Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિશોર બુટલેગરના પૌત્ર સામે સિસ્ટમ ‘લંગડી’, રાજકોટમાં રિવોલ્વર સાથે પકડાયો:હત્યાના પ્રયાસમાં 3 દિવસમાં જામીન, લકઝરી GT મસટંગ કાર ને હથિયાર સાથે સીનસપાટા; 18 વર્ષ-3 મહિનાની ઉંમરમાં 4 ગુના

    7 hours ago

    અમદાવાદના અસારવાના બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રાઠોડ રાજકોટ SOGના હાથે ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો છે. રાજકોટના ન્યારી ડેમ રોડ પર આદિત્ય રાઠોડ તેનો મિત્ર ધ્રુમિલ ઠાકોર અને એક સગીર રિવોલ્વર સાથે ફોટા પાડી રીલ બનાવતા હતા. જેથી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડી તેની પાસેથી એક હથિયાર તેમજ લકઝરી GT મસટંગ કાર મળી કુલ 83.65 લાખનો મુદામાલ કબ્જે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી પાસેનું હથિયાર સગીર આરોપીના કોઈ સબંધીનું હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આરોપી આદિત્ય રાઠોડ અવારનવાર અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં આતંક મચાવતો હોવાનું અને તાજેતરમાં જ ગત 12 તારીખના રોજ અમદાવાદની કોલેજ બહાર તોડફોડ કરવા અને મારામારી કેસમાં ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આદિત્ય વિરુદ્ધ અમદાવાદમાં 3 અને ગાંધીનગરમાં એક મળી કુલ 4 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    ગુજ્જુ ક્રિકેટર હાર્દિક પંડ્યા બીજી વાર વરરાજો બનશે?:8 વર્ષ નાની ગર્લફ્રેન્ડ માહિકા સાથે ઉદયપુરમાં લગ્ન કરવાની ચર્ચા, વેડિંગ ડેટ વાયરલ
    Next Article
    નિકાહના મંડપમાંથી વરરાજાની ધરપકડ!:નહાવાના બહાને ઘરમાં ઘૂસી સગીર ભત્રીજી સાથે શારીરિક અડપલા કર્યાં, સુરતમાં હેવાન કાકાએ ફક્ત વ્હાલ કરું છું કહી દાનત બગાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment