Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 વર્ષથી ચેતવણી છતાં કાગળ પર જ પ્રી-મોનસુન કામગીરી!:સુરતમાં પૂરની સ્થિતિ મામલે કોંગ્રેસ નેતાનો CM અને ગૃહમંત્રીને પત્ર, કલેક્ટર સહિતના અધિકારીઓ સામે કડક પગલાંની માગ

    1 day ago

    સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂરની ગંભીર સ્થિતિ અને જનજીવન ઠપ્પ થઈ જવાના મામલે વહીવટી તંત્ર સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ખેડૂત આગેવાન દર્શનકુમાર એ. નાયકે આ પરિસ્થિતિને કુદરતી આફત નહીં, પરંતુ તંત્રની ઘોર બેદરકારી અને વહીવટી નિષ્ફળતા ગણાવી છે. છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસા પહેલાં સતત લેખિત ચેતવણીઓ આપવા છતાં નદી-ખાડીઓની સફાઈ અને ગેરકાયદેસર દબાણો હટાવવામાં નિષ્ફળ રહેલા જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવા અને આ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધારદાર લેખિત રજૂઆત કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છેલ્લા 3 વર્ષથી સતત લેખિત રજૂઆતો, સ્પષ્ટ ચેતવણીઓ અને આગોતરા આયોજન માટેની માંગણીઓ કરવા છતાં સુરત જિલ્લા વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, સિંચાઈ વિભાગ અને સ્થાનિક સત્તાધીશો દ્વારા કોઈ નક્કર કે અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. વહીવટી તંત્રની આ ઘોર ઉદાસીનતાના કારણે આજે સુરત શહેર અને જિલ્લાના લાખો લોકો પાણીમાં ઘેરાઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે, વેપારીઓને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને સામાન્ય નાગરિકો પોતાના ઘરોમાં કેદ થઈને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કાગળ પર જ પ્રીમોન્સુન કામગીરી દર્શાવીને સંતોષ માની લેવાય છે વર્ષ 2024, 2025 અને 2026 દરમિયાન ચોમાસાની સીઝન શરૂ થાય તે પહેલા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોમાં નદીઓ, ખાડીઓ અને કુદરતી જળમાર્ગોની ઉંડી સફાઈ કરવા, સરકારી જમીનો પર ઉભા થયેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો તાત્કાલિક અસરથી દૂર કરવા, તાપી નદીના કિનારે થયેલા ગેરકાયદેસર બાંધકામો હટાવવા તથા વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કાયમી સિસ્ટમ ઉભી કરવાની માંગણીઓ મુખ્ય હતી. આમ છતાં જવાબદાર તંત્ર દ્વારા માત્ર બેઠકોના દોર, સમીક્ષાઓ અને કાગળ પર જ પ્રીમોન્સુન કામગીરી દર્શાવીને સંતોષ માની લેવામાં આવ્યો છે. જમીની સ્તરે કોઈ વાસ્તવિક અમલીકરણ કરવામાં આવ્યું નથી. ભ્રષ્ટ અધિકારીઓ અને રાજકીય તત્વોએ સ્વાર્થ માટે આંખ આડા કાન કર્યા મીંઢોળા નદી, કીમ નદી, સેના ખાડી, તેના ખાડી, ઘોડા ખાડી સહિતના તમામ કુદરતી જળમાર્ગોમાં વર્ષોથી કાદવ અને ગાદ ભરાઈ રહી છે, જેના કારણે પાણી વહન કરવાની તેમની ક્ષમતા અડધી થઈ ગઈ છે. અનેક મહત્વના સ્થળોએ વગદાર તત્વો દ્વારા ગેરકાયદેસર માટી પુરાણ કરીને પાણીના કુદરતી પ્રવાહને રોકી દેવામાં આવ્યો છે. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સ્થાનિક તંત્રના નાકની નીચે થઈ રહી હોવા છતાં, કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને રાજકીય તત્વોએ અંગત સ્વાર્થ ખાતર આંખ આડા કાન કર્યા છે, જેની કિંમત આજે સુરતની જનતા ચૂકવી રહી છે. સરકારી જમીનો, તાપી નદીના કિનારા અને ખાડીઓ ઉપર થયેલા ગેરકાયદેસર કબજાઓ અને બાંધકામ સામે વર્ષ દરમિયાન યોજાતી વહીવટી સંકલન બેઠકોમાં અનેક વખત નિર્ણયો લેવાયા હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ આ નિર્ણયો માત્ર સરકારી ચોપડા અને કાગળ પર જ સીમિત રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે જ્યારે પણ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવાની હોય ત્યારે રાજકીય દબાણ લાવીને અથવા અધિકારીઓની આંતરિક ગોઠવણના કારણે ફાઈલો દબાવી દેવામાં આવે છે. આ આખી સ્થિતિ માત્ર ભારે વરસાદના કારણે ઉભી નથી થઈ, પરંતુ જો સમયસર વાસ્તવિક પ્રીમોન્સુન કામગીરી થઈ હોત તો આટલી મોટી આપત્તિથી બચી શકાયું હોત. જનતાના ટેક્સના પૈસા ક્યાં વપરાયા તે મોટો પ્રશ્ન સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના અંધાધૂંધ વિકાસના દાવાઓ કરવામાં આવે છે અને પ્રીમોન્સુન એક્શન પ્લાન પાછળ સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી દેવાય છે પરંતુ, સત્ય એ છે કે માત્ર થોડા કલાકોના સામાન્ય કે ભારે વરસાદમાં જ સુરત શહેર અને જિલ્લાના અનેક ગ્રામ્ય તથા શહેરી વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ પરિસ્થિતિ સરકારના તમામ પોકળ દાવાઓની પોલ ખોલે છે અને સમગ્ર વહીવટી તંત્રની કાર્યક્ષમતા તેમજ પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા કરે છે. સામાન્ય જનતાના ટેક્સના પૈસા ક્યાં વપરાયા તે મોટો પ્રશ્ન છે. આ સમગ્ર ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે સુરત શહેર અને જિલ્લામાં સર્જાયેલી પૂરની સ્થિતિ માટે જવાબદાર એવા જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને સિંચાઈ વિભાગ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી નક્કી કરવામાં આવે. છેલ્લા 3 વર્ષમાં પ્રીમોન્સુન કામગીરી અને જળમાર્ગોની સફાઈ પાછળ થયેલા સરકારી પૈસાના ખર્ચનું પ્રોફેશનલ ઓડિટ કરાવવામાં આવે. આ તપાસ દરમિયાન જો કોઈ પણ સ્તરે નાણાકીય ગેરરીતિ, ભ્રષ્ટાચાર અથવા ફરજમાં બેદરકારી સાબિત થાય તો સંબંધિત અધિકારીઓ સામે કાયદાકીય જોગવાઈઓ અનુસાર કડક પગલાં ભરી તેમને સસ્પેન્ડ કરવામાં આવે. મિલકતોને થયેલા આર્થિક નુકસાનનું તાત્કાલિક ધોરણે સર્વેક્ષણ શરૂ કરવામાં આવે આ સાથે જ સમગ્ર સુરત જિલ્લામાં સરકારી જમીનો ઉપર ચાલી રહેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો, તાપી નદી કિનારાના ગેરકાયદેસર બાંધકામો, ખાડીઓ અને કુદરતી જળમાર્ગો ઉપર થયેલા તમામ નાના-મોટા દબાણોને કાયમી ધોરણે દૂર કરવા માટે એક ખાસ મેગા ઓપરેશન એટલે કે વિશેષ અભિયાન ચલાવવામાં આવે તે જરૂરી બન્યું છે. કુદરતી પ્રવાહને રોકનારા તત્વો ભલે ગમે તેટલા વગદાર હોય, તેમની સામે કોઈપણ ભેદભાવ વગર બુલડોઝર ફેરવીને રસ્તાઓ સાફ કરવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય. બીજી તરફ, પૂરના કારણે સૌથી વધુ ભોગ બનેલા ખેડૂતોના પાક, પશુધન, નાના-મોટા વેપારીઓના ધંધા-રોજગાર, દુકાનોમાં ભરાયેલા પાણીના કારણે થયેલું નુકસાન અને સામાન્ય નાગરિકોની ઘરવખરી તેમજ મિલકતોને થયેલા આર્થિક નુકસાનનું તટસ્થ એજન્સી દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેક્ષણ શરૂ કરવામાં આવે. આ સર્વેના આધારે અસરગ્રસ્તોને કોઈ પણ વિલંબ વગર યોગ્ય અને પૂરતું આર્થિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો રાજ્ય સરકાર આ ગંભીર મુદ્દે ત્વરિત પગલાં નહીં ભરે, જવાબદાર અધિકારીઓ સામે કાયદાનો કોરડો નહીં વીંઝે અને ગેરકાયદેસર દબાણો દૂર નહીં કરે તો કોંગ્રેસ પક્ષ ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને સાથે રાખીને લોકશાહી ઢબે વ્યાપક જનઆંદોલન શરૂ કરવા માટે મજબૂર બનશે. સુરતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન સર્જાતી આ ભયાનક પરિસ્થિતિ કોઈ કુદરતી પ્રકોપ નથી, પરંતુ શાસક પક્ષની વહીવટી નિષ્ફળતા અને વગદાર તત્વોને મળતા રાજકીય સંરક્ષણ હેઠળ ચાલતા ગેરકાયદેસર દબાણોનું સીધું પરિણામ છે. હવે જનતાના હિતમાં જવાબદારી નક્કી કરવાનો અને બેદરકારો સામે કડક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:અનરાધાર વરસાદે ટેક્સટાઈલ માર્કેટને ધોઈ નાખ્યું, વેપારીઓનો 200 કરોડનો ફટકો; પાણી ઓસરતા જ લોકોએ દૂધની લૂંટ ચલાવી
    Next Article
    સુરતના ખાડીપૂરનું રૌદ્ર સ્વરૂપનો જુઓ ડ્રોન VIDEO:ગગનચુંબી ઈમારતોની ફરતે પાણી જ પાણી, રસ્તાઓ પર વાહનોના બદલે ચાલતી બોટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment