગાયબ થઈ હતી ઘટનાની વિગત અનુસાર, કાલુપુર રેલવે સ્ટેશન પાસે આવેલી 'કે. માંગીલાલ પાર્સલ સર્વિસ' નામની પેઢીમાંથી ગત 7 સપ્ટેમ્બરના રોજ તિજોરીમાંથી અંદાજે ₹45,29,000ની રોકડ રકમ ચોરાઈ ગઈ હતી. આ બનાવ સંદર્ભે શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા માધારામ લીચનરામ શર્મા દ્વારા કાલુપુર પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે વિધિવત ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ધોળા દિવસે મોટી રકમની ચોરી થઈ હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઝોન-3 LCBની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શેઠ સાથે પગારની તકરારમાં બે સગા ભાઈઓએ ઘડ્યો ચોરીનો પ્લાન પોલીસ તપાસ દરમિયાન પેઢીમાં જ નોકરી કરતા કર્મચારીઓની ગતિવિધિઓ શંકાસ્પદ જણાતાં તપાસ તે દિશામાં લંબાવવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, પેઢીમાં કામ કરતા બે સગા ભાઈઓ યશવીર રામાવતાર પરમાર અને દલવીર રામાવતાર પરમાર ચોરી થયા બાદથી જ અચાનક ગાયબ થઈ ગયા હતા. વધુ પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું કે બંને ભાઈઓને છેલ્લા ઘણા સમયથી પેઢીના શેઠ સાથે પગારની લેતી-દેતી મામલે ઉગ્ર માથાકૂટ અને વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદની અદાવત રાખીને બંને ભાઈઓએ મોકો જોઈ ઓફિસમાંથી લાખો રૂપિયાની રોકડ ચોરી કરી વતન ભાગી જવાની યોજના બનાવી હતી. યુપીના આગ્રામાંથી બંને ઝડપાયા, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા ઝોન-3 એલસીબીની ટીમે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને ચોક્કસ બાતમીના આધારે ઉત્તર પ્રદેશના આગ્રામાં છુપાયેલા બંને આરોપીઓ યશવીર પરમાર અને દલવીર પરમારને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની તપાસ કરતા તેમની પાસેથી હાલ ₹3.32 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાલુપુર પોલીસે બંને આરોપીઓને અમદાવાદ લાવી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે તેમના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ચોરીની બાકીની રકમ ક્યાં છુપાવી છે તેમજ આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ જિલ્લા પંચાયતે 14 લાખના સિલાઈ મશીન વહેંચ્યા:ગ્રામ્ય વિસ્તારની અનુ.જાતિ-જનજાતિની મહિલાઓને સ્વનિર્ભર બનાવવા કાર્યક્રમ યોજાયો
    Next Article
    INDIA गठबंधन ने कैसे पार की Delhi Police की बैरिकेडिंग? Akhilesh Yadav, Neha Bora, Kanhaiya Kumar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment